GU/751003 સવારની લટાર - શ્રીલ પ્રભુપાદ મોરિશિયસમાં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ: શેરડી... જે વ્યક્તિ કમળાથી પીડિત હોય છે તેને શેરડી કડવી લાગે છે. તેનો સ્વાદ તેવો છે. તો તે દવા છે. તો તેણે શેરડી લેવી જ પડે. અને તે ખાવાથી, જ્યારે તે સાજો થઈ જશે તેને લાગશે, 'ઓહ, તે મીઠી છે'.
પુષ્ટ કૃષ્ણ: તો તેથી તેણે જાણવું પડે કે આ ભૌતિક જગતમાં કઈક તકલીફ તો છે.
પ્રભુપાદ: ના. તે તેના ખૂબ જ ભૌતિકવાદી માગજને કારણે કોઈ સુખ મેળવતો નથી.
બ્રહ્માનંદ: તે રોગ છે.
પ્રભુપાદ: તે રોગ છે. તો તેને આ ભક્તયોગથી સાજો કરવો પડે. તો ભક્તિયોગમાં, શરૂઆતમાં, તે કડવું લાગશે. તેથી તેઓ આવતા નથી. પણ જો તેઓ ભક્તિયોગ ગ્રહણ કરે, તો ભૌતિક રોગ સાજો થશે અને તેમને તે મીઠું લાગશે.
પુષ્ટ કૃષ્ણ: હા.
751003 - સવારની લટાર - મોરિશિયસ