GU/751008 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ડર્બનમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 09:59, 29 November 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ: એક મનુષ્ય જવાબદાર હોવો જ જોઈએ, કે 'મને આ તક મળી છે આ જન્મ અને મૃત્યુ અને અલગ અલગ જીવન યોનીઓના ચક્કરમાથી મુક્ત થવા માટે, અને ચાલ હું યોગ્ય રીતે ભગવાનને સમજુ અને મારો ભગવાન સાથેનો સંબંધ શું છે તે સમજુ અને તે રીતે કાર્ય કરું, જેથી જો આપણે સમજીએ કે ભગવાન શું છે, તો આપણે ભગવદ ધામ પાછા જઈએ છીએ.


બિલ ફેઇલ: એક સામાન્ય માણસ શું કરી શકે? મારો કહેવાનો મતલબ કૃષ્ણ ભાવનામૃત આંદોલનના માથે મુંડન કરાવવું અને ભગવા કપડાં પહેરવા પડે છે. એક માણસ કે જે પારિવારિક જીવનમાં વ્યસ્ત હોય તે શું કરી શકે?

પ્રભુપાદ: આ ભગવા કપડાં બહુ જ આવશ્યક નથી, અથવા વાળ કાપવા, પણ તે સારી માનસિક સ્થિતિ ઉત્પન્ન કરે છે, તમે જોયું? જેમ કે એક સૈનિક, જ્યારે તેણે યોગ્ય રીતે વસ્ત્ર પહેરલા હોય તે સૈનિક તરીકેની શક્તિ મેળવે છે. પણ એવું નથી કે જ્યાં સુધી તમે વસ્ત્ર ના પહેરલા હોય, તમે લડી ના શકો. તો ભગવદ ભાવના કોઈ પણ પરિસ્થિતીમાં પુનર્જીવિત કરી શકાય છે, કોઈ પણ રોક વગર. પણ આ સ્થિતિઓ મદદ કરે છે.

751008 - ઇન્ટરવ્યૂ - ડર્બન