GU/751010 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ડર્બનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(No difference)

Revision as of 16:42, 16 November 2017

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
પ્રભુપાદ: મને યાદ છે, હું એક છોકરો હતો અને હું કૂદતો હતો. અને હવે તું નથી કરી શકતો, કારણકે મારે એક બીજું શરીર છે. તો હું સચેત છું કે મારે તેવું શરીર હતું. હવે હું તે નથી ધરાવતો. તો શરીર બદલાય છે, પણ હું, વ્યક્તિ, શાશ્વત છું. બહુ જ સરળ ઉદાહરણ. વ્યક્તિને થોડા મગજની જ આવશ્યકતા છે, કે હું, શરીરનો માલિક, શાશ્વત છું. શરીર બદલાઈ રહ્યું છે.
પ્રોફ. ઓલિવિર: હમ્મ. હા, પણ હવે તે સ્વીકાર કર્યા પછી, એક બીજી સમસ્યા ઊભી થાય છે: અસરો શું છે?
પ્રભુપાદ: હા, પણ જો આપણે સમજીએ કે હું આ શરીર નથી. તો વર્તમાન સમયે હું ફક્ત મારા શરીરને આરામથી રાખવામા જ પ્રવૃત્ત છું. પણ હું મારી કોઈ કાળજી રાખતો જ નથી. જેમ કે શર્ટ અને કોટને દિવસમાં ત્રણ વાર ધોવા, ઉહ, પણ હું ભૂખ્યો છું. મારા માટે કોઈ ભોજન નહીં, ફક્ત મારા શર્ટ અને કોટને જ ધોવાનું. અને આ મૂળ સંસ્કૃતિ જ ખોટી છે.
751010 - વાર્તાલાપ - ડર્બન