GU/Prabhupada 0063 - હું એક મહાન મૃદંગ વાદ્ય થાઉં

Revision as of 21:43, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Arrival Lecture -- Dallas, March 3, 1975

તો હું ખુબજ પ્રસન્ન છું અહીના વાતાવરણને જોઇને, શિક્ષા એટલે કે કૃષ્ણ ભાવનામૃત. તે શિક્ષા છે. જો ફક્ત આપણે તે સમજીએ કે, "કૃષ્ણ પરમ પુરુષ છે. તેઓ મહાન છે અને આપણે બધા તેમને આધીન છીએ. તો આપણું કર્તવ્ય કૃષ્ણની સેવા કરવું છે." આ બે વાક્ય, જો આપણે સમજી જઈશું, ત્યારે આપણું જીવન સાર્થક છે. જો આપણે બસ એમ શિખીએ કે કેવી રીતે કૃષ્ણની પૂજા કરવી, કેવી રીતે તેમને પ્રસન્ન કરવા, કેવી રીતે તેમનો શૃંગાર કરવો, કેવી રીતે તેમને સરસ ભોજન અર્પણ કરવું, કેવી રીતે તેમને સરસ પુષ્પ અને આભુષણથી સજાવવા, અને કેવી રીતે તેમને આપણા આદરયુક્ત પ્રણામ અર્પણ કરવા, કેવી રીતે તેમના નામનો જપ કરવો, આ રીતે, જો ફક્ત આપણે વિચારીએ, આ કહેવાતી શિક્ષા વગર પણ આપણે આ બ્રહ્માણ્ડમાં સિદ્ધ પુરુષ બની જશું. આ કૃષ્ણ ભાવનામૃત છે. તેને અ-બ-ક-ઘ ની શિક્ષાની જરૂરત નથી. તેના માટે ફક્ત ચેતનાનું બદલાવું જરૂરી છે. તો જો આ બાળકોને તેમના જીવનના પ્રારંભથી શિક્ષા અપાય છે... અમારા પાસે અવસર હતો અમારા માતા-પિતા પાસેથી આવું પ્રશિક્ષણ મેળવવા માટે.

ઘણા બધા સાધુ પુરુષો મારા પિતાના ઘેર આવતા હતા. મારા પિતા એક વૈષ્ણવ હતા. તેઓ વૈષ્ણવ હતા, અને તેમની ઈચ્છા હતી કે હું પણ વૈષ્ણવ બનું. જ્યારે પણ કોઈ સાધુ પુરુષ આવતા, તેઓ તેમને પૂછતા, "કૃપા કરીને મારા પુત્રને આશીર્વાદ આપજો કે તે રાધારાણીનો સેવક બને." તે તેમની પ્રાર્થના હતી. તે બીજું કઈ પ્રાર્થના કરતા ન હતા. અને તેમણે મને શિક્ષા આપી કેવી રીતે મૃદંગ વગાડવું. મારા માતા વિરોધમાં હતા. બે શિક્ષક હતા - એક મને અ-બ-ક-ખ શીખવાડવા માટે, અને બીજા મને મૃદંગ શીખવાડવા માટે. તો એક શિક્ષક રાહ જોઈ રહ્યા હતા અને બીજા શિક્ષક મને શીખડાવી રહ્યા હતા કેવી રીતે મૃદંગ વગાડવું. તો મારી માતા ક્રોધિત થતા કે "આ શું છે? તમે મૃદંગ શીખવાડો છો?" આ મૃદંગથી તે શું કરશે?" પણ કદાચ મારા પિતાની ઈચ્છા હતી કે હું ભવિષ્યમાં મહાન મૃદંગવાદ્ય બનું. (હાસ્ય) તેથી હું મારા પિતાનો ખુબજ ઋણી છું, અને મે મારી પુસ્તક, કૃષ્ણ, તેમને સમર્પિત કરી છે. તેમને તે જોઈતું હતું. તેમને મને ભાગવત, શ્રીમદ-ભાગવતમનો પ્રચારક બનાવવો હતો, અને મૃદંગનો વાદ્ય અને રાધારાણીનો દાસ.

તો બધા માત-પિતાઓને આમ વિચારવું જોઈએ; નહીતો, કોઈને પણ પિતા અને માતા ન બનવું જોઈએ. તે શાસ્ત્રનું કથન છે. તે શ્રીમદ ભાગવતના કહેલું છે, પાંચમા સ્કંધમાં, પિતા ન સ સ્યાજ જનની ન સ સ્યાદ ગુરુર ન સ સ્યાત સ્વજનો ન સ સ્યાત. આ રીતે, સારાંશ છે કે, ન મોચયેદ ય: સમુપેત મૃત્યુમ. જો વ્યક્તિ તેના શિષ્યની રક્ષા કરી શકતો નથી, મૃત્યુના નિકટવર્તી સંકટથી, તેણે ગુરુ ન બનવું જોઈએ. વ્યક્તિએ માતા કે પિતા પણ ન બનવું જોઈએ, જો તે તેમ નથી કરી શકતો. આ રીતે, કોઈ મિત્ર, કોઈ બંધુ, કોઈ પિતા, કોઈ..., જો વ્યક્તિ બીજાને શીખડાવી ન શકે કેવી રીતે મૃત્યુના ચંગુલથી બચવું. તો સમસ્ત દુનિયામાં આ શિક્ષાની જરૂર છે. અને સરળ વસ્તુ છે કે વ્યક્તિ બચી શકે છે આ જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગના ચક્રથી માત્ર કૃષ્ણ ભાવનાભાવિત બનીને.