GU/Prabhupada 0066 - આપણે કૃષ્ણની ઈચ્છાઓ સાથે સહમત થવું જોઈએ

Revision as of 13:54, 10 June 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0066 - in all Languages Category:GU-Quotes - 1975 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on BG 16.4 -- Hawaii, January 30, 1975

હવે તે આપણી પસંદગી ઉપર છે કે આપણે ભક્ત બનવું છે કે નહીં. કે આપણે અસુર જ રહેવું છે. તે મારી પસંદગી છે. કૃષ્ણ કહે છે કે "તું આ આસુરિક પ્રવૃતિનો ત્યાગ કરીને મને શરણાગત થા." તે કૃષ્ણની ઈચ્છા છે. પણ જો તમે કૃષ્ણની ઈચ્છાને માનશો નહીં, જો તમને તમારી પોતાની ઈચ્છાનો આનંદ લેવો છે, તો પણ, કૃષ્ણ પણ પ્રસન્ન છે, તેઓ તમને બધી સગવડો આપશે. પણ તે બહુ સારું નથી. આપણે કૃષ્ણની ઈચ્છાઓ સાથે સહમત થવું જોઈએ. આપણે આપણી ઈચ્છાઓને,આસુરિક ઈચ્છાઓને વધવા ન દેવી જોઈએ. તેને કેહવાય છે તપસ્યા. આપણી ઈચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ. તેને કેહવાય છે ત્યાગ. આપણે માત્ર કૃષ્ણની ઈચ્છાનો સ્વીકાર કરવો જોઈએ. તે ભગવદ ગીતાનો ઉપદેશ છે. અર્જુનની ઈચ્છા હતી કે તે યુદ્ધ ના કરે, પણ કૃષ્ણની ઈચ્છા હતી કે તે યુદ્ધ કરે, બિલકુલ વિરુદ્ધ. અર્જુન અંતમાં કૃષ્ણની ઈચ્છા સાથે સહમત થયો: "હા," કરિષ્યે વચનમ તવ (ભ.ગી. ૧૮.૭૩): "હા, હું તમારી ઈચ્છા મુજબ લડીશ." તે ભક્તિ છે.

તે છે અંતર ભક્તિ અને કર્મ વચ્ચે. કર્મ એટલે કે મારી ઇચ્છાઓની પૂર્તિ કરવી, અને ભક્તિ એટલે કે કૃષ્ણની ઈચ્છાની પૂર્તિ કરવી. તે અંતર છે. હવે તમે તમારો નિર્ણય લો, કે તમને તમારી ઈચ્છાઓની પૂર્તિ કરવી છે કે તમને કૃષ્ણની ઇચ્છોની પૂર્તિ કરવી છે. જો તમારો નિર્ણય કૃષ્ણની ઈચ્છાને પૂર્તિ કરવાનો છે, તો તમારું જીવન સફળ છે. તે આપણું કૃષ્ણ ભાવનાભાવિત જીવન છે. "કૃષ્ણને જોઈએ છે; મારે કરવું જ પડે. હું મારા માટે કશું નહીં કરું." તે વૃંદાવન છે. વૃંદાવનના બધા નિવાસીઓ, તેઓ કૃષ્ણની ઈચ્છાને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. ગોપાળો, વાછરડા, ગાયો, વૃક્ષો, પુષ્પો, જળ ,ગોપીઓ, પ્રૌઢ નિવાસીઓ, માતા યશોદા, નંદ, તેઓ બધા કૃષ્ણની ઇચ્છાઓની પૂર્તિમાં પ્રવૃત છે. તે વૃંદાવન છે. તો તમે આ ભૌતિક જગતને વૃંદાવનમાં બદલી શકો છો જો તમે કૃષ્ણની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે સહમત થાઓ તો. તે વૃંદાવન છે. અને જો તમારે તમારી ઇચ્છાઓની પૂર્તિ કરવી છે, તે ભૌતિક છે. તે અંતર છે ભૌતિક અને આધ્યાત્મિક વચ્ચે.