GU/Prabhupada 0076 - કૃષ્ણને સર્વત્ર જુઓ

Revision as of 16:05, 14 June 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0076 - in all Languages Category:GU-Quotes - 1971 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Ratha-yatra -- San Francisco, June 27, 1971

જ્યારે આપણીઆંખો, ભગવાનના પ્રેમથી સુસજ્જિત થાય છે, ત્યારે આપણે તેમને બધી જગ્યાએ જોઈ શકીએ છીએ. તે શાસ્ત્રોનો ઉપદેશ છે. આપણે આપણી જોવાની શક્તિને વિકસિત કરવી જોઈએ ભાગવત-પ્રેમનો વિકાસ કરીને. પ્રેમાંજન-ચ્છૂરિત ભક્તિ-વિલોચનેન (બ્ર.સં. ૫.૩૮). જ્યારે વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં પર્યાપ્ત રીતે વિકસિત બની ગયો છે, તે ભગવાનને દરેક ક્ષણે હ્રદયમાં અને બધી જગ્યાએ, જ્યાં પણ તે જાય છે, જોઈ શકે છે, તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એક પ્રયત્ન છે લોકોને શીખવાડવા માટે કેવી રીતે ભગવાનને જોવા, કેવી રીતે કૃષ્ણને જોવા. કૃષ્ણને જોઈ શકાય છે જો આપણે અભ્યાસ કરીશું તો. જેમ કે કૃષ્ણ કહે છે, રસો અહમ અપ્સુ કૌન્તેય (ભ.ગી. ૭.૮). કૃષ્ણ કહે છે, "હું જળનો સ્વાદ છું." આપણે બધા, દરરોજ પાણી પીએ છીએ, એક વાર, બે વાર, ત્રણ વાર નહીં, વધારે. તો, જેવા આપણે પાણી પીશું, જો આપણે એમ વિચારીશું કે જળનો આ સ્વાદ કૃષ્ણ છે, તરતજ આપણે કૃષ્ણ ભાવનાભાવિત બની જઈશું. કૃષ્ણ ભાવનાભાવિત બનવું બહુ અઘરું કાર્ય નથી. બસ આપણે તેનો અભ્યાસ કરવો પડે છે.

જેમ કે આ એક ઉદાહરણ છે કેવી રીતે કૃષ્ણ ભાવનાભાવિત બનવું. જ્યારે તમે પાણી પીશો, જેવા તમે સંતુષ્ટ થશો, તમારી તરસ માટી જાય છે, ત્યારે તમે વિચારજો કે તમારી આ તરસને શાંત પાડે તે શક્તિ કૃષ્ણ છે. પ્રભાસ્મી શશિ સુર્યયો: (ભ.ગી. ૭.૮). કૃષ્ણ કહે છે, "હું સૂર્યના કિરણો છું. હું ચંદ્રની કાંતિ છું." તો દિવસના સમયે, આપણે બધા સૂર્યના પ્રકાશને જોઈએ છીએ. જેવા આપણે સૂર્યના કિરણોને જોઈએ છીએ, તરતજ તમે કૃષ્ણનું સ્મરણ કરી શકો છો, "અહી કૃષ્ણ છે." જેવા તમે ચંદ્રની કાંતિને જુઓ છો, તરતજ તમે કૃષ્ણનું સ્મરણ કરી શકો છો, "અહી કૃષ્ણ છે." આ રીતે, જો તમે અભ્યાસ કરશો, તો કેટલા બધા ઉદાહરણો છે, ભગવદ ગીતામાં કેટલા બધા ઉદાહરણો અપાયા છે, સાતમા અધ્યાયમાં, જો તમે ધ્યાનથી વાંચશો, કેવી રીતે કૃષ્ણ ભાવનામૃતનો અભ્યાસ કરવો. ત્યારે, તે સમયે જ્યારે તમે કૃષ્ણના પ્રેમમાં પૂર્ણ રીતે વિકસિત થશો, ત્યારે તમે કૃષ્ણને બધી જગ્યાએ જોશો. તમને કૃષ્ણને જોવા માટે કોઈ મદદ નહીં કરવી પડે, પણ કૃષ્ણ તમારી સામે પ્રકટ થશે, તમારી ભક્તિથી, તમારા પ્રેમથી. સેવન્મુખે હિ જીહ્વાદૌ સ્વયમ એવ સ્ફુરતી અદઃ (ભ.ર.સી. ૧.૨.૨૩૪). કૃષ્ણ, જ્યારે આપણે સેવાભાવમાં છીએ, જ્યારે વ્યક્તિ સમજે છે કે "હું કૃષ્ણ કે ભગવાનનો નિત્ય દાસ છું," ત્યારે કૃષ્ણ તમને મદદ કરે છે કેવી રીતે તેમને જોવા.

તે ભગવદ ગીતામાં કહેલું છે,

તેશામ સતત યુક્તાનામ
ભજતામ પ્રીતિ પૂર્વકમ
દદામી બુદ્ધિ યોગામ તમ
યેન મામ ઉપયાન્તી તે
(ભ.ગી. ૧૦.૧૦)