GU/Prabhupada 0082 - કૃષ્ણ બધી જગ્યાએ ઉપસ્થિત છે

Revision as of 21:46, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 4.24 -- August 4, 1976, New Mayapur (French farm)

ભક્ત: આપણે કહીએ છીએ કે કૃષ્ણ આધ્યાત્મિક, સજીવ પ્રાણિઓના હ્રદયમા હાજર છે.

પ્રભુપાદ: કૃષ્ણ સર્વત્ર હાજર છે.

ભક્ત: એક વ્યક્તિ તરીકે અથવા એક શક્તિ તરીકે?

પ્રભુપાદ: તેમની શક્તિમા. વ્યક્તિ તરીકે પણ. પરંતુ આપણે વર્તમાન આંખો સાથે ન જોઈ શકીએ, પરંતુ શક્તિ આપણે અનુભવી શકીએ. આ મુદ્દો વધુ અને વધુ સ્પષ્ટ કરો. તેથી સંપૂર્ણપણે સમજાશે ત્યારે, તો પછી આ શ્લોક, બધુ જ બ્રહ્મ છે, સર્વં ખલ્વ ઈદમ બ્રહ્મ… એક ઉચ્ચ ભક્ત, તે કૃષ્ણ સિવાય કશું જોતો નથી.

ભક્ત: શ્રીલ પ્રભુપાદ, આ ભૌતિક શક્તિ અને આધ્યાત્મિક શક્તિ વચ્ચે કોઈ વાસ્તવિક તફાવત છે?

પ્રભુપાદ: હા, તફાવત, ઘણા તફાવતો છે. આ જ ઉદાહરણ, વીજળી. ઘણી બધી વસ્તુઓ કામ કરે છે, ઊર્જાનો તફાવત છે. ડિક્ટોફોન પણ કામ કરે છે, વીજળી. એ જ ઊર્જા, વીજળી દ્વારા. તેથી કૃષ્ણ કહે છે અહમ સર્વસ્ય પ્રભવઃ (ભ.ગી. ૧૦.૮). તેઓ બધાના મૂળ છે.

ભક્ત: ભગવદ્ ગીતામાં સમજાવેલું છે કે માનવ જીવનકાળ દરમિયાન શરીર બદલે છે, પરંતુ આપણે જોઈએ છીએ કે એક કાળો માણસ ક્યારેય સફેદ નથી બનતો, અથવા તે અચલ છે, છતાં શરીરની અંદર સતત કંઈક બદલાય છે. તે શું છે? આ કેવી રીતે શક્ય છે, શરીર બદલાય છે, પરંતુ હજુ પણ આપણે કોઈને તેના બાળપણથી વૃદ્ધ વય સુધી ઓળખી શકીએ છીએ.

પ્રભુપાદ: તેથી તમે જ્યારે વધુ ઉચ્ચ બનશો ત્યારે તમને કાળા અને સફેદ વચ્ચે કોઈ ભેદ નહીં મળે. જેમ કે એક પુષ્પ જન્મ લે છે, તેમા ઘણા રંગો હોય છે. તો તે એક જ સ્ત્રોતમાંથી આવે છે. આમ તો આવો કોઈ તફાવત નથી, પરંતુ તેને સુંદર બનાવવા માટે ઘણા રંગો હોય છે. સૂર્યપ્રકાશમા સાત રંગો છે, અને તે સાત રંગોમાથી, વિવિધ રંગો બહાર આવી રહ્યા છે, મૂળ એક રંગ સફેદ, અને તે પછી ઘણા રંગો આવી રહ્યા છે. શું તે સ્પષ્ટ થયુ કે નહીં?

ભક્ત: શ્રીલ પ્રભુપાદ, કૃષ્ણએ બધું બનાવ્યુ છે અને બધું કૃષ્ણની ઇચ્છાને રજૂ કરવામાં આવે છે તો, શું આપણે ખરેખર કહી શકીએ કે સારુ કે ખરાબ શું છે?

પ્રભુપાદ: સારુ કે ખરાબ કઈ નથી હોતુ, તે માનસિક કલ્પના છે. પરંતુ સમગ્ર રીતે જોઈએ તો, આ ભૌતિક વિશ્વમાં બધું જ ખરાબ છે.