GU/Prabhupada 0121 - અંતમાં કૃષ્ણ કાર્ય કરે છે

Revision as of 09:21, 28 April 2015 by YamunaVani (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0121 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Morning Walk At Cheviot Hills Golf Course -- May 17, 1973, Los Angeles

કૃષ્ણ-કાંતિ:ડોકટરો માનવ મગજના જટિલ સ્વભાવને જોઇને અચંભિત છે. પ્રભુપાદ:હા,હા. કૃષ્ણ-કાંતિ:તે આશ્ચર્યચકિત છે. પ્રભુપાદ:પણ તે લુચ્ચા છે.એમ નથી કે મગજ કાર્ય કરે છે. તે આત્મા છે જે કાર્ય કરે છે. તેજ વસ્તુ:કોમ્પ્યુટરની મેશીન.એક લુચ્ચો એમ વિચારશે કે તે યંત્ર કાર્ય કરી રહ્યું છે. નહિ.તે માણસ કાર્ય કરી રહ્યો છે.તે બટનને દબાવે છે,ત્યારે તે કાર્ય કરે છે. નહીતર,આ યંત્ર નું શું મૂલ્ય છે? તમે હજારો વર્ષો માટે યંત્ર રાખો,તે કાર્ય નથી કરશે. જ્યારે બીજો માણસ આવશે,અને બટન દબાવશે,ત્યારે તે કાર્ય કરશે. તો કોણ કાર્ય કરે છે?યંત્ર કાર્ય કરે છે કે માણસ કાર્ય કરે છે? અને મનુષ્ય પણ બીજો યંત્ર છે.અને તે ચાલી રહ્યું છે પરમાત્મા,ભગવાનના હાજરીના કારણે. તેથી,અંતમાં,ભગવાનજ કાર્ય કરે છે. એક મરેલો માણસ કાર્ય નથી કરી શકતો. તો કેટલા લાંબા સમય સુધી માણસ જીવિત રહી શકે છે?જ્યાર સુધી પરમાત્મા છે,ત્યાર સુધી આત્મા પણ છે. જો આત્મા છે,પણ પરમાત્મા તેને બુદ્ધિ નથી આપશે,તો તે કાર્ય નથી કરી શકતો. મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહનમ ચ(ભ.ગી.૧૫.૧૫) ભગવાન મને બુદ્ધિ આપે છે,"તું અહી બટન રાખ".ત્યારે હું અહી બટન રાખીશ. તો અંતમાં કૃષ્ણ કાર્ય કરે છે. બીજો,અશિક્ષિત માણસ આવી નથી શકતો અને તેના ઉપર કાર્ય નથી કરી શકતો કારણ કે કોઈ બુદ્ધિ નથી. અને એક પ્રત્યેક વ્યક્તિ છે,જે પ્રશિક્ષિત છે,તે કાર્ય કરી શકે છે.તો આ બધા વસ્તુઓ ચાલી રહ્યા છે,અંતમાં તે કૃષ્ણ પાસે આવે છે. જે પણ તમે સંશોધન કરો છો,જે તમે વાતું કરો છો,તે પણ કૃષ્ણજ કરે છે. કૃષ્ણ તમને આપે છે...તમે આ સગવડ માટે કૃષ્ણને પ્રાર્થના કરી હતી.કૃષ્ણ તમને આપે છે. થોડા સમયે તમે જોશો કે અકસ્માતથી પ્રયોગ સફળ થાય જાય છે. તો જ્યારે કૃષ્ણ જોવે છે કે તમે પ્રયોગમાં આટલા બધા ત્રાસ-ગ્રસ્ત છો,"ચાલો કરી દો." જેમ કે યશોદા માં કૃષ્ણને બાંધવાનો પ્રયત્ન કરી રહી હતી,પણ તે કરી નથી શકી. પણ જ્યારે કૃષ્ણ સહમત થયા,તે સંભવ બન્યું. તેમજ,આ અકસ્માત એટલે કે કૃષ્ણ તમને મદદ કરે છે,"ઠીક છે,તમે આટલું બધું કષ્ટ કર્યું,આ પરિણામ લે." બધું કૃષ્ણ છે. મત્તઃ સર્વં પ્રવર્તતે(ભ.ગી.૧૦.8).તે સમજાવેલું છે. મત્તઃ સ્મૃતિર જ્ઞાનમ અપોહાનામ ચ(ભ.ગી.૧૫.૧૫).બધું કૃષ્ણથી આવે છે. સ્વરૂપ દામોદર:તે કહે છે,"કૃષ્ણે મને યોગ્ય વિધિ નથી આપી કેવી રીતે પ્રયોગ કરી શકે તે માટે." પ્રભુપાદ:હા,તે તમને આપે છે.નહીતર તમે કેવી રીતે કરો છો. જે પણ તમે કરો છો,તે કૃષ્ણની કૃપાથી છે. અને જ્યારે તમે હજી અનુકૂળ હશો,ત્યારે કૃષ્ણ તમને વધારે સગવડો આપશે. કૃષ્ણ તમને સગવડો આપશે,તમારા ઉપર કૃપા કરશે,જેટલી તમારી ઈચ્છા છે,પણ તેના કરતા વધારે નહિ. એ યથા માં પ્રપદ્યન્તે તાંસ તથૈવ... જેટલા તમે કૃષ્ણને શરણાગત થશો,તે પ્રમાણે બુદ્ધિ આવશે. જ્યારે તમે પૂર્ણ રૂપે શરણાગત થશો,ત્યારે પૂર્ણ બુદ્ધિ મળશે. તે ભગવદ ગીતા માં બતાવેલું છે,કે એ યથા માં પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ(ભ.ગી.૪.૧૧)