GU/Prabhupada 0125 - સમાજ એટલો પ્રદૂષિત છે

Revision as of 09:53, 16 June 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0125 - in all Languages Category:GU-Quotes - 1974 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 1.5.23 -- Vrndavana, August 4, 1974

બધા લોકો જે શુદ્રોથી પણ નીચે છે, તેમને પંચમ કેહવાય છે, પાંચમો દર્જો. પહેલો દર્જો બ્રાહ્મણ, બીજો દર્જો ક્ષત્રીય, ત્રીજો દર્જો વૈશ્ય, ચોથો દર્જો શૂદ્ર, અને બીજા બધા - પાંચમો દર્જો. તેમને ચાંડાલ કેહવાય છે. ચાંડાલ... ઝાડુ મારનાર, મોચી, અને...નીચા દર્જા વાળા. હજી પણ, ભારતમાં, આ પાંચમાં દર્જાના લોકો જ, તેઓ માંસ, ભૂંડ, અને કોઈક વાર ગાય ખાય છે. પાંચમાં દર્જાના. હવે તે એક આદત બની ગયી છે. અને તે પ્રથમ દર્જાનો માણસ છે. તો જરા જુઓ. જે પાંચમાં દર્જાના લોકોનું કાર્ય હતું, તે હવે કહેવાતા રાજકારણીઓનું કાર્ય બની ગયું છે. તમે જુઓ. તો જો તમે પાંચમાં દર્જાના લોકો દ્વારા શાષિત થાઓ છો, ત્યારે તમે કેવી રીતે સુખી બની શકો છો? તે શક્ય નથી. કેવી રીતે કોઈ પણ સામાજિક શાંતિ હોઈ શકે? તે શક્ય નથી. પણ પાંચમાં દર્જાનો વ્યક્તિ પણ, કૃષ્ણ ભાવનામૃત આંદોલન દ્વારા શુદ્ધ બની શકે છે. તેથી આ અંદોલનની મહાન જરૂર છે. કારણકે વર્તમાન સમયે, કોઈ પહેલા દર્જાનો વ્યક્તિ નથી, કોઈ બીજા દર્જાનો વ્યક્તિ પણ નથી. કદાચ ત્રીજા દર્જાનો, ચોથા દર્જાનો, પાંચમાં દર્જાનો, છટ્ઠા દર્જાનો હશે, તેમ. પણ તેઓ પણ શુદ્ધ થઇ શકે છે. એક જ વિધિ છે કૃષ્ણ ભાવનામૃત આંદોલન. કોઈ પણ શુદ્ધ થઇ શકે છે. મામ હી પાર્થ વ્યપાશ્રિત્ય યે અપિ પાપ યોનય: (ભ.ગી. ૯.૩૨). તેમને કેહવાય છે પાપ યોનિ, નીચા દર્જાના પરિવારમાં. પાપ યોનિ. કૃષ્ણ કહે છે, યે અપિ પાપ સ્યૂ: પાપ યોનયઃ કોઈ વાંધો નહીં કે કયા પ્રકારની પાપ યોનિ. મામ હી પાર્થ વ્યપા ..."જો તે મારી શરણ લેશે, તો..." તે શરણ લઇ શકાય છે કારણ કે કૃષ્ણનો પ્રતિનિધિ પ્રચાર કરે છે.

તો કોઈ અછત નથી. માત્ર વ્યક્તિએ તેમની શરણ લેવી પડે. બસ તેટલું જ. જેમ કે ચૈતન્ય મહાપ્રભુનો ઉદ્દેશ્ય છે આ પ્રચારકને બનાવા માટે. "બધી જગ્યાએ જાઓ." આમાર આજ્ઞાય ગુરુ હયા તાર એઈ દેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). "જાઓ." તેઓ નિત્યાનંદ પ્રભુ અને હરિદાસ ઠાકુરને મોકલતા હતા, પ્રચાર માટે, "કૃપા કરીને હરે કૃષ્ણનો જપ કરો. કૃપા કરીને હરે કૃષ્ણનો જપ કરો. કૃપા કરીને કૃષ્ણને શરણાગત થાઓ." અને શેરીમાં ટોળું હતું. નિત્યાનંદ પ્રભુ અને હરિદાસ ઠાકુરે જોયું, અને તેમને પૂછ્યું, "આ ટોળું શું છે?" "ના, આ બે ભાઈ છે જગાઈ અને માધાઈ, ખૂબજ કષ્ટદાયક છે. તેઓ દારૂડિયા, સ્ત્રીશિકારી અને માંસાહારી છે, અને તેઓ હમેશા સંકટ પેદા કરે છે." તો નિત્યાનંદ પ્રભુએ તરતજ નિર્ણય લીધો, "કેમ પેહલા આ લોકોનો ઉદ્ધાર ના કરવો? ત્યારે મારા પ્રભુના નામનો યશ ગવાશે. શ્રી ચૈતન્ય મહાપ્રભુના નામનો મહિમા ગવાશે."

આ એક શિષ્યનું કર્તવ્ય છે, કેવી રીતે ગુરુના ગુણગાન કરવા, પરંપરા. હું મારા ગુરુ મહારાજનું ગુણગાન કરું, તમે તમારા ગુરુ મહારાજનું ગુણગાન કરો. જો આપણે બસ તેટલું જ કરીએ, ગુણગાન ગાઈએ, તો કૃષ્ણ સંતુષ્ટ થઇ જશે. તે નિત્યાનંદ પ્રભુનો નિર્ણય હતો, કે "કેમ આ પતિત આત્માઓનો ઉદ્ધાર પેહલા ના કરીએ?" કારણ કે ચૈતન્ય મહાપ્રભુનો અવતાર પતિત આત્માઓનો ઉદ્ધાર કરવા માટે છે. અને આ...આ યુગમાં પતિત આત્માઓની કોઈ અછત નથી.

પતિત પાવન હેતુ તવ અવતાર,
મો સમ પતિત પ્રભુ ન પાઈબો આર

નરોત્તમ દાસ ઠાકુર પોતાને શ્રી ચૈતન્ય મહાપ્રભુના ચરણ કમળે રાખે છે, કે "મારા પ્રિય ભગવાન, તમારો અવતાર આ પતિત આત્માઓને તારવાનો છે. પણ હું બધા પતિત આત્માઓમાંથી સૌથી નીચો છું. તો મારો હક પેહલો છે. કૃપા કરીને મારો ઉદ્ધાર કરો." મો સમ પતિત પ્રભુ ન પાઈબે આર. "તમે છો, તમારો નિશ્ચય, પતિતોનો ઉદ્ધાર કરવાનો છે. તો હું પ્રથમ વર્ગનો પતિત છું. કૃપા કરીને મારો ઉદ્ધાર કરો."

તો કલિયુગ માં લોકો પીડિત છે. તેઓ બધા પતિત છે, બધા માંસાહારીઓ, બધા દારુડીયા, બધા પાંચમાં અને છઠ્ઠા વર્ગના માણસો. તેઓ ખૂબજ અભિમાની છે, પણ વાસ્તવમાં તેઓ પાંચમાં વર્ગના, છટ્ઠા વર્ગના, દસમાં વર્ગના લોકો છે, સજ્જન પણ નથી. તેથી મારા ગુરુ મહારાજ કહેતા હતા કે, "કોઈ પણ સજ્જન અહી ના રહી શકે. સમાજ એટલો પ્રદૂષિત છે." અને... પણ, ચૈતન્ય મહાપ્રભુની સેવા માટે તક છે. કારણકે સમાજ એટલો પતિત છે, તેથી સારી તક છે શ્રી ચૈતન્ય મહાપ્રભુની સેવા માટે. કારણકે શ્રી ચૈતન્ય મહાપ્રભુનો અવતાર પણ આ પતિત આત્માઓના ઉદ્ધાર માટે છે. તો તમારી પાસે તક છે શ્રી ચૈતન્ય મહાપ્રભુની સેવા કરવાની... શ્રી ચૈતન્ય મહાપ્રભુને પ્રસન્ન કરવા માટે કારણકે તેઓ બધા પતિત આત્માઓનો ઉદ્ધાર કરવા માગતા હતા. કૃષ્ણને પણ જોઈતું હતું. યદા યદા હી ધર્મસ્ય ગ્લાનીર ભવતી ભારત (ભ.ગી. ૪.૭). કૃષ્ણ અવતરિત થાય છે... આ છે... ભગવાનનું કાર્ય તેવી રીતે ચાલી રહ્યું છે. તેઓ ખૂબ જ આતુર છે આ બધા ધૂર્તોનો ઉદ્ધાર કરવા માટે, જે આ ભૌતિક જગતમાં સડી રહ્યા છે. કૃષ્ણ હમેશા આતુર છે. તેઓ પોતે આવે છે. તેઓ ભક્તના રૂપે આવે છે. તેઓ આવે છે, તેમના પ્રામાણિક સેવક, પ્રમાણિક પુત્રોને મોકલે છે.

તો આ કૃષ્ણની ચિંતા છે, આ બધા પતિત આત્માઓનો ઉદ્ધાર કરવો. તેથી આ મહાન તક છે. યોગીનીઓ, યોગીન:, તેઓ સમસ્ત જગતમાં ભ્રમણ કરી રહ્યા છે. માત્ર વર્ષા ઋતુમાં તેઓ વિશ્રામ લેતા હતા. એવું નથી કે બીજી ઋતુઓમાં તેઓ જમીને સુઈ જતા હતા. ના. કારણકે વર્ષા ઋતુમાં, પ્રવાસ કરવો, તે બાધા છે, તેથી માત્ર ચાર મહિના. તો આ ચાર માસમાં જ્યાં પણ તેઓ રહે, માત્ર કોઈના દ્વારા સેવા પ્રાપ્ત કરીને, જેમ એક સેવક પુત્ર, તેમનો ઉદ્ધાર થઇ જાય. પ્રચાર કરવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. માત્ર સેવા કરવાની તક આપીને, આ પતિત આત્માઓનો ઉદ્ધાર થઇ જતો હતો. પણ તમે સક્ષમ હોવા જોઈએ, મફતમાં સેવા ના લેવી જોઈએ. નહીતો તમે નર્કમાં જશો. જો તમે વાસ્તવમાં આધ્યાત્મિક સ્થિતિમાં છો, તો બીજાને સેવા કરવાની થોડી તક આપીને, તેનો ઉદ્ધાર થઇ જશે. તત્વજ્ઞાનને સમજવાનો કોઈ પ્રશ્ન નથી. એક ભક્ત એટલો પૂર્ણ હોવો જોઈએ. પદ્ધતિ છે, તેથી જેવા આપણે એક ભક્તને જોઈએ, ત્યારે તે પ્રણામ કરે અને ચરણ સ્પર્શ કરે. આ પદ્ધતિ છે. કારણ કે ચરણના સ્પર્શ કરવાથી... મહત-પાદ-રજો-ભીશેખમ (શ્રી.ભા. ૭.૫.૩૨). જો વ્યક્તિ વાસ્તવમાં આધ્યાત્મિક જીવનમાં ઉન્નત થયેલો છે અને તે, અને લોકો તેના ચરણ કમળને સ્પર્શ કરવાની તકનો લાભ લે છે, ત્યારે તે ભક્ત બની જાય છે. આ વિધિ છે.