GU/Prabhupada 0130 - કૃષ્ણ કેટલા બધા અવતારોમાં પ્રકટ થાય છે

Revision as of 14:39, 30 April 2015 by YamunaVani (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0130 - in all Languages Category:GU-Quotes - 1974 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on BG 4.5 -- Bombay, March 25, 1974

કૃષ્ણ કેટલા બધા અવતારોમાં પ્રકટ થાય છે. અને બસ તમે સમજવાનો પ્રયત્ન કરો કે કૃષ્ણનો સ્તર શું છે. તે બધાના હૃદયમાં પરમાત્માના રૂપે સ્થિત છે. ઈશ્વર: સર્વ ભૂતાનમ હ્ર્દ દેશે અર્જુન તિષ્ઠતી(ભ.ગી.૧૮.૬૧) અને તે બધાને નિર્દેશન આપે છે. અને અનંત જીવ છે. તો તેમને કેટલા બધા જીવોને વિવિધ પ્રકારોથી ઉપદેશ આપવા પડે છે. તે કેટલા વ્યસ્ત છે,તમે માત્ર કલ્પના કરવાનો પ્રયત્ન કરો. છતાં,તેમનો સ્તિથી તેજ છે. ગોલોક એવ નિવસતિ અખિલાત્મ ભૂતઃ(બ્ર.સં.૫.૩૭).ગોલોક એવ નિવસતિ કૃષ્ણ હજી પણ તેમના મૂળ સ્થાન,ગોલોક વૃંદાવનમાં છે. અને તે શ્રીમતી રાધારાનીનો સંગનો આનંદ લે છે. તે ધંધો...તે માયાવાદી સિદ્ધાંત નથી. કારણ કે તેમને પોતાને કેટલા બધા જીવોના હૃદયોમાં વિસ્તારિત કર્યો છે. તેનો અર્થ એમ નથી કે તે પોતાના ધામમાં તે પતિ ગયા છે.નહિ.છતાં તે ત્યાં છે.તે કૃષ્ણ છે. પૂર્ણસ્ય પૂર્નમ આદાય પૂર્નમ એવાવશીશ્યતે(ઈશો.aavahan).આ vedik maahiti છે. અહી...અહી આપણા પાસે ભૌતિક અનુભવ છે. જો તમારા પાસે એક રૂપયો છે,અને તેમાંથી તમે એક આનો કાઢી મુકો,ત્યારે તમારા પાસે પંદર આના બચશે. કે તમે બે આના કાઢી મુકશો,ત્યારે ચોઉદ આના બચશે. તમે સોળ આના નીકાળશો,ત્યારે શૂન્ય થઇ જશે.. પણ કૃષ્ણ તેવા નથી.તે તેમને અનંત રૂપોમાં વિસ્તારિત કરી શકે છે. છતાં,મૂળ કૃષ્ણ ત્યાં છે.તે કૃષ્ણ છે. અમારા પાસે અનુભવ છે:એક માંથી એક નીકાળવાથી શૂન્ય રહશે. પણ,ત્યાં આધ્યાત્મિક જગતમાં...તેને સંપૂર્ણ કેહવામાં આવે છે. એક માંથી,દસ લાખ વાર એક નીકાળી દઉં,ત્યારે છતાં,મૂળ એક એકજ છે. તે કૃષ્ણ છે.અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રૂપમ(બ્ર.સં.૫.૩3) તો કૃષ્ણથી તમે સમજી નથી શકતા,વેદેશું,માત્ર વેદીક સાહિત્ય વાંચીને. યદ્યપિ વેદોનો અર્થ છે,વેદાંત એટલે કે કૃષ્ણ ને સમજવો. વેદૈસ ચ સર્વૈર અહં એવ વેદ્યઃ(ભ.ગી.૧૫.૧૫) પણ દુર્ભાગ્યવશ,આપણે કૃષ્ણ કે તેમના ભક્તનો શરણ નથી લેતા અમે સમજી નથી શકતા કે વેદોનો અર્થ શું છે. તે સાતમાં અધ્યાયમાં સમજાવામાં આવશે. મય્ય આસક્ત મનઃ પાર્થ...મય્ય આસક્ત મન: પાર્થ યોગમ યુંન્જમ મદ આશ્રય મદ આશ્રય.અસમ્શયમ સમગ્રમ માં યથા જ્નાસ્યસી તચ શ્ર્નું(ભ.ગી.૭.૧) જો તમને કૃષ્ણને સમજવું છે અસમ્શયમ,વગર કોઈ સંશય., અને પૂર્ણ રૂપે,ત્યારે,તમને આ યોગ પદ્ધતિનો અભ્યાસ કરવો જોઈએ. તે યોગ શું છે? મન-મના ભવ મદ ભક્તો મદ યાજી માં નમસ્કુરુ(ભ.ગી.૧૮.૬૫) મદ આશ્રય યોગમ યુંજ...યોગમ યુંન્જમ,મદ આશ્રય. મદ આશ્રય,આ શબ્દ ખુબજ મહત્વનું છે. મત એટલે કે-"જો તમે પ્રત્યક્ષ જાવો..."તે ખુબજ સરળ વાત નથી. - "...મારો શરણ લો કે જેને મારી શરણ લીધી છે,તેનું શરણ તમે લઉં." જેમ કે વીજળીનો કેન્દ્ર છે,અને સ્વીચ છે. તે કેન્દ્ર વીજળીના સ્વીચથી જોડાયેલું છે,અને જો તમે તાર સ્વીચમાં દબાવશો,ત્યારે તમને પણ વીજળી મળે છે. તેમજ,જેવી રીતે આ અધ્યાયના પ્રારંભમાં બતાવેલું છે,એવામ પરંપરા પ્રાપ્તમ ઈમામ રાજર્શાયો વિદુહ(ભ.ગી.૪.૨) જો તમે આ પરંપરા પદ્ધતિનો આશ્રય લેશો... તેજ ઉદાહરણ છે.જો તમે શરણ લેશો પ્લગનો, જે વીજળીના કેન્દ્રથી જોડાયેલું છે,તમને તરતજ વીજળી મળશે. તેમજ,જ્યારે તમે એવા વ્યક્તિનો શરણ લેશો જે પરંપરા પદ્ધતિમાં આવે છે.... એક પરંપરા પદ્ધતિ છે. કૃષ્ણ,તેમને ભગવાન બ્રહ્મને આદેશ આપ્યો હતો.ભગવાન બ્રહ્માએ નારદને આદેશ આપ્યો હતો. નારદે વ્યાસદેવને આદેશ આપ્યો.વ્યાસદેવે માધવાચાર્યને આદેશ આપ્યો હતો. મધ્વાચાર્યે કેટલા બધા વિધાનોથી ઉપદેશ આપ્યો હતો.ત્યારે માધવેન્દ્ર પૂરી... માધવેન્દ્ર પૂરી,ઈશ્વર પૂરી.ઈશ્વર પૂરીથી ભગવાન ચૈતન્ય. આ રીતે,એક પરંપરા પદ્ધતિ છે. ચાર વૈષ્ણવ સંપ્રદાય છે. રુદ્ર સંપ્રદાય,બ્રહ્મ-સંપ્રદાય,કુમાર સંપ્રદાય અને લક્ષ્મી સંપ્રદાય,શ્રી સંપ્રદાય. તો સંપ્રદાય-વિહીનસ એ મંત્રાસ તે નીશ્ફલાહ મતાહ જો તમે કૃષ્ણ નો ઉપદેશ સંપ્રદાય દ્વારા નથી સાંભળો ત્યારે નીશ્ફલાહ મતાહ,ત્યારે તમને જે પણ શીખ્યું છે,તે વ્યર્થ/નિરર્થક છે. તે વ્યર્થ છે.તે ખોટ છે. તો કેટલા બધા લોકો ભગવદ ગીતા વાંચે છે,પણ તે કૃષ્ણ કોણ છે તે સમજી નથી શકતા. કારણ કે તે એવમ પરંપરા પ્રાપ્તમ(ભ.ગ.૪.૨) પરંપરા,તમે પરંપરામાં નથી જશો...તેજ ઉદાહરણ. જો તમે વીજળી સ્વીચથી ન લો જે વીજ-કેન્દ્રથી જોડાયેલા છો. ત્યારે તમારા બલ્બ અને તારનો શું અર્થ છે?તે વ્યર્થ છે. તેથી કેવી રીતે કૃષ્ણ વિસ્તાર કરે છે,તે વેદેશું દુર્લબ છે. જો તમારા પાસે માત્ર પંડિતાઈવાળું જ્ઞાન છે,ત્યારે તે સંભવ નથી. વેદેશું દુર્લભમ અદુર્લભમ આત્મ-ભક્તો(બ્ર.સં.૫.૩૩) તે બ્રહ્મ-સંહિતાનો વાક્ય છે.