GU/Prabhupada 0132 - વર્ગહીન સમાજ વ્યર્થ સમાજ છે

Revision as of 11:58, 19 June 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0132 - in all Languages Category:GU-Quotes - 1974 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 7.1 -- Hyderabad, April 27, 1974

તો ભગવદ ગીતામાં આપણને માનવોની મુશ્કેલીઓના બધા સમાધાન મળશે, બધા સમાધાન. ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ: (ભ.ગી. ૪.૧૩). જ્યા સુધી તમે માનવ સમાજને ચાર વિભાગોમાં વિભાજીત ન કરો, બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શૂદ્ર ... તમારે વિભાજીત કરવું જ પડે. તમે એમ ના કહી શકો: "વર્ગહીન સમાજ." તે વ્યર્થ સમાજ છે. વર્ગહીન સમાજ મતલબ વ્યર્થ સમાજ. એક બુદ્ધિશાળી ઉચ્ચ વર્ગ, આદર્શ માનવોનો વર્ગ હોવો જોઈએ તે જોવા માટે કે: "અહી માનવ સંસ્કૃતિ છે." તે બ્રાહ્મણ છે. ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ... (ભ.ગી. ૪.૧૩). જ્યા સુધી લોકો આદર્શ માણસોને જોશે નહીં, તેઓ કેવી રીતે અનુસરણ કરશે? યદ યદ આચરતી શ્રેષ્ઠ:, લોકસ તદ અનુવર્તતે (ભ.ગી. ૩.૨૧). બ્રાહ્મણ શરીરના મગજ સાથે સરખાવેલો છે. જ્યા સુધી મગજ નથી, ત્યાર સુધી આ હાથ અને પગનો શું અર્થ? જો કોઈનું મગજ ફાટી ગયું છે, પાગલ, તે કશું કરી ના શકે. તો વર્તમાન સમયમાં, કારણકે આખા માનવ સમાજમાં બ્રાહ્મણ ગુણવત્તા ધરાવનાર વ્યક્તીઓની અછત છે... તેનો અર્થ નથી... બ્રાહ્મણ માત્ર ભારત કે હિંદુઓ માટે જ નથી. આખા માનવ સમાજ માટે. કૃષ્ણ કદી પણ કેહતા નથી કે ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ (ભ.ગી. ૪.૧૩). તે માત્ર ભારતીયો માટે, કે હિંદુઓ માટે, કે એક વર્ગ માટે જ છે. આખા માનવ સમાજ માટે, એક બુદ્ધિશાળી માણસોનો વર્ગ હોવો જોઈએ, કે જેનાથી લોકો અનુસરણ કરે. મગજ, સમાજનું મગજ. આ ભગવદ ગીતાની શિક્ષા છે. તમે કહી ના શકો કે "અમે મગજ વગર રહી શકીએ છીએ." ધારોકે તમારા શરીરમાથી તમારૂ મગજ કપાઈ ગયેલું છે, તમારૂ માથું કપાઈ ગયેલું છે, તો તમે સમાપ્ત. હાથ અને પગ મગજ વગર કેવી રીતે કાર્ય કરશે, જો મગજ નથી તો? તો વર્તમાન સમયે આખા માનવ સમાજમાં મગજની અછત છે. તેથી, તે સાવ અસ્તવ્યસ્ત અવસ્થામાં છે. તો જરૂર છે, જેમ કે ભગવદ ગીતામાં કહેલું છે. આ માનવ સમાજ, આખી માનવ સભ્યતાને આ રીતે સુધારવી જોઈએ કે... સ્વાભાવિક રીતે બુદ્ધિશાળી માણસોનો એક વર્ગ હોવો જોઈએ. પ્રથમ વર્ગના બુદ્ધિશાળી માણસો છે, દ્વિતીય વર્ગના બુદ્ધિશાળી લોકો, તૃતીય વર્ગ, ચતુર્થ વર્ગ, તેમ. તો પ્રથમ વર્ગના બુદ્ધિશાળી માણસો, તેઓ બ્રાહ્મણ હોવા જોઈએ, બ્રાહ્મણ ગુણવત્તાવાળા, અને તેઓ કૃષ્ણ ભાવનાભાવિત હોવા જ જોઈએ. ત્યારે તેઓ આખા સમાજને સરખી રીતે માર્ગદર્શન આપી શકે છે, અને કોઈ પણ મુશ્કેલી નહીં હોય. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે.

તો અહી કૃષ્ણ કહે છે કેવી રીતે કૃષ્ણ ભાવનાભાવિત બનવું. તે બ્રાહ્મણો માટે છે, કે બુદ્ધિશાળી માણસોનો વર્ગ માટે. તે કૃષ્ણ દ્વારા વર્ણિત થઈ રહ્યું છે. તે શું છે? મઈ આસક્ત મના: "મન મારા ઉપર આસક્ત થવું જોઈએ, કૃષ્ણ ઉપર," આ શરૂઆત છે. એક રીતે કે બીજા રીતે આપણે... આપણું મન બીજા કઈકથી આસક્ત છે. મન વિરક્ત નથી થઈ શકતું. આપણા પાસે કેટલી બધા ઈચ્છાઓ છે. તો મનનું કાર્ય છે -આસક્ત બનવું. તેથી, હું કઈ સ્વીકાર કરું છું. હું કઈ અસ્વીકાર કરું છું. આ મનનું કાર્ય છે. તો તમે શૂન્ય નથી બની શકતા, તમે ઇચ્છાહીન નથી બની શકતા. તે શક્ય નથી. આપણી વિધિ...જેમ કે બીજા, તેઓ કહે છે, "તમે ઇચ્છાહીન બની જાઓ." તે એક મૂર્ખ પ્રસ્તાવના છે. કોણ ઇચ્છાહીન બની શકે? તે શક્ય નથી. જો હું ઇચ્છાહીન છું, ત્યારે હું મરેલો માણસ છું. એક મરેલા માણસને કોઈ ઈચ્છા નથી. તો તે શક્ય નથી. તો આપણે આપણી ઈચ્છાઓને શુદ્ધ કરવી જોઈએ. તેની જરૂર છે. ઈચ્છાઓને શુદ્ધ કરવાની. સર્વોપાધી વિનીર્મુક્તમ તત-પરત્વેન નીર્મલમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૭૦). તેને શુદ્ધિકરણ કહેવાય છે. નીર્મલમ. તત-પરત્વેન. તત પરત્વેન એટલે કે જ્યારે આપણે ભગવદ ભાવનાભાવીત બનશું, કૃષ્ણ ભાવનાભાવિત, ત્યારે ઈચ્છાઓ શુદ્ધ બની જાય છે.

તો આપણે ઇચ્છાહીન બનવાના સ્તર ઉપર નહીં, પણ શુદ્ધ ઇચ્છાઓના સ્તર ઉપર આવવું જોઈએ. તેની જરૂર છે. તેથી અહી કહેલું છે મઈ આસક્ત મના: "તમે તમારા મનને ઇચ્છાહીન નથી બનાવી શકતા, પણ તમારા મનને મારા ઉપર લગાડો." તેની જરૂર છે. મઈ આસક્ત મનઃ.આ યોગ પદ્ધતિ છે. આને ભક્તિ-યોગ કેહવાય છે, અને આ પ્રથમ-વર્ગનો યોગ છે. તે ભગવદ ગીતામાં વર્ણવેલું છે, કે યોગીનામ અપી સર્વેશામ મદ ગતેન-અંતરઆત્મના (ભ.ગી. ૬.૪૭). યોગી, પ્રથમ વર્ગનો યોગી, યોગીનામ અપી સર્વેશામ... "વિવિધ પ્રકારોની યોગ પદ્ધતીઓ છે, પણ જે વ્યક્તિએ આ ભક્તિ યોગની પદ્ધતિનો સ્વીકાર કર્યો છે, તે હમેશા મારુ સ્મરણ કરે છે." જેમ કે આ છોકરાઓ અને છોકરીઓને હમેશા કૃષ્ણનું સ્મરણ કરવા માટે શિક્ષણ આપવામાં આવે છે, "હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે/હરે રામ હરે રામ રામ રામ હરે હરે." તો જો તમે ભગવદ ગીતા વાંચશો અને હરે કૃષ્ણનો જપ કરશો, તરતજ તમે સંપૂર્ણ વિજ્ઞાનને શીખી જશો કેવી રીતે કૃષ્ણથી આસક્ત થવું. આને કેહવાય છે મઈ આસક્ત મના: મઈ આસક્ત મના: પાર્થ યોગમ યુંજન, યોગનો અભ્યાસ કરવો..આને ભક્તિ યોગ કેહવાય છે. મદ આશ્રય. મદ આશ્રય એટલે કે "મારા નિર્દેશન અનુસાર" અથવા "મારા સંરક્ષણની અંદર." આશ્રય.