GU/Prabhupada 0140 - એક પથ પુણ્યવાન છે, બીજો પથ પાપમય છે - ત્રીજો કોઈ પંથ નથી

Revision as of 12:29, 19 June 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0140 - in all Languages Category:GU-Quotes - 1975 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 6.1.45 -- Laguna Beach, July 26, 1975

આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. અમે લોકોને શીખવાડી રહ્યા છે કે તમે જન્મોજન્મથી કષ્ટ ભોગવી રહ્યા છો. હવે માનવ સમાજ તે સ્થિતિ પર આવી ગયો છે કે તેને ખબર જ નથી કે આ જીવન પછી બીજું જીવન છે. તેઓ એટલા ઉન્નત થઇ ગયા છે. બિલકુલ બિલાડી અને કુતરા, તેઓને ખબર નથી કે જીવન પછી પણ જીવન છે. તે અહી કહેલું છે: યેન યાવાન યથાધર્મો ધર્મો વેહ સમીહીતઃ ઇહ, ઇહ એટલે કે "આ જીવનમાં." સ એવ તત ફલમ ભુન્ક્તે તથા તાવત અમૂત્ર વૈ (શ્રી.ભા. ૬.૧.૪૫). અમૂત્ર એટલે કે "આગલું જીવન." તો આપણે આપણા આગલા જીવન માટે તૈયારી કરી રહ્યા છે આ જીવનમાં.... યથા અધર્મા:, યથા ધર્મઃ .બે વસ્તુ છે: તમે પુણ્યશાળી રીતે કાર્ય કરી શકો છો કે પાપી રીતે. ત્રીજો કોઈ પથ નથી.એક પથ પુણ્યવાન છે, બીજો પથ પાપમય છે. તો અહી બન્ને કહેલાં છે. યેન યાવાન યાથાધર્મા:, ધર્મઃ ધર્મ એટલે કે રચનાત્મક. ધર્મ એટલે કે નથી, જેમ કોઈ અંગ્રેજી શબ્દકોશમાં બતાવેલું છે, "એક પ્રકારની શ્રદ્ધા." શ્રદ્ધા અંધ હોઈ શકે છે. તે ધર્મ નથી. ધર્મ એટલે કે મૂળ, રચનાત્મક સ્થિતિ. તે ધર્મ છે. મેં કેટલી વાર કહ્યું છે... જેમ કે પાણી. પાણી પ્રવાહી છે. તે તેનો ધર્મ છે. જળ, કોઈ કારણે જો તે બરફ બની જશે, પણ છતાં, તે ફરીથી પ્રવાહી બનવાનો પ્રયાસ કરે છે કારણ કે તે તેનો ધર્મ છે. તમે બરફ મુકો, અને ધીમે ધીમે તે પ્રવાહી બની જાય છે. તેનો અર્થ છે કે જળની ઘન અવસ્થા કૃત્રિમ છે. કોઈ રાસાયણિક ગોઠવણથી તે ઘન પદાર્થ બની ગયું છે, પણ સ્વભાવથી તે પ્રવાહી પદાર્થ છે.

તો આપણી વર્તમાન સ્થિતિ છે ઘન: "ભગવાન વિષે કઈ સાંભળવું નહીં." પણ આપણી સ્વાભાવિક સ્થિતિ છે કે આપણે ભગવાનના દાસ છીએ. કારણકે આપણે સ્વામીની શોધમાં છીએ... પરમ સ્વામી કૃષ્ણ છે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વ લોક મહેશ્વરમ (ભ.ગી. ૫.૨૯). કૃષ્ણ કહે છે, "હું સમસ્ત સૃષ્ટિનો સ્વામી છું. હું ભોક્તા છું." તેઓ સ્વામી છે. ચૈતન્ય ચરિતામૃત પણ કહે છે, એકલે ઈશ્વર કૃષ્ણ (ચૈ.ચ. આદિ ૫.૧૪૨). ઈશ્વર મતલબ નિયામક કે સ્વામી. એકલે ઈશ્વર કૃષ્ણ આર સબ ભૃત્ય (ચૈ.ચ. આદિ ૫.૧૪૨): "કૃષ્ણના સિવાય, જે પણ જીવ છે નાનો કે મોટો, તે બધા દાસ છે, કૃષ્ણના સિવાય." તેથી તમે જોશો કે કૃષ્ણ કોઈની પણ સેવા નથી કરતા, તેઓ હમેશા માત્ર આનંદ લે છે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વ લોક... બીજા આપણા જેવા, તે પહેલા ખૂબ મેહનત કરે છે, પછી તે ભોગ કરે છે. કૃષ્ણ ક્યારે પણ કાર્ય નથી કરતા. ન તસ્ય કાર્યમ કારણમ ચ વિદ્યતે. છતાં, તેઓ ભોગ કરે છે. તે કૃષ્ણ છે. ન તસ્ય...અ વૈદિક માહિતી છે. ન તસ્ય કાર્યમ કારણમ ચ વિદ્યતે: "ભગવાન કૃષ્ણ, તેમને કઈ પણ કરવાનું નથી." તમે જોશો, તેથી, કે કૃષ્ણ હમેશા ગોપીઓ સાથે નાચે છે અને ગોપ બાળકો સાથે રમે છે. અને જ્યારે તેમને થાક લાગે છે, ત્યારે તે યમુના પાસે આડા પડે છે અને તરતજ તેમના મિત્રો આવે છે. કોઈ તેમને પંખો નાખે છે; કોઈ તેમની માલીશ કરે છે. તેથી તેઓ સ્વામી છે. જ્યાં પણ તેઓ જાય, તેઓ સ્વામી છે. એકલ ઈશ્વર કૃષ્ણ. ઈશ્વર પરમ: કૃષ્ણ (બ્ર.સં. ૫.૧). પરમ નિયામક કૃષ્ણ છે. "ત્યારે તેમનો નિયામક કોણ છે?" ના, તેમનો કોઈ નિયામક નથી. તે કૃષ્ણ છે. અહી આપણે ફલાણા અને ફલાણા ના ડાયરેક્ટર છીએ, અમેરિકાના રાષ્ટ્રપતિ છીએ, પણ હું પરમ નિયામક નથી. જેવુ જનતા ઈચ્છે, મને નીચે ખેંચી દે છે. તે આપણે સમજતા નથી, અને આપણે પોતાને સ્વામી અને નિયામક માનીએ છીએ, પણ હું બીજા દ્વારા નિયંત્રિત છું. તો તે નિયામક નથી. અહિયાં આપણને કોઈ એક હદ સુધી નિયામક જોવા મળશે, પણ તે પોતે બીજા નિયામક દ્વારા નિયંત્રિત છે. તો કૃષ્ણ મતલબ તેઓ નિયામક છે, પણ તેમને નિયંત્રિત કરવાવાળો કોઈ નથી. તે કૃષ્ણ છે; તે ભગવાન છે. આ સમજવાનું વિજ્ઞાન છે. ભગવાન એટલે કે તે બધાના નિયંત્રક છે, પણ તેમનો કોઈ નિયંત્રક નથી.