GU/Prabhupada 0172 - સાચો ધર્મ છે કૃષ્ણને શરણાગત થવું

Revision as of 09:37, 23 June 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0172 - in all Languages Category:GU-Quotes - 1974 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 1.5.30 -- Vrndavana, August 11, 1974

તે ધર્મ છે, કૃષ્ણને શરણાગત થવું. નહિતો, જેમ શ્રીમદ ભાગવતમમાં કહેલું છે, ધર્મઃ પ્રોઝ્ઝિત કૈતવો અત્ર (શ્રી.ભા. ૧.૧.૨). બધી છેતરપિંડીવાળી ધાર્મિક પદ્ધતિઓને શ્રીમદ ભાગવતમમાથી લાત મારીને કાઢી નાખવામાં આવી છે. લાત મારીને બાહર કાઢવું ,પ્રોઝ્ઝિત. ભગવાનમાં લીન થવું, ભગવાન બનવું, ભગવાનનો અવતાર બનવું - આ બધી ધાર્મિક પદ્ધતિઓને શ્રીમદ ભાગવતમમાથી બહુ સખ્ત રૂપેથી લાત મારવામાં આવી છે. કારણકે તે ધર્મ નથી. વાસ્તવિક ધર્મ છે કૃષ્ણને શરણાગત થવું.

તેથી, તે કેહવામાં આવેલું છે, યત તત સાક્ષાદ ભગવદ ઉદિતમ (શ્રી.ભા. ૧.૫.૩૦). જો તમારે પરમ ભગવાનની પાસે જવું છે, તો તમારે પરમ ભગવાનના આદેશનું પાલન કરવું જ પડે. પણ તેમની પાસે કોઈ જ્ઞાન નથી કે પરમ ભગવાન કોણ છે, તેમનો આદેશ શું છે, તેમની સાથે આપણો સંબંધ શું છે... આ બધી વસ્તુઓની જાણકારી નથી. તે માત્ર, મારા કહેવાનો અર્થ છે, ભક્તોને ખબર છે. કેમ તે ફક્ત ભક્તો દ્વારા જ્ઞાત છે? તે પણ ભગવદ ગીતામાં કહેલું છે: ભક્ત્યા મામ અભિજાનાતી યાવાન યશ ચાસ્મી તત્ત્વતઃ (ભ.ગી. ૧૮.૫૫). જો તમારે જાણવું છે ભગવાન શું છે, કૃષ્ણ શું છે, તો તમારે આ ભક્તિ-માર્ગમાંથી જ જવું પડે... બીજો કોઈ માર્ગ નથી. કૃષ્ણ ક્યારેય પણ નથી કેહતા કે તેમને તર્ક-વિતર્ક દ્વારા જાણી શકાય છે કે કહેવાતા કાલ્પનિક જ્ઞાનથી જાણી શકાય છે. ના. ત્યારે તેમણે કહ્યું હોત "જ્ઞાનના માર્ગે તમે મને સમજી શકો છો." ના. ન તો કર્મ દ્વારા આપણે સમજી શકીએ છીએ. ન તો યોગ દ્વારા. તે શાસ્ત્રમાં કેટલી બધી જગ્યાએ સમજાવવામાં આવેલું છે. માત્ર ભક્તિ. માત્ર ભક્તિ. અને તે ગુરુ, કે મહાત્માનું કર્તવ્ય છે, ભક્તિ-માર્ગનો પ્રચાર કરવો. તે સૌથી ગુહ્ય.... તે સૌથી કરુણામય માનવકલ્યાણનું કાર્ય છે.

કારણ કે લોકો આ જ્ઞાનના અભાવના કારણે કષ્ટ ભોગવી રહ્યા છે. તેથી આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન એક જ આંદોલન છે - હું ખૂબજ ગર્વ સાથે ઘોષણા કરી શકું છું - જે આ માનવ સમાજનો વાસ્તવિક રીતે કોઈ લાભ કરી શકે છે. તે એકજ આંદોલન છે. બીજા બધા, ઢોંગી આંદોલન છે, હું એલાન કરું છું. તેમને આવીને શાસ્ત્રોનો અભ્યાસ કરીને પોતાના માટે નિર્ણય કરવા દો. તેઓ બધા છેતરે છે. માત્ર આ ભગવદ-ભક્તિ. કારણકે તમે ભગવાનને આ ભક્તિ-માર્ગના પાલન કર્યા વગર સમજી નથી શકતા. ભક્ત્યા મામ અભિજાનાતી યાવાન યશ ચાસ્મી તત્ત્વતઃ (ભ.ગી. ૧૮.૫૫). જો તમારે સત્ય જાણવું છે, તત્ત્વતઃ.. કૃષ્ણને જોઈએ છે કે તમે તેમને તત્ત્વતઃ સમજો. એવું નથી કે બાહ્ય રૂપથી આપણે કૃષ્ણને સ્વીકારીએ છીએ, કે "તેમને ગોપીઓ ખૂબજ ગમતી હતી, અને ચાલો આપણે કૃષ્ણની લીલાને સાંભળીએ." કેમ કૃષ્ણની ગોપીઓની લીલા? કૃષ્ણ દ્વારા અસુરોને મારવાની લીલા કેમ નહીં? તે, લોકો ઉત્સુક નથી, કૃષ્ણ દ્વારા અસુરોને મારવાની લીલા સાંભળવા માટે. કારણ કે ગોપીઓની લીલા, તેવુ લાગે છે કે જુવાન માણસ અને સ્ત્રી વચ્ચેનો વ્યવહાર છે, તે ખૂબજ શીઘ્રતાથી આકર્ષિત કરે છે. પણ કૃષ્ણના બીજા કાર્યો પણ છે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ (ભ.ગી. ૪.૮). તે પણ કૃષ્ણની લીલા છે. તે પણ કૃષ્ણની લીલા છે. જેમ કે ભગવાન રામચંદ્ર રાવણને મારે છે. તે પણ કૃષ્ણની લીલા છે. ભગવાન રામચંદ્રની લીલા અને કૃષ્ણની લીલા, તે છે...

તો આપણે કૃષ્ણની કોઈ પણ લીલાને સર્વોચ્ચ માનવી જોઈએ. એવું નહીં કે સૌથી ગુહ્ય... વૃંદાવન લીલા, કૃષ્ણની ગોપીઓ સાથે લીલા, તે સૌથી ગુહ્ય લીલા છે. આપણે આ ગુહ્ય લીલાનું ત્યા સુધી આસ્વાદન ન કરવું જોઈએ જ્યા સુધી આપણે મુક્ત નથી. તે ખૂબજ અઘરો વિષય છે. અને કારણકે તેઓ સમજી નથી શકતા કે કૃષ્ણની લીલા શું છે, તેઓ અનુકરણ કરે છે, અને તેમનું પતન થાય છે. કેટલી બધી વસ્તુઓ છે. આપણે ચર્ચા કરવા નથી માંગતા. પણ આપણે... જો આપણે વાસ્તવમાં ગંભીર છીએ કૃષ્ણ-લીલામાં આગળ વધવા માટે, તો આપણે સૌથી પેહલા જાણવું જોઈએ કૃષ્ણ શું છે, તે શું ઈચ્છે છે, અને આપણે કેવી રીતે કાર્ય કરીશું. ત્યારે આપણે કૃષ્ણની સૌથી રહસ્યમય લીલામાં પ્રવેશી શકીશું. નહિતો આપણે તેની ગેરસમજ કરીને પતન પામીશું.