GU/Prabhupada 0186 - ભગવાન ભગવાન છે. જેમ કે સોનું સોનું છે

Revision as of 11:23, 23 June 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0186 - in all Languages Category:GU-Quotes - 1975 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 7.1 -- Fiji, May 24, 1975

તો જો આપણે ફીજીમાં રહીએ કે ઇંગ્લેન્ડમાં કે ક્યાં પણ રહીએ, કારણકે કૃષ્ણ બધાના સ્વામી છે, બધી જગ્યાએ..., સર્વ-લોક મહેશ્વરમ (ભ.ગી. ૫.૨૯). તો ફીજી સર્વ-લોકનો એક નાનકડો ભાગ છે. તો જો તે બધા લોકોના સ્વામી છે, ત્યારે તે ફીજીના પણ સ્વામી છે. તેમાં કોઈ સંશય નથી. તો ફીજીના નીવાસીઓ, જો તમે કૃષ્ણ ભાવનામૃતને અપનાવશો, તો તે તમારા જીવનની સિદ્ધિ છે. તે જીવનની સિદ્ધિ છે. કૃષ્ણના ઉપદેશનું ઉલ્લંઘન ના કરતાં. બિલકુલ સીધી રીતે, ભગવાન ઉવાચ, ભગવાન કહે છે, પ્રત્યક્ષ રીતે, ભગવાન કહે છે. તમે તેનો લાભ લો. દુનિયાની બધા સમસ્યાઓનો ઉકેલ છે, જો તમે ભગવદ ગીતાનો આધાર લેશો તો. કોઈ પણ મુશ્કેલી તમે પ્રસ્તુત કરશો, ઉકેલ છે, પણ તે શરત છે કે તમે ઉકેલને સ્વીકાર કરો.

અત્યારે લોકો ખોરાકની અછત અનુભવ કરે છે. તેનો ઉકેલ ભગવદ ગીતામાં આપેલો છે. કૃષ્ણ કહે છે, અન્નાદ ભવન્તિ ભૂતાની: (ભ.ગી. ૩.૧૪) "ભૂતાની, બધા જીવો, પશુઓ અને માણસો - બંને, તે ખૂબજ સારી રીતે રહી શકે છે, ચિંતા વગર, જો તેમની પાસે જરૂરિયાત પૂરતું અનાજ છે." હવે તમને આની સામે શું વાંધો છે? આ ઉકેલ છે. કૃષ્ણ કહે છે, અન્નાદ ભવન્તિ ભૂતાની (ભ.ગી. ૩.૧૪)). તો તે કોઈ કાલ્પનિક નથી; તે વ્યવહારિક છે. તમારી પાસે પર્યાપ્ત ધાન્ય હોવું જોઈએ મનુષ્યને ભોજન આપવા માટે, અને પશુને, અને બધું તરતજ શાંતિમય થશે. કારણકે લોકો, જો કોઈ ભૂખ્યો હશે, તો તે વિચલિત થશે. તો પેહલા તેમને ભોજન આપો, સૌથી પેહલા. તે કૃષ્ણનો આદેશ છે. શું તે અસંભવ કે અવ્યવહારિક છે? ના. તમે અન્ન ઉગાડો અને વિતરણ કરો. કેટલી બધી જમીન છે, પણ આપણે અન્નનું ઉત્પાદન નથી કરી રહ્યા. આપણે ઉત્પાદન કરી રહ્યા છે, કે વ્યસ્ત છીએ, યંત્ર અને મોટરના પૈડાને નિર્મિત કરવામાં. તો હવે મોટરના પૈડા ખાઓ. પણ કૃષ્ણ કહે છે કે, "તમે અન્ન ઉત્પાદન કરો." પછી અછતનો કોઈ પ્રશ્ન જ નથી. અન્નાદ ભવન્તિ ભૂતાની પર્જન્યાદ અન્ન સંભવ: પણ અન્ન ઉત્પન્ન ત્યારે થશે જ્યારે પૂરતી વર્ષા હશે. પર્જન્યાદ અન્ન-સંભવ: અને યજ્ઞાદ ભવતિ પર્જન્ય: (ભ.ગી. ૩.૧૪). અને જો તમે યજ્ઞ કરશો, તો નિયમિત વર્ષા હશે. આ માર્ગ છે. પણ કોઈને પણ યજ્ઞમાં રૂચી નથી, કોઈને પણ અન્નમાં રૂચી નથી, અને જો તમે પોતાની અછત પેદા કરો છો, તો તે તમારો વાંક છે, ભગવાનનો વાંક નથી.

તો કઈ પણ લો, કોઈ પણ પ્રશ્ન -સામાજિક, રાજકીય, સિદ્ધાંતિક, ધાર્મિક, તમે કઈ પણ લો - અને તેનો ઉકેલ છે. જેમ કે ભારત આ જાતિ પ્રથાની સામે મુશ્કેલીનો સામનો કરે છે. તો કેટલા લોકો આ વર્ણ-પદ્ધતિના મતમાં છે, કેટલા લોકો તેની વિરોધમાં છે. પણ કૃષ્ણ તેનો ઉકેલ આપે છે. તો તેમાં કોઈ પક્ષ કે વિરોધનો કોઈ પ્રશ્ન જ નથી. આ વર્ણ-પદ્ધતિને ગુણ પ્રમાણે બેસાડવી જોઈએ. ચાતુર વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ (ભ.ગી. ૪.૧૩). તેઓ ક્યારે પણ નથી કેહતા કે,"જન્મથી." અને શ્રીમદ ભાગવતમમાં તેની પુષ્ટિ કરવામાં આવે છે,

યસ્ય યલ લક્ષણમ પ્રોક્તમ
પુંસો વર્ણાભીવ્યન્જકમ
યદ અન્યત્રાપી દ્રશ્યેત
તત તેનૈવ વીનીર્દશેત
(શ્રી.ભા. ૭.૧૧.૩૫)

નારદ મુનીનો સ્પષ્ટ ઉપદેશ.

તો આપણી પાસે આ વૈદિક સાહિત્યમાં બધું પૂર્ણ રીતે આપેલું છે, અને જો આપણે તેનું પાલન કરીશું... આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન લોકોને આ સિદ્ધાંત ઉપર શિક્ષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આપણે કશું નિર્મિત નથી કરી રહ્યા. તે આપણું કાર્ય નથી. કારણકે આપણે જાણીએ છીએ કે આપણે અપૂર્ણ છીએ. આપણે કઈ નિર્મિત પણ કરીએ તો તે અપૂર્ણ છે. બદ્ધ જીવનમાં આપણી પાસે ચાર ખામીઓ છે, આપણે ભૂલ કરીએ છીએ, આપણે ભ્રમિત થઈએ છીએ, આપણે બીજાને છેતરીએ છીએ, અને આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે. તો કેવી રીતે આપણને આ પૂર્ણ જ્ઞાન તેવી વ્યક્તિ પાસેથી મળે, જે આ બધી ખામીઓવાળો છે? તેથી આપણે પરમ પુરુષ પાસેથી જ્ઞાન મેળવવું જોઈએ, જે આ ખામીઓથી પ્રભાવિત નથી, મુક્ત-પુરુષ. તે પૂર્ણ જ્ઞાન છે.

તો અમારો અનુરોધ છે કે તમે ભગવદ ગીતાથી આ જ્ઞાનને લો અને તે પ્રમાણે કાર્ય કરો. તેનો કોઈ વાંધો નથી કે તમે કોણ છો. ભગવાન બધાના માટે છે. ભગવાન ભગવાન છે. જેમ કે સોનું સોનું છે. જો સોનું હિંદુઓ દ્વારા સ્પર્શ કરવામાં આવે, તો તે હિંદુ સોનું નથી બની જતું. અથવા જો સોનું ખ્રિસ્તી દ્વારા સ્પર્શ કરવામાં આવે, તો તે ખ્રિસ્તી સોનું નથી બની જતું. તેવી જ રીતે, ધર્મ એક છે. ધર્મ એક છે. હિંદુ ધર્મ કે, મુસ્લિમ ધર્મ કે ખ્રિસ્તી ધર્મ ના હોઈ શકે. તે કૃત્રિમ છે. જેમ કે "હિંદુ સોનું," "મુસ્લિમ સોનું." તે શક્ય નથી. સોનું સોનું છે. તેવીજ રીતે ધર્મ. ધર્મ એટલે કે ભગવાન દ્વારા આપેલા નિયમો. તે ધર્મ છે. ધર્મમ તુ સાક્ષાદ ભગવત પ્રણીતમ ન વૈ વિદુર દેવતઃ મનુષ્યા: (શ્રી.ભા. ૬.3.૧૯, જેમ કે - હું ભૂલી ગયો - કે "ધર્મ, આ ધાર્મિક સિદ્ધાંત, ભગવાન દ્વારા આપવામાં આવેલો છે." તો ભગવાન એક છે; તેથી ધર્મ કે ધાર્મિક પદ્ધતિ પણ એકજ હોવી જોઈએ. બે ના હોઈ શકે.