GU/Prabhupada 0189 - ભક્તને ત્રણ ગુણોથી પરે રાખો

Revision as of 07:10, 25 June 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0189 - in all Languages Category:GU-Quotes - 1975 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 6.1.46 -- San Diego, July 27, 1975

tતમે પ્રકૃતિનો કાયદો બદલી શકતા નથી. અસ્તિત્વ માટે સંઘર્ષ: આપણે પ્રકૃતિના કાયદા પર જીત મેળવવા પ્રયાસ કરી રહ્યા છીએ. તે શક્ય નથી. દૈવી હી એષા ગુણમયી મમ માયા દુરત્યયા (ભ.ગી. ૭. ૧૪). તેથી આ અભ્યાસનો વિષય છે. શા માટે, અમુક અંશે દરેક વ્યક્તિ ખુશ કે નાખુશ છે? આ ગુણો અનુસાર. અહીં એવું કહેવાયું છે કે, તેથી, કે "જેમ અહીં આપણે આ જીવનમાં જોઈએ છીએ, જીવન કાળમાં, વિવિધતા હોય છે, તેવી જ રીતે, ગુણ-વૈચિત્ર્યાત, ગુણોની વિવિધતાને લીધે, ગુણ-વૈચિત્ર્યાત," તથાન્યત્રાનુમિયતે. અન્યત્ર મતલબ કે હવે પછીનું જીવન કે હવે પછીનો ગ્રહલોક કે હવે પછીનું કઈંપણ. બધું નિયંત્રિત કરવામાં આવે છે. ત્રિગુણ્યા વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન (ભ.ગી. ૨.૪૫). કૃષ્ણ અર્જુનને સલાહ આપે છે કે "આ સમગ્ર ભૌતિક જગત આ ત્રણ ગુણો દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે," ગુણ-વૈચિત્ર્યાત. "તેથી તુ નિસ્ત્રૈગુણ્ય બની જા, જ્યાં આ ત્રણ ગુણો કામ નથી કરી શકતા." નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. તો તમે કેવી રીતે આ ત્રણ ગુણોની ક્રિયા બંધ કરી શકો? તે પણ ભગવદ્ ગીતામાં સમજાવેલ છે:

મામ ચ યો અવ્યભિચારીણી
ભક્તિયોગેન સેવતે
સ ગુણાન સમતિત્યૈતાન
બ્રહ્મભુયાય કલ્પતે
(ભ.ગી. ૧૪. ૨૬)

જો તમે કોઇ રોક વગર નિરંતર શુદ્ધ ભક્તિમય સેવામાં પોતાને પ્રવૃત કરો તો, પછી તમે હંમેશા આ ત્રણ ગુણો ઉપર, દિવ્ય રહો છો. તેથી આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન ભક્તોને ત્રણ ગુણોથી પરે રાખે છે. જેમ કે દરિયામાં, તમે સમુદ્રમાં પડ્યા હોય, તો તે ખૂબ જ ખતરનાક સ્થિતિ છે. પરંતુ જો કોઈ તમને મહાસાગરના પાણીથી ઉંચકવામાં મદદ કરે અને પાણીથી એક ઇંચ ઉપર રાખે, તો કોઈ ભય નથી રહેતો. તમારું જીવન બચી જાય છે.

તેથી તે જરુરી છે, કે ગુણ-વૈચિત્ર્યાત, જો તમે તમારી જાતને આ વિભિન્ન જીવન યોનીઓથી બચાવવા માંગતા હોવ, જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ, અને ઘણી જાતના જીવનના પ્રકારો... જેમકે તમે ચાલતા કહી રહ્યા હતાકે કેલિફોર્નિયામાં વૃક્ષો છે; તે પાંચ હજાર વર્ષ જીવે છે. તે પણ અન્ય પ્રકારનું જીવન છે. લોકો ઘણા ઘણા વર્ષો જીવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પ્રકૃતિમાં, આ એક વૃક્ષ છે, પાંચ હજાર વર્ષ. શું તે પ્રકારનું જીવન ખૂબ જ નફાકારક છે, જંગલમાં પાંચ હજાર વર્ષ ઊભા રહેવું? તેથી આ ભૌતિક જગતમાં કોઈપણ પ્રકારનું જીવન સારું નથી, ક્યાં તો તમે દેવતા થાઓ અથવા વૃક્ષ અથવા આ કે તે થાઓ. તે શિક્ષણ છે. તે શિક્ષણ છે. તેથી, આપણે સમજવું જોઈએ કે જે કોઈપણ જાતનું જીવન, દેવતા અથવા કુતરા તરીકે, અહીં જીવન મુશ્કેલ છે. આ દેવતાઓ પણ, તેઓ ઘણી વખત ઘણા જોખમોમાં મૂકાય છે, અને તેઓ ઈશ્વર પાસે જાય છે. તેથી અહીં તમને હંમેશા ભય રહેશે. પદમ પદમ યદ વિપદામ (શ્રી.ભા. ૧૦.૧૪.૫૮). આ ભૌતિક વિશ્વને ભયરહિત બનાવવાનો પ્રયાસ નિરર્થક છે. તે શક્ય નથી. જેમ જાત જાતના શરીરો, ભિન્ન પ્રકારના જોખમો, આપત્તિઓ છે, તો એક પછી બીજું, તમારે લેવું પડશે... તો શ્રેષ્ઠ વસ્તુ, તેથી, આ કાર્ય બંધ કરવામાંછે, ભૌતિક. તે વૈદિક સંસ્કૃતિ છે. આ સમગ્ર વૈદિક સંસ્કૃતિ આ વિચાર પર આધારિત છે કે "આ અર્થહીન કાર્ય, જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થાના પુનરાવર્તનને અટકાવો." તેથી કૃષ્ણે કહ્યું છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુખ દોશાનુદર્શનમ (ભ.ગી. ૧૩.૯). આ જ્ઞાન છે. શું જ્ઞાન, આ તકનીકી જ્ઞાન, આ જ્ઞાન છે? તમે આ વસ્તુઓ બંધ કરી શકતા નથી. તેથી મુખ્ય કાર્ય તેને કેવી રીતે રોકવા તે છે. કારણકે તેઓ મૂર્ખ લોકો છે, તેઓને લાગે છે કે "આ વસ્તુઓ બંધ કરવી શક્ય નથી. ચાલો આપણે જન્મ અને મૃત્યુના પુનરાવર્તન સાથે જઈએ, અને દરેક જીવનમાં આપણે અસ્તિત્વ માટે સંઘર્ષ કરીએ." આ ભૌતિક સંસ્કૃતિ છે, અજ્ઞાનતા, કોઈ જ્ઞાન નથી.

ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ્ઞાન આપવામાં આવે છે કે "અહીં ઉકેલ છે: જન્મ કર્મ ચ મે દિવ્યમ યો વેત્તિ તત્વત:, ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતી (ભ.ગી. ૪.૯)." આ સમસ્યા પુનર જન્મની છે, જન્મનું પુનરાવર્તન, અને જો તમે તેને બંધ કરવા માંગતા હોવ, તો પછી કૃષ્ણને સમજવા પ્રયત્ન કરો. પછી તમે આને રોકવા માટે સમર્થ થશો. જેટલા જલદી તમે કૃષ્ણને સમજશો... કૃષ્ણને સમજવા મતલબ કે તમે આંખ બંધ કરીને પણ સ્વીકારશો તો, તે પણ ફાયદાકારક છે. કૃષ્ણ જે સ્વયમ છે તે કહે છે, કે તે સર્વોચ્ચ ભગવાન છે. તેથી તમે તેમનો સ્વીકાર કરો. બસ આટલું જ. માત્ર એ શ્રદ્ધા રાખો, કે "કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે." તેનાથી તમારી પર્યાપ્ત પ્રગતિ થશે. પરંતુ આ ભૌતિકવાદી વ્યક્તિ માટે ખૂબ જ મુશ્કેલ છે. એટલે કૃષ્ણ કહે છે, બહુનામ જન્મનામ અંતે: (ભ.ગી. ૭.૧૯) "ઘણા ઘણા જન્મોના પ્રયાસ પછી, "બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, "જ્ઞાનવાન, જે ખરેખર જ્ઞાની છે, તે કૃષ્ણને સમર્પિત થાય છે." ન મામ દુષ્કૃતિનો મુઢાઃ પ્રપદ્યન્તે નારાધમ: (ભ.ગી. ૭.૧૫) "અન્યથા તે એક ધૂર્ત રહે છે અને પાપી પ્રવૃત્તિઓથી આક્ષેપિત, માનવજાતમાં સૌથી નીચો, જ્ઞાન હરી લેવામાં આવે છે." ન મામ પ્રપદ્યન્તે: "તે ક્યારેય કૃષ્ણને સમર્પિત થતો નથી."