GU/Prabhupada 0190 - આ ભૌતિક જીવન માટે અનાસક્તિ વધારો

Revision as of 14:49, 25 June 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0190 - in all Languages Category:GU-Quotes - 1976 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.6.11-13 -- New Vrindaban, June 27, 1976

જો આપણે ભક્તિ-માર્ગના આ સિદ્ધાંતોને અનુસરીએ, તો આપણે કેવી રીતે અનાસક્ત થવું તે માટે અલગ પ્રયાસ કરવાની જરૂર નથી. અનાસક્તિ આપોઆપ અનુસરે છે. વાસુદેવ ભગવતી ભક્તિયોગઃ પ્રયોજિત: જનયતિ આશુ વૈરાગ્યમ (શ્રી.ભા. ૧.૨.૭). વૈરાગ્યમ એટલે અનાસક્તિ. ભક્તિ-યોગને વૈરાગ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. વૈરાગ્ય. સાર્વભૌમ ભટ્ટાચાર્યે આ વૈરાગ્ય ઉપર પંક્તિઓ લખી છે.

વૈરાગ્ય-વિદ્યા-નિજ-ભક્તિ-યોગ-
શિક્ષાર્થમ એકઃ પુરુષ: પુરાણઃ
શ્રી-કૃષ્ણ-ચૈતન્ય-શરીર-ધરી
કૃપામ્બુધિર યસ તમ અહમ પ્રપદ્યે
(ચૈ.ચ. મધ્ય ૬.૨૫૪)

અહી ચૈતન્ય મહાપ્રભુ છે કે જે કૃષ્ણ પોતે છે. તે આપણને વૈરાગ્ય-વિદ્યા શીખવવા માટે આવ્યા છે. તે થોડું મુશ્કેલ છે. સામાન્ય વ્યક્તિઓ માટે આ વૈરાગ્ય-વિદ્યા સમજવી ખૂબ જ મુશ્કેલ છે. તેઓનું કામ આ શરીર માટે બંધન કેવી રીતે વધારવું તે છે, અને કૃષ્ણ ભાવનામૃત આંદોલન આ ભૌતિક જીવનમાં અનાસક્તિ કેવી રીતે વધારવી એ માટે છે. તેથી તેને વૈરાગ્ય-વિદ્યા કહેવામાં આવે છે. વૈરાગ્ય-વિદ્યા ખૂબ જ સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે, જેવી રીતે તેની ભલામણ કરવામાં આવી છે, વાસુદેવે ભગવતી ભક્તિ-યોગઃ પ્રાયોજિતઃ જનયતિ આશુ વૈરાગ્યમ (શ્રી.ભા. ૧.૨.૭), ખૂબ જ ટૂંક સમયમાં, ખૂબ જ ટૂંક સમયમાં. જનયતિ આશુ વૈરાગ્યમ જ્ઞાનમ ચ. માનવ જીવન માટે જરૂરી બે વસ્તુઓ. એક વસ્તુ જ્ઞાન છે, જ્ઞાનમ વિજ્ઞાનમ આસ્તિક્યમ બ્રહ્મ-કર્મ સ્વ-ભાવ-જમ. આ જ્ઞાનમ મતલબ, જ્ઞાનની શરૂઆતનો અર્થ એ થાય "હું આ શરીર નથી. હું આત્મા છું." તે જ્ઞાન છે. અને કોઇ જેટલું જલદી આ જ્ઞાનના સ્તર પર આવી જાય છે, તેટલું સરળ છે. બધે લોકો આ શરીરના લાભ માટે પરોવાયેલા છે. પણ જો કોઇ સમજે, તો તે જ્ઞાનના સ્તર પર આવે છે, પછી તે કુદરતી રીતે અનાસક્ત બને છે, કે "હું આ શરીર નથી. શા માટે હું આ શરીર માટે આટલી સખત મહેનત કરી રહ્યો છું?" જ્ઞાનમ ચ યદ અહૈતુકમ (શ્રી.ભા. ૧.૨.૭). આપમેળે... બે વસ્તુઓની જરૂર છે. ચૈતન્ય મહાપ્રભુએ ઘણી જગ્યાએ, આના પર ભાર આપ્યો છે, અને તેમના જીવન પરથી તેઓ જ્ઞાનમ અને વૈરાગ્યમ શીખવાડે છે. એક બાજુ જ્ઞાનમ, તેમની રૂપ ગોસ્વામીને શિક્ષામાં, સનાતન ગોસ્વામીને શિક્ષામાં, સાર્વભૌમ ભટ્ટાચાર્યની શિક્ષામાં, વાતો કરતાં, પ્રકાશાનંદ સરસ્વતી, રામાનંદ રાય સાથે વાતો કરતાં. અમે આ બધી વસ્તુઓ ચૈતન્ય મહાપ્રભુની શિક્ષાઓમાં આપેલી છે. તો તે જ્ઞાનમ છે. અને તેમના પોતાના જીવનના ઉદાહરણ દ્વારા, સન્યાસ લઈને, તેઓ વૈરાગ્ય શીખવે છે. જ્ઞાન અને વૈરાગ્ય, આ બે વસ્તુઓની જરૂર છે.

તો એકાએક આપણે જ્ઞાનમ અને વૈરાગ્યમના સ્તર ઉપર આવી ના શકીએ, પરંતુ જો આપણે અભ્યાસ કરીએ, તો તે શક્ય છે. તે શક્ય છે. તે અશક્ય નથી. તેની ભલામણ કરવામાં આવી છે:

વાસુદેવ ભગવતી
ભક્તિ-યોગઃ પ્રયોજિત:

જાનયતિ આશુ વૈરાગ્યમ

જ્ઞાનમ ચ યદ અહૈતુકમ
(શ્રી.ભા. ૧.૨.૭)

તેની જરૂર છે. તો આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન એ જ્ઞાનમ અને વૈરાગ્યમ મેળવવા માટે છે. જો આપણે આ ભૌતિક જગત સાથે ખૂબ આસક્ત થઈ જઈએ... અને કેવી રીતે આપણે આસક્ત થઈએ? પ્રહલાદ મહારાજે આબેહૂબ વર્ણન આપેલું છે. પત્ની, સંતાન, ઘર, પશુઓ અને સેવકો, રાચરચીલું, વસ્ત્ર, અને બીજી ઘણી બધી વસ્તુઓ. લોકો ખૂબજ પરિશ્રમ કરી રહ્યા છે, ફક્ત આજ વસ્તુઓ માટે. આ બધી વસ્તુઓ જે આપણે જોઈએ છીએ, સુંદર બંગલો, સુંદર પશુઓ? શેના માટે? આસક્તિ વધારવા માટે. જો આપણે આસક્તિ વધારીશું, તો આ ભૌતિક બંધનમાથી મુક્ત થવાનો કોઈ પ્રશ્ન જ નથી. તો આપણે અનાસક્તિનો અભ્યાસ કરવો જ પડે.