GU/Prabhupada 0193 - અમારો સંપૂર્ણ સમાજ આ પુસ્તકોમાથી શ્રવણ કરે છે

Revision as of 09:58, 1 May 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0193 - in all Languages Category:GU-Quotes - 1974 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Room Conversation with Professor Durckheim German Spiritual Writer -- June 19, 1974, Germany

ડો. પી. જે. સહેર: તમે કૃપા કરીને તમારી તકનિકને વધારે સ્પષ્ટ કરશો... કોઈ ભગવાનના નામનો જપ કરે, અને તમે ફરીથી કૃપા કરીને સ્પષ્ટ કરશો, કોઈ ખાસ રીતે, ક્યાતો શું થાય... (જર્મન) એના સિવાય બીજું શું કરવું જોઈએ, તે કેવી રીતે ઘડાયું છે, સંપૂર્ણ રીતે, તમારી આદરયુક્ત શિક્ષામાં સંપૂર્ણ રીતે?

પ્રભુપાદ: હા, આ ભક્તિ-માર્ગ છે, મતલબ, સૌ પ્રથમ શ્રવણમ છે, સાંભળવું. જેમ કે આ બધી પુસ્તકો લોકોને વાંચવાનો અવસર પ્રદાન કરવા માટે લખવામાં આવી છે. તે સૌ પ્રથમ કાર્ય છે. જો આપણે ભગવાન વિશે નહીં સાંભળીએ, તો આપણે કઈક કલ્પના કરીશું. ના. આપણે ભગવાન વિશે સંભાળવું જ જોઈએ. અમે આવી ૮૦ પુસ્તકો પ્રકાશિત કરેલી છે, ફક્ત ભગવાન વિશે સાંભળવા માટે. પછી જ્યારે તમે પૂર્ણરીતે સાંભળશો, તમે બીજાને વર્ણવી શકશો. તેને કીર્તનમ કહેવાય છે. શ્રવણમ, કીર્તનમ. અને જ્યારે સાંભળવાની અને જપ કરવાની કે વર્ણવવાની ક્રિયા ચાલે છે, કીર્તનમ નો મતલબ છે કહેવું. જેમ કે અમે, આ સંપૂર્ણ સમાજ આ પુસ્તકોમાથી સાંભળે છે અને કહેવા માટે જાય છે. આને કીર્તન કહેવાય છે. પછી આ બે ક્રિયાથી, સંભાળવાથી અને જપ કરવાથી, તમે સ્મરણ કરો છો, સ્મરણમ. તેનો મતલબ યાદ કરવું, તમે હમેશા ભગવાન નો સંગ કરો છો.

ડો. પી. જે. સહેર: તો હમેશા, "મને યાદ કરો."

પ્રભુપાદ: હા. હા. શ્રવણમ કીર્તનમ વિષ્નો સ્મરણમ પાદ-સેવનમ (શ્રી.ભા. ૭.૫.૨૩) પછી અર્ચાવિગ્રહની પુજા, ભગવાનના ચરણકમળમાં ફૂલ અર્પિત કરવા, ફૂલમાળા, શણગાર, પાદ-સેવનમ, અર્ચનમ વંદનમ, પ્રાર્થના કરવી, દાસ્યમ, સેવા કરવી. આ રીતે, નવ અલગ અલગ વિધિઓ છે.

ડો. પી. જે. સહેર: અમારે ખ્રિસ્તીઓમાં આ સમાન વસ્તુ છે, સમાન એ રીતે... (જર્મન) પ્રભુપાદ: હા. ખ્રિસ્તી રીત, પ્રાર્થના કરવી. તે ભક્તિ છે, તે ભક્તિ છે. (જર્મન) કળિયુગ મતલબ લડાઈ. કોઈ સત્યને જાણવા માટે ઇછુક નથી, પણ તેઓ ફક્ત લડી રહ્યા છે. "મારા મત પ્રમાણે, આમ." હું કહું છું. "મારો મત, આમ છે." તમે કહો છો, "તેનો મત." તો ઘણા મૂર્ખ મતો અને અંદરોન્દરની લડાઈ. આ યુગ છે. કોઈ પ્રમાણભૂત મત નહિ. બધા પાસે પોતાનો મત છે. તેથી તે લોકો લડવાના જ. બધા કહે છે, "હું આમ વિચારું છું." તો એનું મૂલ્ય શું છે, તમે એમ વિચારો છો એનું? તે કળિયુગ છે. કારણકે તમારી પાસે કોઈ પ્રમાણભૂત જ્ઞાન નથી. જો કોઈ બાળક તેના પિતા ને કહેશે, "મારા મત પ્રમાણે, તમારે આમ કરવું જોઈએ." તો શું તેનો મત સ્વીકારવામાં આવશે? જો એને કઈ ખબર નથી, તો તે મત કઈ રીતે આપી શકે? પણ અહિયાં, આ યુગ માં, દરેક એના મત સાથે તૈયાર છે. એટલા માટે લડાઈ છે, યુદ્ધ છે. જેમ કે, યુનાઇટેડ નેશન, બધા મોટા માણસો ત્યાં જાય છે એક થવા, પણ તેઓ ધ્વજાઓ વધારી રહ્યા છે. લડાઈ, તે એક લડાઈનો જ સમાજ છે. પાકિસ્તાન, હિંદુસ્તાન, અમેરિકન, વિયતનામ. એ એકતા માટે બનેલું હતું, પણ લડાઈનું મંડળ બની ગયું. બસ એટલું જ. બધુજ. કારણકે દરેક અપૂર્ણ છે, કોઈએ પણ પોતાનું પુર્ણ જ્ઞાન આપવું જોઈએ.

જર્મન સ્ત્રી: તમારો મતલબ છે કે કળિયુગ હમેશને માટે રહે જ છે?

પ્રભુપાદ: નહિ. આ સમય છે જ્યારે મૂર્ખ માણસોએ વિકસિત કર્યું છે (વિરામ)... ઉકેલ લાવવાની જગ્યાએ લડાઈ વધી રહી છે. કારણકે તેમની પાસે કોઈ પ્રમાણભૂત જ્ઞાન નથી. તેથી આ બ્રહ્મ-સૂત્ર કહે છે કે તમારે પરમ સત્ય જાણવા માટે આતુર હોવું જોઈએ. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. હવે જવાબ, આગલો અવતરણ છે, કે બ્રાહ્મણ, કે પરમ સત્ય એ છે કે જેમાથી, બધુ આવ્યું છે. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, જન્માદી અસ્ય યતહ (શ્રી.ભા. ૧.૧.૧) હવે તમે શોધ કરો કે ક્યાં છે... બધા પ્રયાસ કરી રહ્યા છે કે અંતિમ કારણ શું છે? એ ધ્યેય હોવું જોઈએ. કે તમે જો આ તત્વજ્ઞાની અવતરણોને અનુસરશો તો તમારી લડાઈ બંધ થશે. તો તમે સ્વસ્થ થશો. આ શ્લોક પણ તત્વ જિજ્ઞાસા. તત્વ જિજ્ઞાસાનો મતલબ પરમ સત્ય વિષે પૂછપરછ કરવી. બેસો, કારણકે માનવસમાજમાં એક વર્ગ હોવો જોઈએ, ખૂબ બુધ્દ્ધિશાળી માણસોનો વર્ગ, કે જે લોકો પરમ સત્ય વિષે ચર્ચા કરી રહ્યા છે, અને તેઓ બીજાને ઉપદેશ આપશે, "આ પરમ સત્ય છે, મારા મિત્રો, મારા વ્હાલા..." તમે આમ કરો. આ જરૂરી છે. પણ અહિયાં બધાજ પરમ સત્ય છે. તે લડાઈ છે.