GU/Prabhupada 0195 - સશક્ત શરીર, સશક્ત મન, સશક્ત સંકલ્પ

Revision as of 12:26, 1 May 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0195 - in all Languages Category:GU-Quotes - 1976 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on SB 7.6.5 -- Toronto, June 21, 1976

પ્રદ્યુમ્ન: અનુવાદ: "તેથી, જ્યા સુધી ભૌતિક અસ્તિત્વમાં, ભવમ આશ્રિતઃ, એક મનુષ્ય કે જે પૂર્ણ રીતે સાચા અને ખોટાનો ભેદ પારખવા સક્ષમ છે તેણે જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય પામવા માટે પ્રયાસ કરવો જોઈએ, જ્યાં સુધી શરીર કસાયેલું અને સશક્ત છે, અને ક્ષીણ નથી થયું."

પ્રભુપાદ:

તતો યતેત કુશલહ
ક્ષેમાય ભવમ આશ્રિતઃ
શરીરામ પુરુષમ યાવન
ન વિપદ્યેત પુષ્કલમ
(શ્રી.ભા. ૭.૬.૫)

તો, માનવક્રિયા આ હોવી જોઈએ, કે શરીરામ પુરુષમ યાવન ન વિપદ્યેત પુષ્કલમ જ્યાં સુધી આપણે સશક્ત છે અને સારી રીતે કામ કરી શકીએ છીએ, આરોગ્ય બરાબર છે, તેનો લાભ લો. એવું નથી કે કૃષ્ણ ભાવનામૃત આંદોલન આળસુ લોકો માટે છે. નહિ. એ સશક્ત માણસો માટે છે: સશક્ત શરીર, સશક્ત મન, સશક્ત સંકલ્પ - બધુજ સશક્ત, સશક્ત મગજ. એ તે લોકો માટે છે. કારણકે આપણે જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય પાર પાડવાનું છે. દુર્ભાગ્યપણે, તેઓ નથી જાણતાકે જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય શું છે. આધુનિક... હમેશા આધુનિક, નહિ. હવે એ ખૂબ જ સુસ્પષ્ટ છે: લોકો જીવનનું લક્ષ્ય જાણતા નથી. કોઈ પણ જે આ ભૌતિક જગતમાં છે, તે માયામાં છે, મતલબ તે નથી જાણતો કે જીવનનું લક્ષ્ય શું છે. ન તે વિદુ, તેઓ નથી જાણતા, સ્વાર્થ-ગતિમ હી વિષ્ણુ. સ્વાર્થ-ગતિ. બધાને પોતાનામાં જ રુચિ છે. તેઓ કહે છે કે, સ્વ-હિત એ પ્રકૃતિનો પ્રથમ કાયદો છે. પણ તેમણે ખબર નથી કે સ્વ-હિત શું છે. તે, ભગવાનના ધામ માં પાછા જવાને બદલે - જે ખરેખરમાં તેનું સ્વ-હિત છે - તે આવતા જન્મમાં કૂતરો બનવા જઈ રહ્યો છે. શું તે સ્વ-હિત છે? પણ તેમને ખબર નથી. કેવી રીતે પ્રકૃતિનો કાયદો કામ કરી રહ્યો છે, તેમને ખબર નથી. ન તે વિદુ. અદાન્ત-ગોભીર વિશતામ તમીશ્રમ. મતીર ન કૃષ્ણે પરતહ સ્વતો વા.

મતીર ન કૃષ્ણે પરતહ સ્વતો વા
મીથો અભિપાદ્યેત ગ્રહ-વ્રતાનામ
અદાન્ત-ગોભીર વિશતામ તમીશ્રમ
પુનઃ પુનસ ચર્વિતા ચર્વણાનાં
(શ્રી.ભા. ૭.૫.૩૦)

તે, કૃષ્ણ ભાવનામૃત... મતીર ન કૃષ્ણે. લોકો કૃષ્ણભાવના સ્વીકારવા માટે ખૂબ અનિછ્છિત છે. કેમ? મતીર ન કૃષ્ણે પરતહ સ્વતો વા. બીજાના સૂચનોથી. જેમ કે આપણે કૃષ્ણ ભાવનામૃત સમસ્ત જગતમાં ફેલાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, પરતહ. સ્વતો, સ્વતો મતલબ વ્યક્તિગત રૂપે. પોતાના પ્રયાસથી. જેમ હું ભગવદ-ગીતા કે શ્રીમદ-ભાગવતમ અને અન્ય વેદિક સાહિત્ય વાંચું છું. તો, મતીર ન કૃષ્ણે પરતહ સ્વતો વા. મીથો વા, મીથો વા મતલબ "પરિષદથી." આજકાલ, પરિષદો યોજવી ખૂબ પ્રખ્યાત છે. તો કોઈ કૃષ્ણભક્ત ફક્ત પોતાનાજ પ્રયાસોથી નથી બની શકતું, કે પછી બીજા માણસોની સલાહથી, કે મોટી મોટી પરિષદો યોજવાથી. કેમ? ગ્રહ-વ્રતાનામ: કારણકે તેનું સાચું જીવન લક્ષ્ય છે કે "હું આ ઘર માં રહું." ગ્રહ-વ્રતાનામ. ગ્રહ મતલબ ગ્રહસ્થ જીવન, ગ્રહ મતલબ આ શરીર, ગ્રહ મતલબ આ બ્રહ્માણ્ડ. ઘણા બધા ગ્રહ હોય છે, મોટા અને નાના.