GU/Prabhupada 0197 - તમે ભગવદ ગીતા ને તેના મૂળ રૂપે જ પ્રસ્તુત કરો

Revision as of 14:48, 1 May 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0197 - in all Languages Category:GU-Quotes - 1976 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on SB 5.5.30 -- Vrndavana, November 17, 1976

જો તમે તમારો ઉત્તમ પ્રયાસ કરશો, કૃષ્ણ તમે શક્તિ આપશે. જો તમે કૃષ્ણની મદદ લેવા તૈયાર હોવ તો તે તમને મદદ કરવા હમેશા તૈયાર છે. તે તૈયાર છે. તે તમને મદદ કરવા આવ્યા છે. નહિતો, કૃષ્ણનું અહી આવવું અને પ્રચાર કરવો, સર્વ-ધર્માન પરિત્યજ્ય મામ એકમ (ભ.ગી. ૧૮.૬૬), નો શું લાભ? એ આપણાં હિત માટે છે. તમે કૃષ્ણને શરણાગત થાઓ કે ના થાઓ, કૃષ્ણને ફરક નથી પડતો. કૃષ્ણ તમારી સેવા પર નિર્ભર નથી. એ સંપૂર્ણપણે પૂર્ણ છે. તે તમારા જેવા લખો સેવકો એક પળમાં ઉત્પન્ન કરી શકે છે. તો તેમને તમારી સેવાની શી જરૂર હોય? કેમ એમણે તમારી સેવા માટે પ્રચાર કરવો પડે? તેમની સેવા તમારી ઇચ્છાથી પીડિત નથી. પણ એ તમારા હિતમાં છે કે તમે તેમને શરણાગત થાઓ. એ તમારા હિતમાં છે. કૃષ્ણને જોવું છે, કે તમે તેમને શરણાગત થાઓ અને પૂર્ણ થાઓ અને ભગવદધામ પાછા જાઓ. એ કૃષ્ણનો હેતુ છે. તેથી, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો હેતુ પણ એ જ છે: પ્રચાર.

દંતે નિધાય ત્ર્ણકમ પદયોર નિપત્ય
કાકુ-શતમ કૃત્વા ચાહમ બ્રવિમી
હે સાધવહ સકલમ એવ વિહાય દુરાદ
ચૈતન્ય-ચંદ્ર-ચરણે કુરુતાનુરાગમ

એ આપણું જીવનકર્ય છે, ચૈતન્ય મહાપ્રભુનું જીવનકાર્ય. કેમ પ્રબોધાનન્દ સરસ્વતી વિનંતી કરે છે, ચૈતન્ય-ચંદ્ર-ચરણે કુરુતાનુરાગમ: "તમે ફક્ત ચૈતન્યના ચરણકમળની સેવા પ્રત્યે અનુરાગ કેળવો"? કારણકે, એ સ્વયં કૃષ્ણ છે, અને આપણને કેવી રીતે કૃષ્ણ પ્રાપ્તિ થાય તે શીખવાડવા આવ્યા છે. એ ચૈતન્ય છે. કૃષ્ણસ્ય કૃષ્ણ-ચૈતન્ય-નામને ગૌરા-ત્વિશે નમઃ શ્રીલા રુપા ગોસ્વામિ, તે સમજી ગયા. સાર્વભૌમ ભટ્ટાચાર્ય, તે સમજી ગયા.

વૈરાગ્ય વિદ્યા-નિજ-ભક્તિ-યોગ
શિક્ષાર્થમ એકઃ પુરુષ પુરાણ
શ્રી-કૃષ્ણ-ચૈતન્ય-સરિરા-ધારી
કૃપામ્બુધીર યસ તમ અહમ પ્રપદ્યે
(ચૈ.ચ. મધ્ય ૬.૨૫૪)

જો આપણે કૃષ્ણને ચૈતન્ય મહાપ્રભુ થકી સમજીશુ... ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે "તમે ગુરુ બનો." કેવી રીતે? જારે દેખા, તારે કહા 'કૃષ્ણ'-ઉપદેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮) બદલો નહિ. ફેરફાર નહિ કરો. તમે ફક્ત કૃષ્ણએ જે કહ્યું છે તેનો પ્રચાર કરો. આ ચૈતન્ય મહાપ્રભુની સૂચના છે. જો તમે આ સૂચનાનું પાલન કરશો... કોઈ સુધારા-વધારા ના કરો તમારી કહેવાતી શિખાઉ શિષ્યવૃતિ દ્વારા. એ તમને મદદ નહીં કરે. તમારે ભગવદ ગીતા ને તેના મૂળરૂપે જ પ્રસ્તુત કરવી ઘટે. જારે દેખા, તારે કહા 'કૃષ્ણ'-ઉપદેશ આ સર્વસ્વ છે, ખૂબ સરળ રીતે કરી શકાય છે, જો આપણે પરંપરા પદ્ધતિને અનુસરીએ તો.

તો આપણા કૃષ્ણ ભાવનામૃત આંદોલનને ખૂબ વિનમ્ર રીતે આગળ ધપાવો.

ત્રિનાદ અપી સુનીચેન
તરોર અપી સહિષ્ણુના
અમાનીના માનદેન
કીર્તનીય સદા હરિ
(ચૈ.ચ. આદિ ૧૭.૩૧)

કીર્તનીય. આ પ્રચાર મતલબ કીર્તન. એવું નથી કે ફક્ત મૃદંગ સાથેજ સંગીતમય કીર્તન થાય. નહીં. પ્રચાર પણ કીર્તન છે. અભવદ વૈયાસકી-કિર્તને. વૈયાસકી, વ્યાસદેવ ના પુત્ર, શુકદેવ ગોસ્વામિ, તેમણે ફક્ત શ્રીમદ-ભાગવતમનું વર્ણન કર્યું અને પૂર્ણ બન્યા. અભવદ વૈયાસકી-કિર્તને. શ્રી-વિષ્ણુ-શ્રવણે પરિક્ષિત. પરિક્ષિત મહારાજે ફક્ત સાંભળ્યુ; એ પૂર્ણ બન્યા. અને શુકદેવ ગોસ્વામિએ ફક્ત વર્ણન કર્યું. તે પણ કીર્તન છે. તો, આ પણ કીર્તન છે. જેમ પ્રબોધનન્દ સરસ્વતી આપણને શીખવાડે છે, હે સાધવહ સકલમ એવ વિહાય દુરાદ ચૈતન્ય-ચંદ્ર-ચરણે કુરુતાનુરાગમ: "તમે સાધુ છો, શ્રેષ્ઠ વ્યક્તિ, ઉમદા, પણ આ મારી વિનંતી છે." આ વિનમ્રતા છે. જો તમે કહો, "ઓહ, તમે કર્મી છો, તમે મુઢા છો..." ખરેખર તે મુઢા છે, પણ નહિ... શરૂઆતમાં, જો તમે એવું કહેશો, તો બોલવાની કોઈ તક જ નહિ રહે. તે મુઢા છે, ત્યાં કઈ નથી... દિવસ અને રાત ઇંદ્રિયતૃપ્તિમાટે ડુક્કર અને કુતરાની જેમ કામ કરે છે, ચોક્કસ પણે, એ મુઢા છે, કર્મી. તેવી જ રીતે, જ્ઞાની, તે લોકો ફક્ત અનુમાન કરે છે. તે તર્ક, કાકા-તલીય ન્યાય: "શું પહેલા કાગડો નાળિયેરીના ફળ પર બેસી ગયો, પછી નાળિયેરીનું ફળ નીચે પડ્યું? કે પછી નાળિયેરીનું ફળ નીચે પડી ગયું; એટલે કાગડો ફળ પર બેસી ના શક્યો?" તર્ક. એક પંડીતે કહ્યું, "ના. ના. પહેલા, નાળિયેરીનું ફળ નીચે પડી ગયું, અને કાગડાને એના ઉપર બેસવું હતું, પણ એ બેસી ના શક્યો." હવે બીજો પંડિત કહે છે, "નહીં, નહીં. નાળિયેરીનું ફળ તો હતુજ, અને કાગડાના બેસવાથી પડ્યું." હવે આ તર્ક છે. એ લોકો અનુમાન કરવામાં સમય નષ્ટ કરી રહ્યા છે. કાકા-તલીય ન્યાય. કુપ-મંડૂક-ન્યાય.