GU/Prabhupada 0198 - ખરાબ આદતો ત્યજી દો અને આ માળાનો જાપ કરો, હરે કૃષ્ણ

Revision as of 13:22, 2 May 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0198 - in all Languages Category:GU-Quotes - 1971 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Temple Press Conference -- August 5, 1971, London

સ્ત્રી મુલાકાતી: અત્યારે તમારે સમસ્ત જગતમાં કેટલા અનુયાયીઓ છે કે પછી તમે ગણતરી ના કરી શકો...?

પ્રભુપાદ: વારુ, વાસ્તવિક વસ્તુ માટે અનુયાયીઓ ઓછા હોઈ શકે છે, અને કચરો વસ્તુ માટે, અનુયાયીઓ ઘણા હોઈ શકે છે.

સ્ત્રી મુલાકાતી: કેટલા… મારો મતલબ દિક્ષિત અનુયાયીઓ, કે જેમણે...

પ્રભુપાદ: આશરે ત્રણ હજાર છે.

સ્ત્રી મુલાકાતી: અને એ કાયમ વધી જ રહ્યા છે?

પ્રભુપાદ: હા, ખૂબ ધીમી ગતિએ વધી રહ્યા છે. કારણકે અમારે ઘણા બધા પ્રતિબંધો છે. લોકોને પ્રતિબંધો ગમતા નથી.

સ્ત્રી મુલાકાતી: હા. સૌથી વધારે અનુયાયીઓ ક્યાં છે? અમેરિકામાં?

પ્રભુપાદ: અમેરીકામાં, યુરોપમાં, અને કેનાડા, જાપાન, ઓસ્ટ્રેલિયા. અને ભારતમાં, લાખો છે, આ સંપ્રદાયના લાખો છે. ભારત સિવાય, બીજા દેશોમાં ઓછા પ્રમાણમા છે. પણ ભારતમાં લાખો અને લાખો છે.

પુરુષ મુલાકાતી: તમે માનો છો કે આ એક જ રસ્તો છે ભગવાન ને જાણવાનો?

પ્રભુપાદ: શું કીધું?

ભક્ત: તમે માનો છો કે આ એક જ રસ્તો છે ભગવાન ને જાણવાનો?

પ્રભુપાદ: હા.

પુરુષ મુલાકાતી: તો, તમને તેવી ખાતરી કરી રીતે છે?

પ્રભુપાદ: અધિકૃત માહિતી પરથી, ભગવાન પાસેથી, કૃષ્ણ પાસેથી. કૃષ્ણ કહે છે, સર્વ-ધરમાં પરિતજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬)

પુરુષ મુલાકાતી: પણ કોઈ બીજો આવીને કહે કે ભગવાને તેમને બીજું કઈ કહ્યું છે, તમે તેને પણ માનશો?

શ્યામસુંદર: એવું નથી કે અમે બીજી ધાર્મિક વિધિઓને નથી માનતા.

પ્રભુપાદ: નહિ, અમે બીજી વિધિઓમાં માનીએ છીએ. જેમ કે બીજા પગલાં છે. તમારે સૌથી ઉપરના માળે જઉ છે, તો તમે દાદરા માર્ગે જાઓ. તો અમુક પચાસ દાદરા સુધી ગયા છે, અમુક પાંચસો દાદરા સુધી ગયા છે. પરંતુ પુર્ણ કરવા માટે એક હજાર દાદરા સુધી જવાનું છે.

પુરુષ મુલાકાતી: અને તમે હજાર દાદરા સુધી પહોંચેલા છો?

પ્રભુપાદ: હા.

સ્ત્રી મુલાકાતી: અત્યારે સવારે અમારામાથી કોઈને અનુયાયી બનવું હોય તો શું છોડવું પડે?

પ્રભુપાદ: સૌ પ્રથમ વ્યભિચાર.

સ્ત્રી મુલાકાતી: તેનો મતલબ સંપૂર્ણ મૈથુન ક્રિયા કે...?

પ્રભુપાદ: શું?

સ્ત્રી મુલાકાતી: વ્યભિચાર નો મતલબ શું?

પ્રભુપાદ: વ્યભિચાર... લગ્નેતર, કોઈ સંબંધ સિવાય મૈથુન ક્રિયા, એ વ્યભિચાર છે.

સ્ત્રી મુલાકાતી: મતલબ, લગ્નજીવન માં મૈથુન ક્રિયાની છૂટ છે, પણ બહાર નહિ.

પ્રભુપાદ: એ પાશવી મૈથુન ક્રિયા છે. જેમ કે પશુઓ, તેઓ સંબંધ વગર મૈથુન કરે છે. પણ માનવ સંસ્કૃતિમાં પ્રતિબંધ છે. દરેક દેશમાં, દરેક ધર્મમાં, એક લગ્નપ્રથા હોય છે. તો, લગ્નેતર, મૈથુન ક્રિયા એ વ્યભિચાર છે.

સ્ત્રી મુલાકાતી: પણ મૈથુનક્રિયાની લગ્નમાં છૂટ છે.

પ્રભુપાદ: હા. એ છે.

સ્ત્રી મુલાકાતી: અને બીજું શું છોડવું પડે...

પ્રભુપાદ: દરેક જાતનો નશો છોડવો પડે.

સ્ત્રી મુલાકાતી: મતલબ ડ્રગ્સ અને દારૂ?

પ્રભુપાદ: કોઈ પણ પ્રકારની નશાકારક વસ્તુ.

શ્યામસુંદર: ચા પણ અને...

પ્રભુપાદ: ચા, સિગારેટ, પણ. એ બધી નશાકારક વસ્તુઓ છે.

સ્ત્રી મુલાકાતી: તો એમાં દારૂ, મારીજુઆના, ચા નો સમાવેશ થાય. બીજું કઈ?

પ્રભુપાદ: હા. પશુઓનો આહાર છોડવો પડે. દરેક જાતનો માંસાહાર. માંસ, ઈંડા, માછલી, અને એવું. અને જુગાર પણ છોડવો પડે.

સ્ત્રી મુલાકાતી: શું કોઈએ પોતાનુ કુટુંબ પણ છોડવું પડે? મને લાગે છે કે બધા મંદિરમાં રહે છે, સાચું ને?

પ્રભુપાદ: ઓહ, હા. જ્યાં સુધી કોઈ આ બધી પાપમાય પ્રવૃતિઓ છોડે નહીં, તે દિક્ષા ના લઈ શકે.

સ્ત્રી મુલાકાતી: તો, પોતાનું કુટુંબ પણ છોડવું પડે?

પ્રભુપાદ: કુટુંબ?

સ્ત્રી મુલાકાતી: દિક્ષા લેવા માટે... હા...

પ્રભુપાદ: હા. કુટુંબ. અમને કુટુંબ સાથે લેવાદેવા નથી, અમને વ્યક્તિગત માણસ સાથે નિસ્બત છે. જો કોઈને કૃષ્ણ ભાવનામૃતમાં દિક્ષા લેવી હોય તો તેને બધી પાપમય પ્રવૃતિઓ છોડવી પડે.

સ્ત્રી મુલાકાતી: મતલબ કુટુંબ પણ છોડવું પડે. પણ તેનું શું...

શ્યામસુંદર: ના, ના, તમારે કુટુંબ કે ઘરનો ત્યાગ કરવાની જરૂર નથી.

સ્ત્રી મુલાકાતી: મારો મતલબ, જો મારે દિક્ષા લેવી હોય, તો મારે અહી આવીને રહેવું ના પડે?

શ્યામસુંદર: ના.

પ્રભુપાદ: જરૂરી નથી.

સ્ત્રી મુલાકાતી: ઓહ, હું મારા ઘરે રહી શકું?

પ્રભુપાદ: ઓહ હા.

સ્ત્રી મુલાકાતી: વ્યવસાયનું શું? કામ પણ છોડવું પડે?

પ્રભુપાદ: તમારે આ બધી પાપમય પ્રવૃતિઓ છોડવી પડે અને આ માળા પર હરે કૃષ્ણ મંત્ર નો જાપ કરવો પડે. બસ, એટલું જ.

સ્ત્રી મુલાકાતી: મારે કોઈ આર્થિક મદદ કરવી પડે?

પ્રભુપાદ: ના. એ તમારી સ્વેછા છે. જો તમે કરો, તો સારું. નહીં તો, અમને કઈ વાંધો નથી.

સ્ત્રી મુલાકાતી: માફ કરજો, હું સમજી નહીં.

પ્રભુપાદ: અમને કોઈના આર્થિક સહયોગ પર નિર્ભર રહેવું નથી. અમે ભગવાન અથવા કૃષ્ણ પર નિર્ભર છીએ.

સ્ત્રી મુલાકાતી: મતલબ, મારે કઈ પણ ધન નહીં આપવું પડે.

પ્રભુપાદ: ના.

સ્ત્રી મુલાકાતી: તો શું આજ એ મુખ્ય વસ્તુઓ છે જે એક સાચા અને ઢોંગી ગુરુ ને અલગ પડે છે?

પ્રભુપાદ: હા. એક સાચો ગુરુ ધંધાદારી નથી.