GU/Prabhupada 0200 - એક નાનકડી ભૂલ સંપૂર્ણ યોજનાને બગડી નાખશે

Revision as of 11:57, 3 May 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0200 - in all Languages Category:GU-Quotes - 1975 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on CC Adi-lila 1.11 -- Mayapur, April 4, 1975

તો, સંપૂર્ણ વેદિક યોજના એવી રીતે ઘડવામાં આવી છે કે આખરે માણસ જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિના ચક્કરમાથી બચી જાય છે. ઘણા લાંબા સમય પહેલા, વિશ્વામિત્ર મુનિ મહારાજ દશરથની પાસે રામ-લક્ષ્મણની ભિક્ષા માંગવા આવેલા. તેમને વનમાં લઈ જવા માટે કારણકે એક રાક્ષસ પરેશાન કરતો હતો... તેઓ તેને મારી શકે, પણ રાક્ષસને મારવાનું કાર્ય ક્ષત્રિયાઓનું છે. આ વેદિક સંસ્કૃતિ છે. તે બ્રાહ્મણોનું કાર્ય નથી. તો વિશ્વામિત્ર મુનિનું મહારાજ દશરથ દ્વારા સૌ પ્રથમ સ્વાગત થયું, કે ઐહિષ્ઠમ યત પુનર્જન્મ-જયાય: “તમે... તમે મહાન ઋષિઓ, સાધુ પુરુષો, તમે સમાજનો તિરસ્કાર કરેલો છે. તમે વનમાં એકલા રહો છો. તેનું પ્રયોજન શું છે? પ્રયોજન છે પુનર્જન્મ-જયાય, જન્મના પુનરાવર્તન પર વિજય મેળવવા.” તે પ્રયોજન છે. તેવી જ રીતે, આપનું કૃષ્ણ ભાવનામૃત આંદોલન પણ તેજ હેતુ માટે છે, પુનર્જન્મ-જયાય. જન્મ અને મૃત્યુના પુનરાવર્તન પર વિજય મેળવવા. તમારે આ હમેશા યાદ રાખવું જોઈએ. એક નાનકડી ભૂલ સંપૂર્ણ યોજનાને બગડી નાખશે, એક નાનકડી ભૂલ. પ્રકૃતિ ખૂબ જ બળવાન છે. દૈવી હી એષા ગુણમયી મમ માયા દુરત્યયા (ભ.ગી. ૭.૧૪). ખૂબ, ખૂબ બળવાન. તો તમે બધા, છોકરાઓ અને છોકરીઓ, જે લોકો અમેરિકાથી આવ્યા છે, હું તેમનો ખૂબ આભારી છું. ઓછા ગંભીર ના થશો. ખૂબ જ ગંભીર થાઓ. અને બીજી વસ્તુની હું વિનંતી કરીશ, ખાસ કરીને અમેરિકનોને, કે અમેરિકા પાસે વિશ્વને બચાવવા માટે સારી ક્ષમતા છે, તો તમે ખૂબ સરસ રીતે તમારા દેશમાં પ્રચાર કરો... અને તેમાંના બધાજ લોકો રસ નહીં લે, પણ જો માણસોનો એક ભાગ પણ તમારા દેશમાં, તમે જો તેમને કૃષ્ણભક્ત બનાવી શકશો, તો તે સંપૂર્ણ જગતમાટે મહાન લાભ થશે. પણ લક્ષ્ય એ જ છે, પુનર્જન્મ-જયાય: જન્મ, મૃત્યુ અને જરાની ઉપર વિજય પ્રાપ્ત કરવો. આ બનાવી કાઢેલી વાત નથી, આ સત્ય છે. લોકો ગંભીર નથી. પણ તમે લોકોને શીખવાડો; નહીંતો, સમસ્ત માનવ સંસ્કૃતિ સંકટમાં છે. તેઓ પશુ સમાન છે, વગર... ખાસ કરીને આ સામ્યવાદી આંદોલન ખૂબ જ ખતરનાક છે – મોટા પશુઓ ઉત્પન્ન કરે છે. તેઓ પહેલેથી જ પશુઓ છે, અને આ આંદોલન મોટા પશુઓ બનાવી રહ્યું છે.

તેથી હું અમેરિકાને સંબોધી રહ્યો છું કારણકે અમેરિકા આ સામ્યવાદી આંદોલન સામે થોડું ગંભીર છે. અને તેનો વિરોધ થઈ શકે છે કારણકે તે ઘણા લાંબા સમયથી ચાલતી આવે છે. દેવ અસુર, દેવાસુર, દેવતાઓ અને દાનવો વચ્ચેની લડાઈ. તો તેજ લડાઈનું નામ બદલાઈ ગયું છે, “સામ્યવાદી અને મૂડીવાદી.” પણ મૂડીવાદી પણ લગભગ એસી, નેવું ટકા દાનવો છે. હા. કારણકે તે લોકો ભગવાનનું વિજ્ઞાન જાણતા નથી. તે આસુરી સિદ્ધાંત છે. તો તમારા દેશમાં તેમને બનાવવાનો સારો અવસર છે, કે પછી તેમના દાનવી સિદ્ધાંતો સુધારવાનો. અને પછી તેઓ ખુબજ, મતલબ, શક્તિથી બીજા દાનવો સામે લડાઈ કરી શકશે. કારણકે જો આપણે દેવ બનીએ... દેવ નો મતલબ વૈષ્ણવ. વિષ્ણુ-ભક્તો ભવેદ દેવ આસુરસ તદ-વિપર્યાયઃ તેઓ કે જ ભગવાન વિષ્ણુના ભક્તો છે, તેઓ દેવ કહેવાય છે. અને જે લોકો ફક્ત વિરોધી છે... વિરોધી, તેમને પણ કોઈક ભગવાન હોય છે. જેમકે દાનવો, તે લોકો ખાસ કરીને ભગવાન શિવની પુજા કરે છે. ઉદાહરણ તરીકે રાવણ… અમે કારણ વગર આરોપ નથી મુક્તા. રાવણ એક મહાન દાનવ હતો, પણ તે ભક્ત હતો... ભગવાન શિવની પુજા કરતો હતો કઈક ભૌતિક લાભ માટે. અને વિષ્ણુભક્તિમાં, ભૌતિક લાભ છે. તે ભગવાન વિષ્ણુ દ્વારા પ્રદત્ત છે. તે કર્મ નથી. પણ વૈષ્ણવ, તે કોઈ ભૌતિક લાભની ઈચ્છા નથી રાખતો. ભૌતિક લાભ આપમેળે આવે છે. પણ તેઓ, તેઓ ઈચ્છા નથી કરતાં. અન્યાભિલાષીતા-શૂન્યમ (ભ.ર.સિ. ૧.૧.૧૧). ભૌતિક લાભ એ તેમના જીવનનું લક્ષ્ય નથી હોતું. તેમના જીવનનું લક્ષ્ય હોય છે – કેવી રીતે વિષ્ણુને, ભગવાન વિષ્ણુને સતુંષ્ટ કરવા. તે વૈષ્ણવ છે. વિષ્ણુર અસ્ય દેવતઃ ન તે... અને દાનવો, તેઓ નથી જાણતા કે વૈષ્ણવ બનવું એ જીવનની સર્વોચ્ચ પૂર્ણતા છે. તેઓ નથી જાણતા.

તો કઈ વાંધો નહિ, આમરી વિનંતી છે કે તમે બધા નવયુવકો જે લોકોએ આ વૈષ્ણવ સંપ્રદાયનો માર્ગ લીધો છે, અને તમાર દેશમાં આ સંપ્રદાયનો પ્રચાર કરવાની ખૂબ સારી તક છે, તો ભલે તમે બીજા દેશોમાં એટલા સફળ ના થાઓ, તમાર દેશમાં તમે ખૂબ સફળ થશો. ખૂબ સારી ક્ષમતા છે. અને તેમને આસુરી સિદ્ધાંતો સામે લડવા માટે મજબૂત બનાવવાનો પ્રયત્ન કરો.

આપનો ખૂબ ખૂબ આભાર.