GU/Prabhupada 0203 - આ હરે કૃષ્ણ આંદોલનને રોકશો નહીં

Revision as of 15:29, 25 June 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0203 - in all Languages Category:GU-Quotes - 1975 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture and Initiation -- Chicago, July 10, 1975

પ્રભુપાદ: યજ્ઞ... યજ્ઞ-દાન-તપ:-ક્રિયા. મનુષ્ય જીવન યજ્ઞ કરવા માટે, દાન આપવા માટે છે, અને તપસ્યા કરવા માટે છે. ત્રણ વસ્તુઓ. મનુષ્ય જીવન એટલે તે. મનુષ્ય જીવનનો અર્થ એમ નથી કે બિલાડી અને કૂતરાની જેમ જીવવું. તે નિષ્ફળતા છે. તે પ્રકારની સભ્યતા,કૂતરાઓની સભ્યતા, મનુષ્ય જીવનની નિષ્ફળતા છે. મનુષ્ય જીવન ત્રણ વસ્તુઓ માટે છે: યજ્ઞ-દાન-તપઃ ક્રિયા. વ્યક્તિએ જાણવું જોઈએ કેવી રીતે યજ્ઞ કરવું, કેવી રીતે દાનમાં આપવું, અને કેવી રીતે તપસ્યા કરવી. તે મનુષ્ય જીવન છે. તો યજ્ઞ-દાન-તપસ્યા, બીજા યુગોમાં તેઓ તેમના સાધનોના અનુસાર કરતાં હતા. જેમ કે સત્ય-યુગમાં, વાલ્મિકી મુનિ, તેમણે તપસ્યા, ધ્યાન, સાઠ હજાર વર્ષો માટે કર્યું હતું. તે સમયે લોકો હજારો વર્ષો જીવતા હતા. તે હવે શક્ય નથી. ધ્યાન તે યુગમાં શક્ય હતું, પણ અત્યારે તે શક્ય નથી. તેથી શાસ્ત્રોની ભલામણ છે કે યજ્ઞે: સંકીર્તન: પ્રાયૈહ: (શ્રી.ભા. ૧૧.૫.૩૨): "તમે આ યજ્ઞ કરો, સંકીર્તન યજ્ઞ." તો સંકીર્તન યજ્ઞ કરવાથી, તમને તે જ પરિણામ મળે છે. જે વાલ્મિકી મુનિને ફળ સાઠ હજાર વર્ષોના ધ્યાનથી મળ્યું હતું, તમને તે જ પરિણામ મળી શકે છે સંકીર્તન-યજ્ઞને કદાચ થોડા દિવસો માટે કરવાથી. એટલી બધી કૃપા છે.

તો હું ખૂબજ પ્રસન્ન છું કે પાશ્ચાત્ય દેશોમાં, વિશેષ કરીને અમેરિકામાં, તમે ભાગ્યશાળી છોકરાઓ અને છોકરીઓ, આ સંકીર્તન યજ્ઞમાં સંમિલિત થયા છો. લોકો તેની પ્રશંસા કરે છે. હું પણ ખૂબજ પ્રસન્ન છું. તો આ યજ્ઞ, જેમ કે તમે વિગ્રહોને બસમાં લઈને, આંતરિક ભાગોમાં જઈને સંકીર્તન યજ્ઞ કરો છો... આ વિધિને ચાલુ રાખો જ્યા સુધી તમારો આખો દેશ રાષ્ટ્રીય રૂપે આને સ્વીકાર કરે.

ભક્તો: જય!

પ્રભુપાદ: તેઓ સ્વીકાર કરશે. તેની ભવિષ્યવાણી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા અપાયેલી છે,

પૃથ્વીતે આછે યત નગરાદિ ગ્રામ
સર્વત્ર પ્રચાર હોઈબે મોરા નામ

ચૈતન્ય મહાપ્રભુની ઈચ્છા હતી કે દરેક ગ્રામ, દરેક નગર, દરેક રાષ્ટ્ર, દરેક શહેરમાં, આ સંકીર્તન આંદોલન થાય અને લોકો શ્રી ચૈતન્ય મહાપ્રભુને ઋણી રહે: "મારા ભગવાન, તમે અમને એટલી શ્રેષ્ઠ વસ્તુ આપી છે." તે ભવિષ્યવાણી છે. માત્ર આપણે આપણો શ્રેષ્ઠ પ્રયત્ન કરવાનો છે. તો તે ખૂબ અઘરું નથી. તમે વિગ્રહની સ્થાપના કરી છે. જુદા જુદા બસમાં લઇને શહેરથી શહેર, નગરથી નગર, અને ગામથી ગામ જાઓ, અને હવે તમારી પાસે અનુભવ છે, તો આ આંદોલનને વિસ્તારિત કરો. જેમ કે મે પેહલા પણ વારંવાર કહ્યું છે, અમેરિકા, તમારો દેશ, ખૂબજ ભાગ્યશાળી છે, અને તેમને આની જ જરૂર છે, સંકીર્તન... ત્યારે તે પૂર્ણ બનશે. હું કાલે કેટલી બધી વસ્તુઓ ઉપર ચર્ચા કરી રહ્યો હતો - કદાચ તમે સમાચારપત્રમાં જોયું હોય - કે મોટી ફેરબદલની જરૂર છે, આધ્યાત્મિક ફેરબદલ. હવે, વર્તમાન સમયે વસ્તુઓ બહુ સારી રીતે નથી ચાલી રહી. ભૌતિક રીતે, નારાજ ન થતા કે આ ભાગમભાગ આપણા આધ્યાત્મિક જીવનમાં મદદ નહીં કરે. ભૌતિક રીતે પ્રગતિશીલ રહો, પણ તમારું આધ્યાત્મિક કર્તવ્ય અને આધ્યાત્મિક સ્વરૂપને ભૂલતા નહીં. ત્યારે નુકસાન છે. પછી તે શ્રમ એવ હી કેવલમ (શ્રી.ભા. ૧.૨.૮) છે, માત્ર શૂન્ય વસ્તુ માટે કાર્ય કરવું. જેમ કે તમારું ચંદ્ર પ્રયાણ, તે માત્ર સમયનો બગાડ અને ધનનો વ્યર્થ ખર્ચ છે. કેટલા બધા અબજો ડોલર તમે બગાડી દીધા, અને તમને મળ્યું શું? થોડી ધૂળ, બસ. તે રીતે મૂર્ખ ન બનતા .બસ તમે વ્યવહારિક બનો. જો આટલું બધુ ધન, ડોલર, ખર્ચાયું હોત, તમારા આખા દેશમાં આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને વિતરિત કરવા માટે, તો ખૂબ મહાન લાભ મળ્યો હોત. ઠીક છે, આપણે કશું નથી કહી શકતા. તમારા ધનનો ખર્ચ તમે કરી શકો છો. તે તમારૂ કાર્ય છે. પણ આપણે અધિકારીઓને વિનંતી કરે છીએ અને બુદ્ધિશાળી લોકોને કે તમે આ સંકીર્તન આંદોલનનો સ્વીકાર કરો, વિશેષ કરીને અમેરિકામાં, અને તેનો વિસ્તાર કરો દુનિયાના અન્ય ભાગોમાં, યુરોપમાં, એશિયામાં. તમને પેહલાથી જ દુનિયામાં સૌથી ધની દેશનું સન્માન મળેલું છે. તમારી પાસે બુદ્ધિ છે. તમારી પાસે બધું જ છે. બસ આ આંદોલનનો, હરે કૃષ્ણ આંદોલનનો સ્વીકાર કરો, ધૈર્ય સાથે, અને ધ્યાન સાથે અને બુદ્ધિ સાથે. તે ખૂબજ સરળ છે. તમે અનુભવી છો. રોકતા નહીં. તેને વધુ ને વધુ વધારો. તમારો દેશ સુખી બનશે, અને આખી દુનિયા સુખી બનશે.

આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.

ભક્તો: જય.!