GU/Prabhupada 0218 - ગુરુ આંખોને ખોલે છે

Revision as of 04:29, 6 August 2015 by Visnu Murti (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0218 - in all Languages Category:GU-Quotes - 1975 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture on SB 6.1.55 -- London, August 13, 1975

તો આપણે બધા જીવો,આપણે કૃષ્ણના અંશ છીએ. જેમ કે અગ્નિ અને અગ્નિના નાના કણ,આપણી પરિસ્થિતિ થોડી એવી છે, નહીતો સૂર્ય અને ચમકતા તત્ત્વ ભેગા થઈને રોશની બને છે. જે રોશની આપણે રોજ જોવે છીએ,તે એક સજાતીય મેળવણી નથી. પરમાણુ છે,ખૂબજ નાના,ચમકતા કણ. તો અમે તેમ છે,ખૂબજ નાના... જેમ અણુ છે,ભૌતિક અણુ - કોઈ પણ તેને ગણી નથી શકતા - તેમજ,અમે ભગવાનના અણુરૂપના અંશ છીએ. આપણે કેટલા બધા છીએ,તેનું કઈ માપ નથી.અસંખ્ય. અસંખ્ય એટલે કે આપણે ગણી નથી શકતા.એટલા બધા જીવો. તો આપણે ખૂબજ નાના કણ છે,અને આપણે આ ભૌતિક જગતમાં આવ્યા છીએ, જેમ કે વિશેષ કરીને યુરોપીયો,તે બીજા દેશોમાં જાવે છે રાજ્ય સ્થાપિત કરવા માટે, ભૌતિક સાધનસામગ્રીને પોતાના ઇન્દ્રિય તૃપ્તિ માટે વાપરવા માટે. અમેરિકાની શોધ થઇ હતી,અને યુરોપી લોક ત્યાં ગયા હતા, તેમની યુક્તિ હતી ત્યાં જઈને અને... હવે તે પ્રયાસ કરે છે ચંદ્ર ગ્રહમાં જવા માટે જોવા માટે કે કોઈ માર્ગ છે કે નહિ... આ બદ્ધ જીવનો સ્વભાવ છે. તો તે આ ભૌતિક જગતમાં આવ્યા છીએ.કૃષ્ણ ભૂલિયાં જીવ ભોગ વાંછા કરે એટલે કે પુરુષ ભોક્તા છે.ભોક્તા.વાસ્તવમાં કૃષ્ણ ભોક્તા છે. ભોક્તારામ યગ્ય-તપસામ(ભ.ગી.૫.૨૯).તો આપણે કૃષ્ણની નકલ કરી રહ્યા છીએ.તે આપણી પરિસ્થિતિ છે. બધા કૃષ્ણ બનવાનો પ્રયાસ કરે છે. માયાવાદીયો,ભલે તે ખૂબ કઠોર તપસ્યા કરી છે,.. ખૂબજ કડકાઈ થી આધ્યાત્મિક જીવનના નિયમોનો અભ્યાસ કરે છે- પણ કારણ કે તે માયામાં છે,અંતમાં તે વિચારે છે કે,"હું ભગવાન છું,પુરુષ છું.",તે જ રોગ,પુરુષ. પુરુષ એટલે કે ભોક્તા.કે,"હું કૃષ્ણ છું..."ભોક્તારમ યજ્ઞ... અને એટલા બધા તપસ્યા કરવા પછી અને નિયમોનું પાલન કરવા પછી ઉન્નત થયા છતાં, માયા એટલી શક્તિશાળી છે કે,હજી પણ તે વિચાર કરે છે કે "હું પુરુષ છું." સાધારણ પુરુષ જ નહિ,પણ પરમ પુરુષ,જેમ કૃષ્ણનું વર્ણન ભગવદ ગીતામાં થયું છે. પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાસ્વતમ(ભ.ગી.૧૦.૧૨)"તમે પુરુષ છો." તો માયા એટલી તાકતવર છે કે આટલા જન્મોથી લાત ખાવા છતાં, જનમ પછી જનમ,છતાં તે વિચારે છે કે "હું પુરુષ છું.હું ભોક્તા છું.".આ રોગ છે. તેથી અહી કેહવામાં આવેલું છે કે - એશ પ્રકૃતિ-સંગેન-પુરુષસ્ય વિપર્યયહ. તેનું ભૌતિક જીવન તે ધારણા થી પ્રારંભ થયેલું છે કે,"હું પુરુષ છું.હું ભોક્તા છું." અને,કારણ કે તે આ ધારણાને નથી છોડી શકતો કે,"હું ભોક્તા છું." અને,કારણ કે તે આ ધારણાને નથી છોડી શકતો કે,"હું ભોક્તા છું." કારણ કે જીવ ભગવાનનો અંશમાત્ર છે અને ભગવાન સત-ચિત-આનંદ-વિગ્રહ છે(બ્ર.સન.૫.૧) તો આપણે પણ સત-ચિત-આનંદ વિગ્રહ છીએ,નાના સત-ચિત-આનંદ વિગ્રહ, પણ આપણું સ્થાન છે પ્રકૃતિ,પુરુષ નહિ.બન્ને, જેમ કે રાધા અને કૃષ્ણ.બન્ને એક જ ગુણના છે, રાધા-કૃષ્ણ-પ્રણય-વિકૃતિ અહ્લાદીની-શક્તિર-અસ્માત, તે એક જ છે,પણ છતાં,રાધા પ્રકૃતિ છે,અને કૃષ્ણ પુરુષ છે તેમજ આપણે કૃષ્ણના અંશમાત્ર હોવા છતાં પ્રકૃતિ છે,અને કૃષ્ણ પુરુષ છે, તો જ્યારે આપણે મોહવશ,પુરુષ બનવાનો વિચાર કરીએ છીએ,તેને માયા કેહવાય છે અથવા વિપર્યય તે અહી બતાવેલું છે.એવં-પ્રકૃતિ-સંગેના પુરુષસ્ય વિપર્યય વિપર્યય એટલે કે વાસ્તવમાં તે પુરુષ સાથે આનંદને ભોગવા માટે છે, જ્યારે પુરુષ અને પ્રકૃતિ,પુરુષ અને સ્ત્રી,ભોગ કરે છે,તે ભોગ કરે છે,તેમને એકસમાન આનંદ મળે છે,છતાં એક પુરુષ છે,અને બીજો પ્રકૃતિ છે. તેમજ,કૃષ્ણ પુરુષ છે,અને આપણે પ્રકૃતિ છે. જો આપણે કૃષ્ણ સાથે ભોગ કરીએ,ત્યારે આનંદ,સત-ચિત-આનંદ,છે. તે આપણે ભૂલી ગયા છે.આપણને પુરુષ બનવું છે. તો એક રીતે કે બીજા રીતે,આ સ્તિથી અસ્તિત્વમાં આવ્યું છે,એક ખોટી ધારણા પુરુષ બનવાનો,કે ભોક્તા બનવાનો. ત્યારે તેનો પરિણામ શું છે? પરિણામ તે છે કે આપણે જનમ પછી જનમ ભોક્તા બનવાનો પ્રયાસ કરે છીએ,પણ આપણે ભુક્ત થિયે છીએ,આપણે ભોક્તા નથી. આપણે માત્ર ભોક્તા બનવા માટે પ્રયાસ કરી રહ્યા છે.તે આપણી સ્તિથી છે. તો કેવી રીતે તમે આ સંઘર્ષને રોકી શકો છો અને તમારા મૂળ અવસ્થામાં આવી શકો છો?તે અહી બતાવેલું છે. સ એવ ન ચીરાદ ઈશ-સંગ-વિલીયાતે જીવનની આ ખોટી ધારણા,કે"હું પુરુષ છું.",તે પૂર્ણ રીતે નષ્ટ થઇ શકે છે, કેવી રીતે?ઈશ-સંગ,ભગવાન સાથે સંગ દ્વારા,ઈશ, ઈશ એટલે કે પરમ નિયામક,ઈશ સંગ, "તો ઈશ ક્યાં છે?હું ઈશને જોવી શકતો નથી.હું જોઈ શકતો નથી..." કૃષ્ણ,પણ ઈશ,પરમ છે,પણ હું તેને જોઈ શકતો નથી." હવે,કૃષ્ણ છે.તમે અંધા છો.કેમ તમે તેને જોઈ નથી શકતા?" તેથી તમે જોઈ નથી શકતા.તો તમને તમારા આંખોને ખોલવા જોઈએ,બંધ નથી કરવા, તે ગુરુનો કર્તવ્ય છે,ગુરુ આંખોને ખોલે છે, અજ્ઞાન તીમીરાન્ધાસ્ય ગ્યાનાન્જન શાલાકાય ચક્ષુર ઉન્મીલીતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમ:(ગૌતામીય તંત્ર) તો કેવી રીતે કૃષ્ણ આંખોને ખોલે છે?ગ્યાનાન્જન-શલાકય દ્વારા જેમ કે અંધકાર માં આપણે કઈ જોઈ નથી શકતા, પણ જો માચીસ કે બત્તી છે,અને જો બત્તીને સળગાવવાથી,ત્યારે આપણે જોઈ શકે છીએ... તેમજ,ગુરુનો કર્તવ્ય છે કે આંખોને ખોલવું,... આંખોને ખોલવું એટલે કે તેને તે જ્ઞાન આપવું કે,"તમે પુરુષ નથી.તમે પ્રકૃતિ છો.તમારા ધારણાઓને બદલો." તે કૃષ્ણ ભાવનામૃત છે.