GU/Prabhupada 0224 - એક ખામીયુક્ત પાયા પર તમારી મોટી ઈમારતનું નિર્માણ

Revision as of 10:32, 29 June 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0224 - in all Languages Category:GU-Quotes - 1975 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Arrival Address -- Mauritius, October 1, 1975

તત્વજ્ઞાન માનસિક તર્ક નથી. તત્ત્વજ્ઞાન પરમ વિજ્ઞાન છે જેનાથી બીજા બધા વિજ્ઞાનોને પ્રાપ્ત કરવામાં આવે છે. તે તત્વજ્ઞાન છે. તો આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન લોકોને શિક્ષા આપવાનો પ્રયાસ કરે છે આ વિજ્ઞાનોના વિજ્ઞાન વિષે કે તમે સૌથી પેહલા સમજવાનો પ્રયાસ કરો કે "તમે કોણ છો? તમે શું આ શરીર છો કે આ શરીરથી અલગ છો?" આ મહત્વપૂર્ણ છે. અને જો તમે તમારી મોટા ઈમારતોનું નિર્માણ કરતાં જાઓ, એક ખામીયુક્ત પાયા પર, ત્યારે તે નહીં રહે. ત્યાં સંકટ હશે. તો આ આધુનિક સભ્યતા આ ખામીયુક્ત વિચાર ઉપર આધારિત છે કે "હું આ શરીર છું." "હું ભારતીય છું," "હું અમેરિકી છું," "હું હિંદુ છું," "હું મુસ્લિમ છું," "હું ખ્રિસ્તી છું". આ બધા જીવનના શારીરિક ખ્યાલ છે. "કારણકે મને એક ખ્રિસ્તી પિતા અને માતાથી આ શરીર મળ્યું છે, તેથી હું ખ્રિસ્તી છું." પણ હું આ શરીર નથી. "કારણકે મને હિંદુ પિતા અને માતાથી આ શરીર મળ્યું છે, તેથી હું હિંદુ છું." પણ હું આ શરીર નથી. તો આધ્યાત્મિક સમજ માટે ,આ મૂળ સિદ્ધાંત છે સમજવા માટે, કે "હું આ શરીર નથી, હું આત્મા છું" અહમ બ્રહ્માસ્મિ. આ વૈદિક ઉપદેશ છે: "સમજવાનો પ્રયાસ કરો કે તમે આત્મા છો; તમે આ શરીર નથી." યોગ પદ્ધતિનો અભ્યાસ આને જ સમજવા માટે થાય છે. યોગ ઇન્દ્રિય સંયમ: ઇન્દ્રિયોને વશ કરવાથી, વિશેષ કરીને મનને... મન ઇન્દ્રિયોનો મુખિયા છે અથવા સ્વામી છે. મન: શષ્ઠાનીન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કર્ષતી (ભ.ગી. ૧૫.૭). આપણે અસ્તિત્વ માટેનો સંઘર્ષ કરી રહ્યા છીએ આ મન અને ઇન્દ્રિયો દ્વારા, આ શરીરને પોતાની જાત તરીકે સ્વીકાર કરવાની ખોટી ધારણાના અંતર્ગત. તો જો આપણે મનને કેન્દ્રિત કરીએ ઇન્દ્રિયોને વશમાં કરીને, તો આપણે ધીમે ધીમે સમજીશું. ધ્યાનાવાસ્થિત તદ ગતેન મનસા પશ્યંતી યમ યોગીનઃ (શ્રી.ભા. ૧૨.૧૩.૧). યોગીજન, તે પરમ પુરુષ, વિષ્ણુ, ઉપર ધ્યાન કરે છે, અને તે વિધિ દ્વારા તે આત્માનો સાક્ષાત્કાર કરે છે. આત્મ સાક્ષાત્કાર મનુષ્ય જીવનનું પ્રાથમિક લક્ષ્ય છે. તો આત્મ સાક્ષાત્કારનો પ્રારંભ છે સમજવું કે "હું આ શરીર નથી; હું આત્મા છું." અહમ બ્રહ્માસ્મિ.

તો આ વસ્તુઓને ખૂબજ સારી રીતે ભગવદ ગીતામાં સમજાવવામાં આવેલું છે. જો આપણે માત્ર ભગવદ ગીતાનું અધ્યયન કરીશું, યોગ્ય માર્ગદર્શન હેઠળ, તો બધું જ સ્પષ્ટ થઇ જશે, વગર કોઈ મુશ્કેલીએ, કે "હું આ શરીર નથી, હું આત્મા છું. મારૂ કર્તવ્ય આ જીવનના શારીરિક ખ્યાલ કરતાં અલગ છે. હું ક્યારે પણ સુખી નહીં બાનુ, આ શરીરને પોતાની જાત માનવાથી. તે જ્ઞાનનો ખોટો આધાર છે." આ રીતે જો આપણે પ્રગતિ કરીશું, તો આપણે સમજીશું કે, અહમ બ્રહ્માસ્મિ: "હું આત્મા છું." તો હું ક્યાંથી આવ્યો છું? બધાનું વર્ણન ભગવદ ગીતામાં થયેલું છે, કે આત્મા, કૃષ્ણ કહે છે, ભગવાન કહે છે, મમૈવાંશો જીવભૂત: (ભ.ગી. ૧૫.૭) "આ જીવો, તે મારા અંશ છે, નાનકડા ટુકડા છે." જેમ કે મોટી અગ્નિ અને નાનકડી અગ્નિ બંને અગ્નિ છે, પણ મોટી અગ્નિ અને નાની અગ્નિ... તો જ્યાં સુધી અગ્નિના ગુણનો પ્રશ્ન છે, ભગવાન અને આપણે એક જ છે. તો આપણે સમજી શકીએ છીએ, આપણે ભગવાનને પણ સમજી શકીએ છીએ, પોતાને અવલોકન કરીને. તે પણ એક પ્રકારનું ધ્યાન છે. પણ તે સિદ્ધ થશે જ્યારે આપણે સમજીશું કે, "ભલે હું ભગવાનનો અંશ છું, અને એક જ ગુણનો છું, પણ છતાં, તેઓ મહાન છે, અને હું નાનો છું." તે પૂર્ણ સમજૂતી છે. અણુ, વિભુ, બ્રહ્મ, પરબ્રહ્મ, ઈશ્વર, પરમેશ્વર - આ પૂર્ણ સમજૂતી છે. કારણ કે હું ગુણો દ્વારા એક છું, તેનો તે અર્થ નથી કે હું પરમ છું. વેદોમાં કહેલું છે, નિત્યો નીત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). આપણે નિત્ય, શાશ્વત છીએ; ભગવાન પણ શાશ્વત છે. આપણે જીવાત્મા છીએ. ભગવાન પણ જીવાત્મા છે. પણ તેઓ મુખ્ય આત્મા છે; તે મુખ્ય શાશ્વત છે. આપણે પણ શાશ્વત છીએ, પણ આપણે મુખ્ય નથી. કેમ? એકો યો બહુનામ વિદધાતી કામાન (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). જેમ કે આપણને એક નેતાની જરૂરત છે, તેવી જ રીતે, તેઓ પરમ નેતા છે. તેઓ પાલનકર્તા છે. તેઓ પૂરું પાડનાર છે. તેઓ બધાની જરૂરીયાતો પૂરી પાડે છે. આપણે જોઈએ છીએ કે આફ્રિકામાં હાથીઓ છે, કોણ તેમને આહાર પ્રદાન કરે છે? તમારા ઓરડાના કાણામાં લાખો કીડીઓ છે, કોણ તેમને ખોરાક આપે છે? એકો યો બહુનામ વિદધાતી કામાન. તો આ રીતે, જો આપણે પોતાનો સાક્ષાત્કાર કરીશું, તે આત્મ-સાક્ષાત્કાર છે.