GU/Prabhupada 0281 - મનુષ્ય પશુ છે, બુદ્ધિસંપન્ન પશુ

Revision as of 17:36, 1 July 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0281 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 7.2 -- San Francisco, September 11, 1968

યજ જ્ઞાત્વા નેહ ભૂયો અન્યજ જ્ઞાતવ્યમ અવશિષ્યતે (ભ.ગી. ૭.૨). ભૂયો એટલે કે બીજું કઈ પણ સમજવાની જરૂર નથી. બધું પૂર્ણ રીતે જ્ઞાત છે. હવે પ્રશ્ન હશે કે કેમ લોકો કૃષ્ણને સમજતા નથી. તે, નિઃસંદેહ, એક મતલબનો પ્રશ્ન છે, અને તેનો ઉત્તર કૃષ્ણ આગળના શ્લોકમાં આપે છે.

મનુષ્યણામ સહસ્રેષુ
કશ્ચિદ યતતિ સિદ્ધયે
યતતામ અપિ સિધ્ધાનામ
કશ્ચિન મામ વેત્તિ તત્ત્વતઃ
(ભ.ગી. ૭.૩)

મનુષ્યાણામ સહસ્રેષુ. વિવિધ પ્રકારના માણસો છે. જેમ કે આપણે માત્ર આ ગ્રહ ઉપર જ જાણીએ છે, બીજા ગ્રહોને છોડીને, સેંકડો અને હજારો પ્રકારના માણસો છે. અહીં પણ આપણે બેઠા છીએ, કેટલા બધા સ્ત્રી અને પુરુષ છે, કેટલા બધા પ્રકારના છે. અને જો તમે બહાર જશો, ત્યારે બીજા વિવિધ પ્રકારના છે. જો તમે બીજા દેશમાં જશો - ભારત, જાપાન, ચીન - ત્યાં તમને બીજા મળશે. તેથી તેમ કહેલું છે, મનુષ્યાણામ સહસ્રેષુ (ભ.ગી. ૭.૩), કેટલા બધા વિવિધ પ્રકારના માણસોમાંથી, કશ્ચિદ યતતિ સિદ્ધયે, માત્ર થોડા જ લોકો જીવનના તત્વજ્ઞાનને સમજવાનો નિશ્ચય કરે છે.

કારણકે મનુષ્ય એક બુદ્ધિસંપન્ન પ્રાણી છે. મનુષ્ય બુદ્ધિસંપન્ન છે. મનુષ્ય પશુ છે, પણ બુદ્ધિસંપન્ન. મનુષ્યને વિશેષ પુરસ્કાર છે કે તે નિર્ણય લઇ શકે છે કે શું સાચું છે, શું ખોટું છે. તેને પશુઓ કરતા વધારે જ્ઞાન છે. તો વર્તમાન સમયે શૈક્ષણિક પદ્ધતિ એટલી ખરાબ છે કે તે વ્યવહારિક રૂપે માત્ર પશુઓની શિક્ષા છે. પશુઓની શિક્ષા એટલે કે આપણે ખૂબજ આતુર છીએ શીખવા માટે ખાવું, ઊંઘવું, પ્રજનન અને સંરક્ષણના વિષય વિશે, તે પશુ શિક્ષણ છે. ખાવું, ઊંઘવું, પ્રજનન અને સંરક્ષણ, ઓહ, તમને પશુઓમાં પણ પ્રાપ્ત થાશે. તેમાં કોઈ અંતર નથી. તેમની પોતાની રક્ષણની પદ્ધતિઓ છે, તેમની પોતાના ઊંઘવાની પદ્ધતિઓ છે, તેમની પોતાની મૈથુનની પદ્ધતિઓ છે. તમે તમારી પત્ની સાથે મૈથુન કરો છો એક એકાંત સ્થાનમાં, એક સારા અને સજાવેલા ઓરડામાં, પણ એક કૂતરો શેરીમાં મૈથુન કરે છે, પણ પરિણામ એક જ છે. તો મૈથુનના સ્તરને સુધારવું તે સંસ્કૃતિનો વિકાસ નથી. તે એક સજાવેલી પશુ સભ્યતા છે, બસ. પશુ પણ, કૂતરો પણ બીજા કૂતરાઓથી પોતાને બચાવી શકે છે. અને જો તમે વિચારો છો કે તમે અણુ શક્તિનો વિકાસ કર્યો છે રક્ષણ માટે, તે માનવ સભ્યતાનો વિકાસ નથી. તે રક્ષણની પદ્ધતિ છે, બસ. તેવી જ રીતે, તમે વિશ્લેષણ કરતા જાઓ.

મનુષ્યનું વિશ્લેષણ ત્યારે પૂર્ણ થાય છે જ્યારે તે પોતાના બંધારણીય સ્વરૂપની શોધ કરે છે. "હું શું છું? હું શું છું? શું હું આ શરીર છું? હું કેમ આ જગતમાં આવ્યો છું?" આ જીજ્ઞાસાની જરૂર છે. તે મનુષ્યનો વિશેષ અવસર છે. તેથી જેવો તે જિજ્ઞાસા કરવાનો પ્રારંભ કરે છે "હું શું છું?" અને જો તે તેવી રીતે જિજ્ઞાસા કરતો જાય છે, ત્યારે તે ભગવાન પાસે આવશે. કારણકે તે ભગવાનનો અંશ છે. તે ભગવાનનો એક નમૂનો છે. તેથી મનુષ્યાણામ સહસ્રેષુ (ભ.ગી. ૭.૩). હજારો, હજારો, માણસોમાંથી કોઈ એક વ્યક્તિ કે થોડા વ્યક્તિઓ, ભગવાનને સમજવા માટે ઉત્સુક હશે. માત્ર જાણવા માટે નહીં... ભગવાનને જાણવા માટે નહીં, પણ પોતાને જાણવા માટે. અને જો તે પોતાને જાણવાની ઈચ્છા કરશે, તો ધીમે ધીમે તે ભગવાન પાસે આવશે.