GU/Prabhupada 0287 - તમારી યાદશક્તિને, કૃષ્ણપ્રેમને પુનર્જીવિત કરો

Revision as of 10:54, 30 April 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0287 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture -- Seattle, September 30, 1968

પ્રભુપાદ: કોઈ પ્રશ્ન?

મધુદ્વિષઃ પ્રભુપાદ? શું તે ઠીક છે જો અમે શ્રીમદ ભાગવતમ ભગવદ્ ગીતા પછી વાંચીએ જ્યારે તે બહાર પડશે? અથવા અમે અમારું સંપૂર્ણ સમય શ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપેને વાંચવામાં વીંટાડી દઈએ... અને પછી ત્યાંથી પ્રગતિ કરીએ, કે પછી અમે શ્રીમદ ભાગવતમના અધ્યયનને જારી રાખીયે?

પ્રભુપાદ: નહિ. તમારે ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે વાંચવી જોઈએ. આ માત્ર પ્રાથમિક વિભાજન છે. આધ્યાત્મિક સ્તર ઉપર, બધું પૂર્ણ છે. જો તમે ભગવદ્ ગીતા વાંચશો, તો તમને તે જ સંદેશ મળશે જે તમને શ્રીમદ ભાગવતમમાંથી મળશે. તેમ નથી કે કારણ કે તમે શ્રીમદ ભાગવતમ વાંચો છો, તમને ભગવદ્ ગીતા વાંચવાની જરૂર નથી. તેમ નથી. તમે આ બધા સાહિત્યોને વાંચી હરે કૃષ્ણનો જાપ કરો. નિયમોનુ પાલન કરીને સુખી રહો. અમારો કાર્યક્રમ ખૂબજ સુખદ કાર્યક્રમ છે. અમે જાપ કરીએ છીએ, અમે નાચીએ છીએ, અમે કૃષ્ણ પ્રસાદ ગ્રહણ કરીએ છીએ, અમે કૃષ્ણના સારા ચિત્રો દોરીએ છીએ અને તેને સારી રીતે સજાવીએ છીએ, અને અમે સિદ્ધાંતને વાંચીએ છીએ. તો તમને શું વધારે જોઈએ છીએ? (હાસ્ય)

જાહનવા: કેમ અને કેવી રીતે આપણે કૃષ્ણ વિષે આપણી મૂળ પ્રેમની ચેતનાને ભૂલી ગયા છે?

પ્રભુપાદ: હમ?

તમાલ કૃષ્ણ: કેમ અને કેવી રીતે...કેમ અને કેવી રીતે આપણે કૃષ્ણના પ્રેમને શરૂઆતમાં ભૂલી ગયા છે?

જાહનવા: નહિ, પ્રેમ નહી. માત્ર તે પ્રેમની જાગૃતિ, કૃષ્ણ પ્રતિ આપણો સાચો પ્રેમ.

પ્રભુપાદ: આપણી જાગૃતિ તો છે જ. તમે કોઈને પ્રેમ કરો છો. પણ તમે કૃષ્ણને પ્રેમ કરવા માટે છો, તે તમે ભુઈ ગયા છો. તો ભૂલવું તે પણ આપણો સ્વભાવ છે. થોડા સમય આપણે ભૂલી જઈએ છીએ. અને વિશેષ કરીને કારણ કે આપણે ખૂબજ નાનકડા, તુચ્છ છે. તેથી હું કાલે રાત્રે આ જ સમયે શું કરતો હતો તે સરખી રીતે યાદ નથી રાખી શકતો. તો ભૂલવું તે આપણા માટે કોઈ કૃત્રિમ વસ્તુ નથી. અને પછી, જો કોઈ આપણી સ્મૃતિને પન:સ્થાપિત કરે છે, તેને સ્વીકાર કરવું, તે પણ કૃત્રિમ નથી. તો આપણા પ્રેમ કરવાનું વસ્તુ કૃષ્ણ છે. કોઈ ન કોઈ રીતે, આપણે તેમને ભૂલી ગયા છે. અમે ઇતિહાસ માં શોધતા નથી કે ક્યારે અમે ભૂલી ગયા છે. તે વ્યર્થનો પરિશ્રમ છે. પણ આપણે ભૂલી ગયા છે, તે વસ્તુ છે. હવે તેને પન:ઉદય કરો. આ તમને યાદ અપાવી રહ્યા છે. તો આ મોકાને અપનાવો. ઇતિહાસને જાણવાનો પ્રયાસ ન કરો, કેમ તમે ભૂલી ગયા છો, અને કયો દિવસ હતો ત્યારે તમે ભૂલી ગયા છો? જો તમે જાણી પણ લો, તો શું મતલબ છે? તમે ભૂલી ગયા છો. એનો સ્વીકાર કરો. જેમ કે જો તમે કોઈ વૈદ્ય પાસે જાઓ, તે ક્યારે પણ તમને નઈ પૂછે કે કેવી રીતે તમને આ રોગ આવ્યો છે, આ રોગનો ઇતિહાસ શું છે? કયા સમયે, કે કયા દિવસે તમને આ રોગ થયો. નહિ. તે માત્ર તમારી નાડી જુએ છે અને જુએ છે કે તમને કોઈ રોગ થયો છે અને તમને દવા આપે છે: "હા, તમે લઇ લો." તેમજ, આપણે કષ્ટ ભોગીએ છીએ. તે વાસ્તવમાં છે. કોઈ પણ તેને ના નથી પાડી શકતો. કેમ તે કષ્ટ અનુભવ કરો છો? કૃષ્ણને ભૂલી જાવાના કારણે. બસ. હવે તમે કૃષ્ણનો સ્મરણ ફરીથી ઉદય કરો, તમે સુખી બની જાશો. બસ. ખૂબજ સરળ વસ્તુ છે. હવે તમે ઇતિહાસને શોધવા ના નીકળો, કે ક્યારે તમે ભૂલી ગયા. તમે ભૂલી ગયા છો, તે વાસ્તવિકતા છે, કારણ કે તમે દુઃખ અનુભવ કરો છો, હવે અહીં એક મોકો છે, કૃષ્ણ ભાવનામૃત આંદોલન, તમારૂ સ્મરણ ફરીથી જાગૃત કરો, કૃષ્ણ પ્રતિ પ્રેમને. સરળ વસ્તુ. હરે કૃષ્ણ જાપ કરો, નાચો, અને કૃષ્ણ પ્રસાદ ગ્રહણ કરો. અને જો તમે શિક્ષિત નથી, અભણ છો, તો તમે શ્રવણ કરો. જેમ કે તમને એક પ્રાકૃતિક પુરસ્કાર મળ્યો છે, કાન. તમને એક પ્રાકૃતિક જિહવા મળી છે. તો તમે હરે કૃષ્ણ જાપ કરી શકો છો અને તમે ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમનુ શ્રવણ કરી શકો છો તે વ્યક્તિઓથી જે જ્ઞાની છે. તો કોઈ વિઘ્ન નથી. કોઈ પણ વિઘ્ન નથી. તમારે કોઈ પણ પ્રાથમિક યોગ્યતાની જરૂરત નથી. માત્ર તમારે જે પણ તમારા પાસે સંપત્તિ છે તેનો સદુપયોગ કરવો જોઈએ, બસ. તમારે સ્વીકાર કરવો જોઈએ. તેની જરૂરત છે. "હા, હું કૃષ્ણ ભાવનામૃતને અપનાવીશ" તે તમારા ઉપર નિર્ભર છે કારણ કે તમે સ્વતંત્ર છો. જો તમે સહમત નહી થાઓ, "નહિ. કેમ હું કૃષ્ણને સ્વીકાર કરું?", તો કોઈ પણ તમને આપી નહી શકે. પણ જો તમે સહમત છો, અહીં જ છે, ખૂબજ સરળ. લઇ લો.