GU/Prabhupada 0297 - જે નિરપેક્ષ જ્ઞાનને સમજવા માટે આતુર છે - તેને અધ્યાત્મિક ગુરુની આવશ્યકતા છે

Revision as of 09:35, 16 May 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0297 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Invalid source, must be from amazon or causelessmery.com

Lecture -- Seattle, October 4, 1968

અમારા પદ્ધતિમાં,આદૌ ગુર્વાશ્રયં સદ્-ધર્મ-પૃચ્છત વ્યક્તિને કોઈ પ્રામાણિક ગુરુ પાસે જવું જોઈએ અને તેમનાથી જિજ્ઞાસા કરવું જોઈએ,સદ્-ધર્મ-પૃચ્છત તેમજ,શ્રીમદ ભાગવતમમાં પણ કહેવાયેલું છે જિજ્ઞાસુ શ્રેય: ઉત્તમમ "જે વ્યક્તિને પરમ સત્ય જાણવાની જિજ્ઞાસા છે,તેને ગુરુની જરૂરત છે." તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય: ઉત્તમમ (શ્રી.ભાગ.૧૧.૩.૨૧) જિજ્ઞાસુ એટલે કે પ્રશ્ન પૂછનાર,જે જિજ્ઞાસા કરે છે.જિજ્ઞાસા સ્વાભાવિક છે. જેમ કે એક બાળક તેના જીવનની વૃદ્ધિ સાથે તે માતા-પિતાથી પૂછે છે, "પિતા,આ શું છે?માતા,આ શું છે?આ શું છે?આ શું છે?" તે સારું છે.એક બાળક,છોકરો,જે જિજ્ઞાસા કરે છે,તેનો અર્થ છે કે તે ખૂબજ બુદ્ધિશાળી છોકરો છે. તો આપણને બુદ્ધિશાળી હોવું જોઈએ અને પ્રશ્ન પૂછવો જોઈએ,જિજ્ઞાસા કરવું જોઈએ. બ્રહ્મ-જિજ્ઞાસા.આ જીવન બ્રહ્મ-જિજ્ઞાસા માટે છે,સમજવા માટે,ભગવાનના સંબંધમાં પ્રશ્ન પૂછવા માટે. ત્યારે જીવન સફળ છે.અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અને જિજ્ઞાસા કરતા કરતા,જિજ્ઞાસા કરતા,સમજતા,સમજતા,ત્યારે અંતિમ સ્તર શું છે? તે ભગવદ્ ગીતામાં વ્યક્ત છે:બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે (ભ.ગી.૭.૧૯) જિજ્ઞાસા કરતા કરતા કેટલા બધા જન્મો પછી,જ્યારે વ્યક્તિ વાસ્તવમાં બુદ્ધિશાળી બને છે,જ્ઞાનવાન વ્યક્તિ,ત્યારે શું થાય છે? બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે:"તે મને શરણાગત થાય છે.".કૃષ્ણ કહે છે, કેમ?વાસુદેવ સર્વમ ઇતિ. તે સમજી જાય છે કે વાસુદેવ,કૃષ્ણ,સર્વ કારણોના કારણ છે. સ મહાત્મા સુ-દુર્લભ.પણ તે પ્રકારનો મહાન આત્મા ખૂબજ દુર્લભ છે,તેને સમજવા માટે. તેથી ચૈતન્ય-ચરિતામૃત કહે છે,સેઈ બડો ચતુર.તે ખૂબજ બુદ્ધિશાળી છે. તો આ એક બુદ્ધિશાળી વ્યક્તિની પરિભાષા છે. તો જો આપણને બુદ્ધિશાળી બનવું છે,ત્યારે આપણને તે પદ્ધતિને અપનાવું જોઈએ કેવી રીતે બુદ્ધિશાળી બની શકીયે છીએ. પણ જો બીજા બાજુમાં,જો આપણે વાસ્તવમાં બુદ્ધિશાળી છીએ,ત્યારે કેમ આ કૃષ્ણ ભાવનામૃત તરત જ લઈને બુદ્ધિશાળી બની જઇયે? વગર,આ પદ્ધતિને લિયા વગર,તમે લો... તે તમને સૌથી દયાળુ અવતાર,ભગવાન ચૈતન્ય દ્વારા અર્પિત છે, તે તમને આપે છે,કૃષ્ણ-પ્રેમ-પ્રદાયતે (ચૈ.ચ.મધ્ય.૧૯.૫૩).તે તમને કૃષ્ણનો પ્રેમ આપે છે. રૂપ ગોસ્વામી ભગવાન ચૈતન્યને પ્રણામ અર્પણ કરે છે,નમો મહા વદાનયાય કૃષ્ણ-પ્રેમ પ્રદાયતે. "ઓ મારા પ્રિય ભગવાન ચૈતન્ય,તમે સૌથી દાનવીર છો,બધા અવતારોમાં ઉદાર છો.કેમ?" કારણ કે તમે લોકોને સીધો કૃષ્ણ પ્રેમ પ્રદાન કરો છો. આ કૃષ્ણ-પ્રેમ જે વ્યક્તિને કેટલા બધા જન્મો પછી પણ પ્રાપ્ત નથી થઇ શકે તે તમે સસ્તામાં આપો છો,"તેને લઇ લો તરત જ" નમો મહા-વદનયાય કૃષ્ણ-પ્રેમ-પ્રદાય તે કૃષ્ણાય કૃષ્ણ-ચૈતન્ય તે સમજી શક્ય હતા કે,"તમે કૃષ્ણ છો." નહીંતર,તે કોઈના દ્વારા પણ સંભવ ન હતું કે કૃષ્ણ-પ્રેમ,કૃષ્ણનો પ્રેમ,આટલા સસ્તામાં આપી શકે. "તમે કૃષ્ણ છો.તમારા પાસે આ શક્તિ છે.".અને વાસ્તવમાં એ તેમ છે. કૃષ્ણ જ્યારે સ્વયં આવ્યા અને ભગવદ્ ગીતા શીખડાવ્યુ હતું ,ત્યારે તે આ કૃષ્ણ પ્રેમને,કૃષ્ણ પ્રતિ પ્રેમને આપવામાં અસમર્થ થયા હતા. તે માત્ર કહ્યું હતું કે,સર્વ-ધર્માણ પરિત્યજ્ય મામ એકમ શરણં વ્રજ (ભ.ગી.૧૮.૬૬).પણ લોકો તેમને ગેરસમજ કર્યું હતું. તેથી કૃષ્ણ એક ભક્તના રૂપે આવ્યા અને કૃષ્ણ-પ્રેમ સામાન્ય લોકોને આપ્યું. તો અમારો તમને નિવેદન છે કે તમે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને અપનાવો, અને તમને લાગશે કે,:"મને હાજી કઈ પણ વધારે નથી જોતું,કઈ પણ વધારે નથી. હું સંતુષ્ટ છું.પૂર્ણ રીતે સંતુષ્ટ."

ખૂબ ખૂબ ધન્યવાદ.