GU/Prabhupada 0372 - 'અનાદિ કર્મ ફલે' પર તાત્પર્ય: Difference between revisions

 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 5: Line 5:
[[Category:GU-Quotes - Purports to Songs]]
[[Category:GU-Quotes - Purports to Songs]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0371 - 'આમાર જીવન' પર તાત્પર્ય|0371|GU/Prabhupada 0373 - 'ભજહુ રે મન' પર તાત્પર્ય|0373}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 13: Line 16:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|mRKDvfk43q8|'અનાદિ કર્મ ફલે' પર તાત્પર્ય<br />- Prabhupāda 0372}}
{{youtube_right|X4KHpBdjJtg|'અનાદિ કર્મ ફલે' પર તાત્પર્ય<br />- Prabhupāda 0372}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 22:34, 6 October 2018



Anadi Karama Phale and Purport - Los Angeles

અનાદિ કર્મ ફલે. અનાદિ કર્મ ફલે પોરી ભવાર્ણવઃ જલે તરીબારે ના દેખી ઉપાય. આ ગીત ભક્તિવિનોદ ઠાકુર દ્વારા ગાવામાં આવ્યું છે, જે એક બદ્ધ જીવનું ચિત્ર દર્શાવે છે. અહીં તે કહેલું છે, ભક્તિવિનોદ ઠાકુર કહી રહ્યા છે, સ્વયમને એક સાધારણ મનુષ્યની જેમ માનીને, કે મારા પૂર્વ કર્મોના કારણે, હવે હું આ અવિદ્યાના સાગરમાં પડી ગયો છું, અને હું આ મોટા મહાસાગરમાથી બહાર આવવાનો માર્ગ જોતો નથી. તે વિષના સાગરની જેમ છે, એ વિષય-હલાહલે, દિવા-નિશી હિયા જ્વલે. જેમ કે, જો કોઈ તીખું ભોજન લે છે, ત્યારે હ્રદય બળે છે, તેવી જ રીતે, જેમ આપણે ઇન્દ્રિય તૃપ્તિ દ્વારા સુખી બનવાનો પ્રયત્ન કરીએ છીએ, વાસ્તવમાં, તે વિરોધી બને છે, તે આપણા હૃદયને તાપ આપવાનું એક કારણ બને છે. એ વિષય-હલાહલે, દિવા નિશી હિયા જ્વલે, તે તાપ ચોવીસ કલાક ચાલે છે, દિવસ અને રાત. મન કભુ સુખ નહીં પાય, અને આના કારણે મારું મન સહેજ પણ સુખી નથી. આશ-પાશ-શત-શત ક્લેશ દે અબીરત, હું હંમેશા યોજના બનાવું છું, હજારો અને હજારો, કેવી રીતે સુખી બનવું, પણ વાસ્તવમાં તે બધી મને કષ્ટ આપે છે, દુઃખ આપે છે, ચોવીસ કલાક. પ્રવૃત્તિ ઊર્મિર તાહે ખેલા, તે બિલકુલ સમુદ્રના તરંગોની જેમ છે, એક પછી એક ઠોકર મારે છે, તે મારી પરિસ્થિતિ છે. કામ-ક્રોધ-આદિ ચાય, બાટપારે દેય ભય, તેના સિવાય, કેટલા બધા ચોરો અને ડાકુઓ છે. વિશેષ કરીને છ છે, કામ, ક્રોધ, ઈર્ષા, ભ્રમ, અને કેટલી બધા રીતે, તે હંમેશા ઉપસ્થિત છે, અને હું તેમનાથી ભયભીત છું. અબસાન હોઈલો આસી બેલા, આ રીતે, મારું જીવન આગળ વધે છે, અથવા હું એક અંતમાં પહોંચી રહ્યો છું. જ્ઞાન-કર્મ ઠગ દુઇ, મોરે પ્રતારીયા લોઈ, જોકે આ મારી પરિસ્થિતિ છે, છતાં, આ બે પ્રકારના કાર્યો, માનસિક તર્ક-વિતર્ક અને સકામ કર્મ, તે મને છેતરી રહ્યા છે. જ્ઞાન-કર્મ ઠગ, ઠગ એટલે કે છેતરપિંડી કરનાર. તે છે જ્ઞાન-કર્મ ઠગ દુઇ, મોરે પ્રતારીયા લોઈ, તે મને પથ-ભ્રષ્ટ કરે છે, અને અબશેષે ફેલે સિંધુ-જલે, મને પથભ્રષ્ટ કર્યા પછી, તે મને સમુદ્રના તટ પાસે લાવે છે, અને મને સમુદ્રમાં ડુબાડે છે. એ હેનો સમયે બંધુ, તુમિ કૃષ્ણ કૃપા-સિંધુ, આ પરિસ્થિતિમાં, હે મારા પ્રિય કૃષ્ણ, તમે એક જ મિત્ર છો, તુમિ કૃષ્ણ કૃપા-સિંધુ. કૃપા કોરી તોલો મોરે બલે, હવે મારી પાસે કોઈ સામર્થ્ય નથી આ અવિદ્યાના ભવસાગરમાથી બહાર આવવા માટે, તો હું તમને વિનંતી કરું છું, તમારા ચરણકમળમાં પ્રાર્થના કરું છું, કે તમારી શક્તિ દ્વારા, તમે કૃપા કરીને મને ઉઠાવો. પતિત-કિંકરે ધરી, પાદ-પદ્મ ધૂલી કોરી, છેવટે, હું તમારો નિત્ય સેવક છું. તો, કોઈ ન કોઈ રીતે, હું આ સાગરમાં પડી ગયો છું, તમે કૃપા કરીને મને ઉઠાવો, અને તમારા ચરણ કમળની ધૂળ તરીકે સ્થિત કરો. દેહો ભક્તિવિનોદ આશ્રય, ભક્તિવિનોદ વિનંતી કરે છે, કે "કૃપા કરીને મને તમારા ચરણ કમળમાં આશ્રય આપો." આમિ તવ નિત્ય દાસ, વાસ્તવમાં હું તમારો નિત્ય સેવક છું. ભૂલિયા માયાર પાશ, કોઈ ન કોઈ રીતે હું તમને ભૂલી ગયો છું, અને હવે હું માયાની જાળમાં પતિત થઇ ગયો છું. બદ્ધ હોયે આછી દોયામોય, મારા પ્રિય સ્વામી, હું આ રીતે ફસાઈ ગયો છું. કૃપા કરીને મારી રક્ષા કરો.