GU/Prabhupada 0386 - 'ગૌરાંગેર દૂતિ પદ' પર તાત્પર્ય

Revision as of 13:56, 27 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0386 - in all Languages Category:GU-Quotes - 1969 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Purport to Bhajahu Re Mana -- The Cooperation of Our Mind

યાર ધન સંપદ, સેઈ જાને ભકતિ રસ સાર. આ નરોત્તમ દાસ ઠાકુરે રચેલું બીજું ભજન છે, અને તે કહે છે કે "જે પણ વ્યક્તિએ ભગવાન ચૈતન્યના ચરણ કમળનો સ્વીકાર કર્યો છે, બીજા શબ્દોમાં, જે વ્યક્તિની એક માત્ર સંપત્તિ, ભગવાન ચૈતન્યના બે ચરણ કમળો છે, આવો વ્યક્તિ જાણે છે કે ભક્તિમય સેવાનો સાર શું છે." સેઈ જાને ભકતિ રસ સાર. ભક્તિમય સેવાનું તાત્પર્ય શું છે, અથવા ભક્તિમય સેવાનો રસ શું છે, તે એવા વ્યક્તિ દ્વારા સમજી શકાય છે જેણે ભગવાન ચૈતન્યના ચરણ કમળનો સર્વસ્વ તરીકે સ્વીકાર કર્યો છે. ખ્યાલ છે કે વાસ્તવમાં ભગવાન ચૈતન્ય, તેઓ કૃષ્ણ પોતે છે, અને તેઓ જીવોને ભક્તિમય સેવા વ્યક્તિગત રૂપે શીખવી રહ્યા છે. પ્રત્યક્ષ રૂપે. તેથી ભક્તિમય સેવાની રીત, જેમ ભગવાન ચૈતન્યે શીખવાડી છે, તે સૌથી વધુ પૂર્ણ છે. તેમાં કોઈ સંદેહ ના હોઈ શકે. નિષ્ણાત, અથવા માલિક, સેવકને શીખવાડી રહ્યા છે કે કેવી રીતે કામ કરવું. જો કોઈ વ્યક્તિ કોઈ ઈજનેરી કામનો નિષ્ણાત હોય અને તે વ્યક્તિગત રીતે કોઈ મદદનીશને શીખવાડી રહ્યો હોય, તે શિક્ષા, સૌથી વધુ પૂર્ણ છે. તેવી જ રીતે, ભગવાન કૃષ્ણ, પોતે, એક ભક્તના રૂપમાં, ભક્તિમય સેવા શીખવાડી રહ્યા છે. તેથી ભગવાન કૃષ્ણ દ્વારા અંકિત કરવામાં આવેલો માર્ગ ભક્તિમય સેવાની સિદ્ધિ માટે સૌથી વધુ શક્ય છે. સેઈ જાને ભકતિ રસ સાર. સાર મતલબ સાર.

પછી તે કહે હકે, ગૌરાંગેર મધુરી લીલા, યાર કર્ણે પ્રવેશીલા. હવે તે કહે છે કે ભગવાન ચૈતન્યની લીલાઓ. તે કહે છે કે "ભગવાન ચૈતન્યની લીલાઓ ભગવાન કૃષ્ણના જેટલી જ દિવ્ય છે." ભગવદ ગીતામાં તે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ ફક્ત જો સમજે, કૃષ્ણના દિવ્ય પ્રાકટ્ય, અપ્રાકટ્ય, કાર્યો, તે તરત જ ભગવાનના સામ્રાજ્યમાં પ્રવેશ કરવા માટે યોગ્ય બને છે. ફક્ત કૃષ્ણના દિવ્ય કાર્યો અને લીલાઓને સમજવાથી. તેવી જ રીતે, જે વ્યક્તિ ભગવાન ચૈતન્યની લીલાઓમાં પ્રેવેશે છે, તે તરત જ હ્રદયના બધા જ દૂષણોમાથી મુક્ત બને છે. ગૌરાંગેર મધુરી લીલા, યાર કર્ણે પ્રવેશીલા. કર્ણે પ્રવેશીલા મતલબ ફક્ત તેણે ભગવાન ચૈતન્યનો સંદેશ સાંભળવો પડે. કર્ણે મતલબ કાનથી. સંદેશને વિનમ્ર રીતે સાંભળવો. પછી તરત જ તેનું હ્રદય બધા જ ભૌતિક દૂષણોથી મુક્ત બની જાય છે.

પછી તે કહે છે: યેઈ ગૌરાંગેર નામ લય, તાર હય પ્રેમોદય. ભક્તોને લેવા દેવા હોય છે કે કેવી રીતે ભગવદ પ્રેમ વિકસિત કરવો. નરોત્તમ દાસ ઠાકુર ભલામણ કરે છે કે જે પણ વ્યક્તિ ફક્ત જપ કરે છે, શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ... ગૌરાંગ મતલબ આ બધા જ પાર્ષદો સાથે. જેવુ આપણે ગૌરાંગની વાત કરીએ છીએ, આપણો અર્થ હોવો જોઈએ પાંચ: ભગવાન નિત્યાનંદ, અદ્વૈત, ગદાધર, અને શ્રીવાસ. બધા ભેગા. તો યેઈ ગૌરાંગેર નામ લય, જે પણ વ્યક્તિ જપ કરે છે, તરત જ તે ભગવદ પ્રેમ વિકસિત કરશે. યેઈ ગૌરાંગેર નામ લય, તાર હય પ્રેમોદય, તારે મુઈ જય બોલે હરિ. નરોત્તમ દાસ ઠાકુર કહે છે "હું તેને અભિનંદન પાઠવું છું." કારણકે તે ચોક્કસ છે કે તેણે ભગવદ પ્રેમ વિકસિત કર્યો છે. પછી તે કહે છે, ગૌરાંગ ગુણેતે ઝૂરે, નિત્ય લીલા તારે સ્ફુરે. જે પણ વ્યક્તિ, જો તે રડે છે, ફક્ત ચૈતન્ય મહાપ્રભુના દિવ્ય ગુણોને સાંભળીને, તે તરત જ રાધા અને કૃષ્ણના પ્રેમમય કાર્યકલાપો શું છે તે સમજી જાય છે.

નિત્ય લીલા મતલબ લીલાઓ, અથવા રાધા અને કૃષ્ણ વચ્ચેના પ્રેમમય કાર્યકલાપો. તે શાશ્વત છે. તે કામચલાઉ નથી. આપણે વિચારવું ના જોઈએ કે રાધા-કૃષ્ણ લીલાઓ, પ્રેમમય કાર્યકલાપો, તે ફક્ત એક યુવક અને યુવતી વચ્ચેનું કાર્ય છે, જેમ આપણે આ ભૌતિક જગતમાં જોઈએ છીએ. આવા પ્રેમ સંબંધો સહેજ પણ પ્રેમમય નથી. તે વાસનાના કાર્યો છે, અને તે શાશ્વત નથી. તેથી તે તૂટી જાય છે. આજે હું કોઈ વ્યક્તિ સાથે પ્રેમમાં છું અને કાલે તે તૂટી જાય છે. પણ રાધા-કૃષ્ણ લીલા તેવી નથી. તે શાશ્વત છે. તેથી તે દિવ્ય છે, અને આ કામચલાઉ છે. તો જે વ્યક્તિ ફક્ત ભગવાન ચૈતન્યની લીલાઓમાં લીન છે, તે તરત જ સમજી શકે છે કે રાધા-કૃષ્ણના પ્રેમમય કાર્યકલાપોનું વાસ્તવિક પદ શું છે. નિત્ય લીલા તારે સ્ફુરે. સેઈ યય રાધા માધવ, સેઈ યય વ્રજેન્દ્ર સુત પાશ. અને ફક્ત તે કરવાથી, તે કૃષ્ણના ધામમાં પ્રવેશ કરવા માટે યોગ્ય બને છે. વ્રજેન્દ્ર સુત. વ્રજેન્દ્ર સુત મતલબ વૃંદાવનમાં નંદ મહારાજના પુત્ર. તે ચોક્કસ છે કે તે તેના આગલા જન્મમાં કૃષ્ણ સાથે સંગ કરવા માટે જાય છે.