GU/Prabhupada 0391 - 'માનસ દેહ ગેહ' પર તાત્પર્ય: Difference between revisions

 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 5: Line 5:
[[Category:GU-Quotes - Purports to Songs]]
[[Category:GU-Quotes - Purports to Songs]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0390 - 'જય રાધ માધવ' પર તાત્પર્ય|0390|GU/Prabhupada 0392 - 'નારદ મુનિ બજાય વીણા' પર તાત્પર્ય|0392}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 13: Line 16:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|MMYzXgYANQ0|'માનસ દેહ ગેહ' પર તાત્પર્ય<br />- Prabhupāda 0391}}
{{youtube_right|2E6U4_il-to|'માનસ દેહ ગેહ' પર તાત્પર્ય<br />- Prabhupāda 0391}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 22:37, 6 October 2018



Purport to Manasa Deha Geha

માનસ, દેહો, ગેહો, જો કિછુ મોર. આ ભજન ભક્તિવિનોદ ઠાકુરે ગાયેલું છે. તે પૂર્ણ શરણાગતિની પદ્ધતિ શીખવાડી રહ્યા છે. માનસ, દેહો, ગેહો, જો કિછુ મોર. સૌ પ્રથમ, તે મનને શરણાગત કરી રહ્યા છે, કારણકે મન બધા જ પ્રકારની કલ્પનાઓનું મૂળ છે, અને શરણાગતિ, ભક્તિમય સેવા કરવી મતલ સૌ પ્રથમ મનનું નિયંત્રણ કરવું. તેથી તે કહે છે માનસ, મતલબ "મન," પછી દેહ: "ઇન્દ્રિયો." શરીર. દેહ મતલબ આ શરીર; શરીર મતલબ ઇન્દ્રિયો. તો, જો આપણે મનને કૃષ્ણના ચરણ કમળમાં શરણાગત કરીએ, તો આપમેળે ઇન્દ્રિયો પણ શરણાગત થઈ જશે. પછી, "મારૂ ઘર." દેહ, ગેહો. ગેહો મતલબ ઘર. જો કિછુ મોર. આપણી બધી મિલકતો આ ત્રણ વસ્તુઓની બનેલી છે: મન, આપણું શરીર અને આપણું ઘર. તો ભક્તિવિનોદ ઠાકુર બધુ જ શરણાગત કરવાનો પ્રસ્તાવ આપે છે. અર્પિલું તૂવા પદે, નંદ કિશોર. નંદ કિશોર કૃષ્ણ છે. તો "હું મારા મનને, મારા શરીરને અને મારા ઘરને તમારે શરણે કરું છું." હવે, સંપદે વિપદે, જીવને મરણે "ક્યાં તો હું સુખમાં છું અથવા હું દુખમાં છું, ક્યાં તું હું જીવિત છું અથવા હું મૃત છું." દાય મમ ગેલા, તૂવા પદ બરણે: "હવે હું રાહત અનુભવું છું. હું રાહત અનુભવું છું કારણકે મે બધુ જ તમને શરણાગત કરી દીધું છે." મારોબી રાખોબી જો ઈચ્છા તોહાર: "હવે તે તમારા પર છે, તમારે મને રાખવો છે કે તમારે મને મારવો છે, તે તમારા ઉપર છે." નિત્ય દાસ પ્રતિ તૂવા અધિકારા: "તમે જે પણ ઉચિત સમજો તે કરવાનો તમને પૂરેપૂરો અધિકાર છે તમારા સેવકના સંબંધમાં. હું તમારો શાશ્વત સેવક છું." જન્માઓબી મોએ ઈચ્છા જદી તોર: "જો તમે એવું ઈચ્છો" - કારણકે એક ભક્ત ભગવદ ધામ જાય છે - તેથી ભક્તિવિનોદ ઠાકુર પ્રસ્તાવ મૂકે છે, "જો તમે ઈચ્છો કે હું ફરીથી જન્મ લઉં, તેનો ફરક નથી પડતો." ભક્ત ગૃહે જની જન્મ હઉ મોર: "મારી એક માત્ર વિનંતી છે કે જો મને મારો જન્મ લેવો જ પડે, કૃપા કરીને મને એક ભક્તના ઘરે જન્મ લેવાનો અવસર આપજો." કીટ જન્મ હઉ જથા તૂવા દાસ: "મને વાંધો નથી જો હું એક કીડા તરીકે જન્મ લઉં, પણ મારે એક ભક્તના ઘરે જ જન્મ લેવો છે." બહિર મુખ બ્રહ્મ જન્મે નાહી આશ: "મને એક અભક્તનું જીવન નથી જોઈતું. જો હું બ્રહ્માજી તરીકે પણ જન્મ લઉં. હું ભક્તો સાથે રહેવા ઈચ્છું છું." ભુક્તિ મુક્તિ સ્પૃહા વિહીન જે ભક્ત: "મારે એવા ભક્ત જોઈએ છે જે ભૌતિક સુખ અથવા આધ્યાત્મિક ઈચ્છાની પરવાહ નથી કરતાં." લભઇતે તાકો સંગ અનુરક્ત: "હું ફક્ત આવા શુદ્ધ ભક્તોના સંગની ઈચ્છા રાખું છું." જનક જનની, દયિતા, તનય: "હવે, હવેથી, તમે મારા પિતા છો, તમે મારા ભાઈ છો, તમે મારી પુત્રી છો, તમે મારા પુત્ર છો, તમે મારા ભગવાન છો, તમે મારા ગુરુ છો, તમે મારા પતિ છો, બધુ તમે જ છો." ભક્તિવિનોદ કોહે, શુનો કાન: "મારા ભગવાન, કાન - કૃષ્ણ, તમે રાધારાણીના પ્રેમી છો, પણ તમે મારા પ્રાણ અને આત્મા છો, કૃપા કરીને મને સુરક્ષા આપો."