GU/Prabhupada 0392 - 'નારદ મુનિ બજાય વીણા' પર તાત્પર્ય

Revision as of 14:08, 27 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0392 - in all Languages Category:GU-Quotes - 1972 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Purport to Narada Muni Bajay Vina -- Los Angeles, September 22, 1972

નામ અમની, ઉદિત હય,
ભકત ગીતા સામે

ભક્તિવિનોદ ઠાકુર દ્વારા ગાવામાં આવેલું આ ભજન છે. ભજનનું તાત્પર્ય છે કે નારદ મુનિ, મહાન આત્મા, કહે છે, તે તેમનું વાજિંત્ર જેને વીણા કહેવાય છે, તે વગાડી રહ્યા છે. વીણા એક વાજિંત્ર છે જે નારદ મુનિ પાસે હોય છે. તો તે વાજિંત્ર પર રાધિકા રમણ વગાડી રહ્યા છે. કૃષ્ણનું બીજું નામ છે રાધિકા રમણ. તો જેવુ તેઓ વગાડે છે, તરત જ બધા જ ભક્તો પ્રતિસાદ આપવાનું શરૂ કરે છે, અને તે બહુ જ સુંદર કંપન બની જાય છે. અમીય ધારા વરિશે ઘન. અને જ્યારે વાજિંત્ર પર ગાવાનું ચાલુ હોય છે, તેવું લાગે છે કે અમૃતનો વરસાદ થઈ રહ્યો છે, અને બધા જ ભક્તો, પછી પરમાનંદમાં, તેઓ પણ તેમની સુંતુષ્ટિની પરાકાષ્ઠાએ નૃત્ય કરી રહ્યા છે. પછી, જ્યારે તેઓ નૃત્ય કરી રહ્યા હતા, એવું લાગે છે કે તેઓ માધુરી પૂર નામનું પીણું પીવાથી મદમસ્ત થઈ ગયા છે. અને જેમ વ્યક્તિ પીવાથી લગભગ પાગલ બની જાય છે, તેવી જ રીતે, પરમાનંદમાં, બધા જ ભક્તો પાગલ બની ગયા. તેમાથી અમુક રડતાં હતા, અને અમુક નૃત્ય કરતાં હતા, અને અમુક્ત, જોકે તેઓ જાહેરમાં નૃત્ય ના કરી શકતા હતા, તેમના હ્રદયમાં તેઓ નૃત્ય કરી રહ્યા હતા. આ રીતે, શિવજી તરત જ નારદ મુનિને ભેટી પડ્યા, અને તેમણે પરમાનંદ અવાજમાં વાત કરવા માંડી. અને શિવજીને જોઈને, તેમને નારદ મુનિ સાથે નૃત્ય કરતાં જોઈને, બ્રહ્માજી પણ જોડાયા, અને તે કહેવા માંડ્યા, "તમે બધા, કૃપા કરીને હરિબોલ બોલો, હરિબોલ!" આ રીતે, ધીમે ધીમે સ્વર્ગના રાજા, ઇન્દ્ર, તે પણ મોટા સંતોષથી જોડાયા અને નાચવા માંડ્યા અને બોલવા માંડ્યા, "હરિ હરિ બોલ."

આ રીતે, ભગવાનના પવિત્ર નામના દિવ્ય કંપનની અસરથી, આખું બ્રહ્માણ્ડ પરમાનંદમાં ડૂબી ગયું, અને ભક્તિવિનોદ ઠાકુર કહે છે, "જ્યારે આખું બ્રહ્માણ્ડ પરમાનંદમાં ડૂબી ગયું, ત્યારે મારી ઈચ્છા પૂર્ણ થઈ, અને હું તેથી રૂપ ગોસ્વામીના ચરણ કમળમાં પ્રાર્થના કરું છું, કે આ હરિનામનું કીર્તન આવી સરસ રીતે ચાલતું જ રહે."