GU/Prabhupada 0402 - 'વિભાવરી શેષ' પર તાત્પર્ય

Revision as of 17:46, 23 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0402 - in all Languages Category:GU-Quotes - Unknown Date Category:GU-Q...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Purport to Vibhavari Sesa

આ ભજન ભક્તિવિનોદ ઠાકુર દ્વારા ગાવામાં આવ્યું છે. તેઓ દરેકને વહેલી સવારે ઉઠવા માટે કહી રહ્યા છે. વિભાવરી શેષ, રાત્રિ સમાપ્ત થઈ ગઈ છે, આલોક પ્રેવેશ, સૂર્યની ઝાંખી છે, હવે તમે બસ ઉઠો. નિદ્રા છારી ઉઠ જીવ, હવે વધુ ઊંઘશો નહીં. તે વેદિક જીવન છે. વ્યક્તિએ સૂર્યોદય પછી ઊંઘવું જોઈએ નહીં. તેણે સૂર્યોદય પહેલા જ ઊઠવું જોઈએ. તે સ્વસ્થ જીવન પણ છે. તો તરત જ પથારી પરથી ઉઠ્યા પછી વ્યક્તિએ, ભગવાનના પવિત્ર નામનો જપ કરવો જોઈએ. અહી તે સલાહ આપવામાં આવી છે, બોલો હરિ હરિ, તમે હરે કૃષ્ણ મંત્રનો જપ કરો, મુકુંદ મુરારી, કૃષ્ણના વિભિન્ન નામો.

મુકુંદ મતલબ જે મુક્તિ આપે છે. મુરારી, મુરારી મતલબ કૃષ્ણ મુર નામના રાક્ષસના શત્રુ છે. રામ બીજું નામ છે, ઉજવેલા નામ, રામ, કૃષ્ણ. હયગ્રીવ, હયગ્રીવ કૃષ્ણનો બીજો અવતાર છે. તેવી જ રીતે, નરસિંહ, નરહરિ, અડધા સિંહ, અડધા પુરુષ, નરસિંહદેવ. વામન અવતાર, નરસિંહ વામન, શ્રી મધુસૂદન. મધુસૂદન, એક દાનવ હતો મધુ, અને કૈટભ, તેઓ આ સૃષ્ટિની રચના પછી બ્રહ્માને ગળી જવા આવ્યા હતા, તો તેમનો વધ થયો હતો. તેથી કૃષ્ણનું બીજું નામ છે મધુસૂદન. મધુસૂદન નામ ભગવદ ગીતામાં ઘણી જગ્યાએ મળે છે. મધુસૂદન મતલબ મધુના શત્રુ. કૃષ્ણ મિત્ર અને શત્રુ બંને છે. તે વાસ્તવમાં દરેકના મિત્ર છે, પણ જે કૃષ્ણને શત્રુ ગણે છે, તેમના માટે શત્રુ-જેવા બને છે. તેઓ કોઈના શત્રુ નથી, પણ જે વ્યક્તિ તેમને શત્રુની જેમ જોવા ઈચ્છે છે, તેઓ શત્રુની જેમ પ્રકટ થાય છે. તે નિરપેક્ષ છે. દાનવો, તેમને કૃષ્ણને શત્રુ તરીકે જોવા છે, તો દાનવોની ઈચ્છાનો સ્વીકાર કરીને, તેઓ તેમની સમક્ષ શત્રુ તરીકે પ્રકટ થાય છે, તેમને મારે છે, અને તેમને મુક્તિ આપે છે. તે કૃષ્ણની પરમ લીલા છે, મધુસૂદન બ્રજેન્દ્રનંદન શ્યામ વાસ્તવમાં ભગવાનને કોઈ નામ નથી, પણ તેમના નામો તેમની લીલાઓ પ્રમાણે પસંદ કરવામાં આવ્યા છે. જેમ કે આ મધુસૂદન નામ તેમને આપવામાં આવ્યું કારણકે તેમણે મધુ દાનવની હત્યા કરી હતી.

તેવી જ રીતે, તેઓ બ્રજેન્દ્રનંદન તરીકે ઓળખાય છે, વ્રજના પુત્ર, વૃંદાવનના પુત્ર, કારણકે તેઓ યશોદા અને નંદ મહારાજના પુત્ર રૂપે પ્રકટ થયા હતા, બ્રજેન્દ્રનંદન. શ્યામ, તેમનું શરીર કાળાશ પડતું છે, તેથી તેઓ શ્યામસુંદર કહેવાય છે. પૂતના ઘાતન, કૈટભ શાતન, જય દાશરથી રામ. તો કારણકે તેમણે પૂતના દાનવની હત્યા કરી, તેમનું નામ પૂતના ઘાતન છે. ઘાતમ મતલબ હત્યા કરનાર. કૈટભ શાતન, અને તેઓ બધા પ્રકારના સંકટોના વિનાશકર્તા છે. જય દાશરથી રામ. રાવણને મારવાના સંદર્ભમાં, તેમની મહિમા કરવામાં આવી છે, જય દાશરથી. દાશરથી મતલબ: તેમના પિતાનું નામ દશરથ હતું, તો તેઓ દાશરથી છે, દાશરથી રામ. યશોદા દુલાલ, ગોવિંદ ગોપાલ. યશોદા દુલાલ મતલબ માતા યશોદાના પાલક પુત્ર. ગોવિંદ ગોપાલ, અને તેઓ ગાય ચરાવવાવાળા છોકરા છે, ગોવિંદ, ગાયને આનંદ આપતા. વૃંદાવન પુરંધર, વૃંદાવન ભૂમિનાના મુખ્ય. તેઓ વૃંદાવનમાં દરેકને માટે આકર્ષણનું કેન્દ્ર છે. રાવણાન્તકાર ગોપી પ્રિય જન, તેઓ ગોપીઓને ખૂબ જ પ્રિય છે, ગોપી પ્રિય. રાધિકા રમણ, અને તેઓ હમેશા રાધારાણીના સંગનો આનંદ લે છે, તેથી તેમનું નામ છે રાધિકા રમણ. ભુવન સુંદર બર. તો તેઓ ઘણી બધી ગોપીઓને આકર્ષિત કરે છે, તેનો મતલબ તેઓ આખા બ્રહ્માણ્ડને આકર્ષિત કરે છે. આ બ્રહ્માણ્ડમાં કૃષ્ણથી વધુ આકર્ષિત કોઈ નથી, કે પછી બીજે ક્યાય પણ, તેથી તેમને ભુવન સુંદર બર કહેવાય છે. બર મતલબ મુખ્ય. રાવણાન્તકર, માખન તસ્કર, ગોપી જન વસ્ત્ર હરી.