GU/Prabhupada 0477 - આપણે નવા પ્રકારના ધાર્મિક સંપ્રદાય કે નવી તત્વજ્ઞાનની પદ્ધતિનું નિર્માણ નથી કર્યું

Revision as of 12:23, 27 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0477 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- Seattle, October 7, 1968

તો આપણું, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન, બહુ મુશ્કેલ નથી, ન તો સમજવું કે ન તો પાલન કરવું. ફક્ત આપણે આ કરવાના ઇચ્છુક હોવા જોઈએ. બસ તેટલું જ. તે ઈચ્છા તમારા હાથમાં છે. જો તમે પસંદ કરો, તમે તેને સ્વીકારી શકો છો. કારણકે તમને થોડી સ્વતંત્રતા છે કોઈ વસ્તુ સ્વીકારવાની અથવા તેનો અસ્વીકાર કરવાની. તે સ્વતંત્રતા તમારી પાસે છે. અને કોઈ સારી વસ્તુનો અસ્વીકાર કરવાથી, આપણે દુખી બનીએ છીએ, અને કોઈ વસ્તુ સારી સ્વીકારવાથી, આપણે સુખી બનીએ છીએ. તો આ સ્વીકાર કરવો અને અસ્વીકાર કરવો તમારા હાથમાં છે. તો અહી તે તક છે, કૃષ્ણ ભાવનામૃત, મહાન અધિકારીઓ દ્વારા, ભગવાન કૃષ્ણ દ્વારા, ચૈતન્ય મહાપ્રભુ દ્વારા, અને અમે માત્ર વિનમ્ર સેવકો છીએ. અમે ફક્ત વિતરણ કરીએ છીએ. અમે કોઈ નવા પ્રકારનો ધાર્મિક સંપ્રદાય કે તત્વજ્ઞાનનો સિદ્ધાંત રચ્યો નથી. ના. તે બહુ જ, બહુ જ જૂની પદ્ધતિ છે, કૃષ્ણ ભાવનામૃત. અમે ફક્ત વિતરણ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એક રીતે જે સામાન્ય લોકો દ્વારા સ્વીકાર થઈ શકે. તો અમારી વિનંતી છે તમને બધાને જે અહિયાં હાજર છે અને જે હજાર નથી, કે તમે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલનને સમજવાનો પ્રયત્ન કરો, અને જો તમે તરત ના સમજો, જો તમે અમારી સાથે કૃપા કરીને સંગ કરશો, તમારા પ્રશ્નો મૂકો, સમજવાનો પ્રયત્ન કરો. અમે એવું નથી કહેતા કે અંધ બનીને સ્વીકાર કરી લો. તમારો પ્રશ્ન મૂકો, સમજવાનો પ્રયત્ન કરો, અમારું સાહિત્ય વાંચો, અને તમે સમજશો. તેના વિશે કોઈ સંદેહ નથી. અને તમે તેને ગ્રહણ કરશો. અને જો તમે તેને ગ્રહણ કરશો, તમે સુખી બનશો. બીજી પદ્ધતિઓમાં... જેમ કે એક રાજનૈતિક પંથ. જ્યાં સુધી તે દેશવ્યાપી સ્વીકારાતો નથી...

જેમ કે દરેક દેશમાં ઘણા બધા રાજનૈતિક દળો હોય છે. દરેક વ્યક્તિ દળની રાજનીતિને મોખરે લાવાનો પ્રયત્ન કરી રહ્યું છે કારણકે જ્યાં સુધી આખો દેશ આ સિદ્ધાંતને, આ દળને, સ્વીકારે નહીં ત્યાં સુધી નેતા સફળ ના બની શકે. પણ કૃષ્ણ ભાવનામૃત એટલું સરસ છે કે તેને જરૂર નથી કે એક સંપ્રદાયે કે એક દેશે કે એક પરિવારે કે કોઈ દળે સ્વીકાર કરવો જ પડે, તો જ તમે સુખી બનો. ના. વ્યક્તિગત રીતે, જો તમે સ્વીકાર કરો. જો તમારો પરિવાર સ્વીકાર ના પણ કરે, જો તમારો સંપ્રદાય સ્વીકાર ના કરે, જો તમારો દેશ સ્વીકાર ના કરે, તેનો ફરક નથી પડતો. તમે સુખી બનશો. પણ જો તમારો પરિવાર સ્વીકાર કરે, જો તમારો સંપ્રદાય સ્વીકાર કરે, જો તમારો દેશ સ્વીકાર કરે...., તો તમે વધુ સુખી બનશો. તો, કારણકે તે નિરપેક્ષ છે, સ્વતંત્ર, તો જે પણ વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરે છે તે તરત જ સુખી બનશે. તો અમે તમને આમંત્રણ આપીએ છીએ. અમારે વર્ગો હોય છે, અમારે વિભિન્ન શહેરોમાં વિભિન્ન શાખાઓ હોય છે, અમારી પાસે પુસ્તકો છે, અમારી પાસે સામાયિકો છે, અને અમે તમને અમારા સવારના અને સાંજના વર્ગોથી આશ્વસ્ત કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો મારી વિનમ્ર વિનંતી છે તમને બધાને કે તમે સમજવાનો પ્રયત્ન કરો. ચૈતન્યેર દયા કથા કરહ વિચાર. અમે સમજવું તમારા ચુકાદા પર મૂકીએ છીએ. અમે આ કૃષ્ણ ભાવનામૃત તમારી સમક્ષ તમારા ચુકાદા માટે મૂકીએ છીએ. અને જો તમે ઝીણવટથી જોશો, અને સમજવાનો પ્રયત્ન કરશો, તો તમે અનુભવશો, "ઓહ, તે કેટલું ઉત્કૃષ્ટ છે. તે કેટલું સરસ છે." તે અમારી વિનંતી છે. આપનો ખૂબ ખૂબ આભાર.