GU/Prabhupada 0495 - મને મારી આંખો બંધ કરી દેવા દો. હું સંકટથી બહાર છું

Revision as of 13:01, 27 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0495 - in all Languages Category:GU-Quotes - 1974 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.14 -- Germany, June 21, 1974

શ્રમ એવ હી કેવલમ (શ્રી.ભા. ૧.૨.૮). શ્રમ એવ હી કેવલમ મતલબ ફક્ત કામ કરવું, અર્થહીન રીતે અને સમયનો બગાડ. તમે પ્રકૃતિના નિયમોને રોકી ન શકો. ધારોકે આ જીવનમાં તમે એક બહુ મોટા નેતા, પ્રધાન મંત્રી, અને બધુ જ છો. તે ઠીક છે, પણ તમારી માનસિકતા પ્રમાણે, તમે તમારું આગલું જીવન નિર્માણ કરો છો. તો આ જીવનમાં તમે એક પ્રધાન મંત્રી રહો, અને આગલા જીવનમાં તમે એક કૂતરો બનો છો. તો લાભ ક્યાં છે? તેથી આ નાસ્તિક મૂર્ખો, તેઓ આગલા જીવનને નકારે છે. તે તેમના માટે બહુ જ ભયાનક છે. તે તેમના માટે બહુ જ ભયાનક છે. જો તેઓ આગલું જીવન સ્વીકારે... તેઓ જાણે છે કે તેમનું જીવન બહુ જ પાપમય છે. તો પ્રકૃતિના નિયમ પ્રમાણે તેમને કયા પ્રકારનું જીવન મળવાનું છે? જ્યારે તેઓ તે વિશે વિચારે, તેઓ ધ્રુજી જાય છે. "વધુ સારું છે કે તેને નકારો. વધુ સારું છે કે તેને નકારો." જેમ કે એક સસલું. શત્રુ તેની સામે છે, અને તે મરવા જઈ રહ્યું છે, પણ તે વિચારે છે, "મને મારી આંખો બંધ કરી દેવા દો. હું સંકટની બહાર છું." આ નાસ્તિક દ્રષ્ટિકોણ, કે તે લોકો ભૂલવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે... તેથી તેઓ નકારે છે, "કોઈ જીવન નથી." શા માટે નહીં? કૃષ્ણ કહે છે, કે "તમને એક બાળપણનું શરીર હતું, તમને એક શિશુનું શરીર હતું.. તે શરીર ક્યાં છે? તમે તે છોડી દીધું છે. તમે અલગ શરીરમાં છો. તેવી જ રીતે, આ શરીર તમે બદલશો. તમે બીજું શરીર પ્રાપ્ત કરશો." અને કોણ કહે છે? કૃષ્ણ કહે છે. સૌથી સર્વોચ્ચ સત્તા, તેઓ કહે છે. હું સમજી ના શકું, પણ જ્યારે તેઓ કહે છે... આ આપણા જ્ઞાનની વિધિ છે. આપણે પૂર્ણ વ્યક્તિ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. હું મૂર્ખ હોઈ શકું છું, પણ પૂર્ણ વ્યક્તિ પાસેથી મેળવવામાં આવેલું જ્ઞાન પૂર્ણ હોય છે. આ આપણી પદ્ધતિ છે. આપણે તર્ક કરવાનો પ્રયત્ન નથી કરતાં. તે સફળ થાય પણ ખરું અને ન પણ થાય, પણ જો તમે પૂર્ણ અધિકારી પાસેથી જ્ઞાન સ્વીકરશો, તે જ્ઞાન પૂર્ણ હશે. જેમ કે આપણે તર્ક કરીએ છીએ, "મારા પિતા કોણ છે?" તમે તર્ક કરી શકો કે તમારા પિતા કોણ છે, પણ તર્ક તમને મદદ નહીં કરે. તમે ક્યારેય સમજશો નહીં કે તમારા પિતા કોણ છે. પણ તમે તમારી માતા પાસે જાઓ, પરમ અધિકારી. તે તરત જ કહેશે, "આ રહ્યા તારા પિતા." બસ તેટલું જ. અને તમે બીજી કોઈ રીતે પિતાને જાણી ના શકો. બીજી કોઈ રીતે નહીં. આ વ્યવહારિક છે. તમે તમારા પિતા વિશે જાણી ન શકો, તમારી માતાના અધિકૃત કથન વગર. તેવી જ રીતે, જે વસ્તુઓ આપણી ધારણાથી પરે છે, અવન માનસ ગોચર, તમે વિચારી ના શકો, તમે બોલી ના શકો. ક્યારેક તે લોકો કહે હકે, "ભગવાન વિશે બોલી ના શકાય. ભગવાન વિશે વિચારી ના શકાય." તે ઠીક છે. પણ જો ભગવાન પોતે જ તમારી સમક્ષ આવે અને કહે, "આ રહ્યો હું," તો મુશ્કેલી ક્યાં છે? હું અપૂર્ણ છું. હું જાણી ના શકું. તે ઠીક છે. પણ જો ભગવાન પોતે મારી સમક્ષ આવે... (તોડ)