GU/Prabhupada 0503 - ગુરુ સ્વીકારવા મતલબ નિરપેક્ષ સત્ય વિષે તેમની પાસે પૃચ્છા કરવી: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0503 - in all Languages Category:GU-Quotes - 1972 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|dMfKIiS_PyY|ગુરુ સ્વીકારવા મતલબ નિરપેક્ષ સત્ય વિષે તેમની પાસે પૃચ્છા કરવી<br />- Prabhupāda 0503}}
{{youtube_right|j5mt5WJecsc|ગુરુ સ્વીકારવા મતલબ નિરપેક્ષ સત્ય વિષે તેમની પાસે પૃચ્છા કરવી<br />- Prabhupāda 0503}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 22:56, 6 October 2018



Lecture on BG 2.15 -- Hyderabad, November 21, 1972

તો વેદાંતસૂત્રનું સ્વાભાવિક ભાષ્ય છે શ્રીમદ ભાગવતમ. જીવસ્ય તત્ત્વ જિજ્ઞાસા, જીવસ્ય તત્ત્વ જિજ્ઞાસા. આ આપણું જીવન છે. જીવસ્ય, દરેક જીવનું. દરેક જીવ મતલબ ખાસ કરીને મનુષ્ય. કારણકે બિલાડા અને કુતરા, તેઓ બ્રહ્મ અથવા નિરપેક્ષ સત્ય વિષે પૃચ્છા ના કરી શકે. તેથી નિષ્કર્ષ છે કે મનુષ્ય જીવન, વ્યક્તિએ જીવનની ફક્ત પાશવી વૃત્તિઓમાં રહેવું ના જોઈએ. તે ફક્ત સમયનો વ્યર્થ છે. તેણે નિરપેક્ષ સત્ય વિષે જિજ્ઞાસા કરવી જ જોઈએ. અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. અને તેણે સમજવું જ પડે. તદ વિધિ તત્વ દર્શિભી: તત્ત્વદર્શી પાસેથી. જ્ઞાનીન:, તત્ત્વ દર્શિન:, આ બે શબ્દો છે. તો તેથી મનુષ્ય જીવનમાં, દરેક સમાજમાં, પ્રણાલી છે કે બાળકોને વસ્તુઓ સમજવા માટે શાળાએ, કોલેજોમાં મોકલવામાં આવે છે. તેવી જ રીતે, આધ્યાત્મિક જ્ઞાન માટે, તદ વિજ્ઞાનાર્થમ સ ગુરૂમ એવ અભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨). અભિગચ્છેત મતલબ વ્યક્તિએ જવું જ પડે. કોઈ વિકલ્પ નથી. કોઈ કહી ના શકે કે "હું નહીં... હું કદાચ નહીં જાઉં." ના. જો તમે નથી જતાં, તો તમે છળ કરી રહ્યા છો. તે આપણી વૈષ્ણવ પ્રણાલી છે. આદૌ ગુર્વાશ્રયમ. સૌ પ્રથમ વતું છે કે વિશ્વસનીય આધ્યાત્મિક ગુરુની શરણ ગ્રહણ કરો. આદૌ ગુર્વાશ્રયમ સદ ધર્મ પૃચ્છા. એવું નહીં કે હું કરીશ, કે જે અત્યારની પ્રણાલી બની ગઈ છે: "હું એક ગુરુ બનાવીશ. હવે મારૂ કાર્ય સમાપ્ત થઈ ગયું છે. મારી પાસે ગુરુ છે." ના. તત્ત્વ જિજ્ઞાસા. જીવસ્ય તત્ત્વ જિજ્ઞાસા. ગુરુ મતલબ, ગુરુ સ્વીકારવા મતલબ તેમની પાસેથી નિરપેક્ષ જ્ઞાન વિષે પૃચ્છા કરવી. જિજ્ઞાસુ: શ્રેય ઉત્તમમ. આ વેદિક આજ્ઞાઓ છે. જે જિજ્ઞાસુ છે, મતલબ જાણવા આતુર. જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ. શ્રેય. શ્રેય મતલબ લાભકારી. તો ઉત્તમમ, સર્વોચ્ચ લાભ. જે જીવનના સર્વોચ્ચ લાભ માટે જાણવા આતુર છે, તેના માટે ગુરુને સ્વીકારવાની જરૂર છે.

તસ્માદ ગુરૂમ પ્રપદ્યેત
જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ
શબ્દે પરે ચ નિષ્ણાતમ
બ્રહમણિ ઉપશમાશ્રયમ
(શ્રી.ભા. ૧૧.૩.૨૧)

તો આ છે આપણું કૃષ્ણ ભાવનામૃત આંદોલન. આપણે લોકોને જીવનના મૂલ્યોની સમજ વિષે શિક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ખાસ કરીને, આધ્યાત્મિક જીવનનું મૂલ્ય, ભાગવત. ધર્માન ભાગવતાન ઈહ. તો, આધ્યાત્મિક જીવનને સમજવાથી, વ્યક્તિની મૂળ બંધારણીય સ્થિતિ સમજવાથી, તે પ્રકાશમાં આવશે, જીવનનું લક્ષ્ય શું છે, જીવનનું કર્તવ્ય શું છે, જીવનનો હેતુ શું છે. તે કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે.

આપનો ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ.