GU/Prabhupada 0512 - જે લોકો ભૌતિક પ્રકૃતિને શરણાગત છે, તેમણે સહન કરવું પડશે

Revision as of 14:01, 1 August 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0512 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.25 -- London, August 28, 1973

યસ્યાત્મ બુદ્ધિ: કુણપે ત્રિધાતુકે
સ્વધિ: કલત્રાદિષુ ભૌમ ઈજ્ય ધિ:
યત તીર્થ બુદ્ધિ: સલીલે ન કરહિચિદ
જનેષુ અભિજ્ઞેષુ સ એવ ગોખર:
(શ્રી.ભા. ૧૦.૮૪.૧૩)

ગોખર: ગોખર: મતલબ ગધેડા અને ગાયો.

તો આ સમાજ, આધુનિક સમાજ, આત્માની કોઈ માહિતી નથી, તે ફક્ત પ્રાણીઓનો સમૂહ છે, બસ તેટલું જ. તેથી તે લોકો તેમના કાર્યોના પરિણામની દરકાર નથી કરતાં, તે લોકો પુણ્ય અને પાપમય કાર્યો વિશે દરકાર નથી કરતાં. તેઓ બધુ જ કરે છે.... તે આસુરીક સંસ્કૃતિ છે. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ ન વિદુર આસુરજના: (ભ.ગી. ૧૬.૭). આસુરજના મતલબ આ ધૂર્તો અથવા અસુરો, નાસ્તિકો, મૂર્ખો, દુર્જનો, તેઓ પ્રવૃત્તિ અને નિવૃત્તિ નથી જાણતા. પ્રવૃત્તિ મતલબ કયા વિષયમાં આપણે રુચિ લેવી જોઈએ, તેને પ્રવૃત્તિ કહેવાય છે. અને નિવૃત્તિ મતલબ કઈ વિષય વસ્તુમાં આપણે રુચિ ના લેવી જોઈએ, અથવા આપણે છોડી દેવાનો પ્રયત્ન કરવો જોઈએ. આસુરજન, તેઓ નથી જાણતા. જેમ કે આપણને પ્રવૃત્તિ તરફ ઢોળાવ છે, લોકે વ્યવાય આમીષ મદ્યસેવા નિત્યસ્ય જંતુ: દરેક જીવને ભૌતિક રીતે... બે પ્રકૃતિ હોય છે, આધ્યાત્મિક અને ભૌતિક. ભૌતિક, વૃત્તિ છે મૈથુનનો આનંદ અને માંસ ખાવું - આમીષ, આમીષ મતલબ માંસ ખાવું, માંસ અને માછલી, એવું. તેને આમીષ કહેવાય છે. શાકાહાર મતલબ નિરામીષ. તો આમીષ અને મદ્ય અને વ્યવાય. વ્યવાય મતલબ મૈથુન. લોકો વ્યવાય આમીષ મદ્ય સેવા. મૈથુન જીવન અને માંસ, ઈંડા ખાવા, દારૂ પીવો. મદ. મદ મતલબ દારૂ. નિત્યસ્ય જંતુ: જંતુ જ્યારે વ્યક્તિ ભૌતિક જગતમાં હોય છે તેને જંતુ કહેવાય છે. જંતુ મતલબ પ્રાણી. જોકે તે જીવ છે, તેને જીવાત્મા નથી કહેવામા આવતો. તેને જંતુ કહેવાય છે. જંતુર દેહોપપત્તયે (શ્રી.ભા. ૩.૩૧.૧)). જંતુ. આ ભૌતિક શરીર જંતુ માટે વિકસિત થયું છે, પ્રાણી. જેની પાસે પણ આધ્યામિક જ્ઞાન નથી, તેને જંતુ કહેવાય છે, અથવા પ્રાણી. આ શાસ્ત્રના વિધાન છે. જંતુર દેહોપપત્તયે. કોને આ ભૌતિક શરીર મળે છે? જંતુ, પ્રાણી. જ્યાં સુધી આપણે, ભૌતિક શરીર બદલવાનું ચાલુ રાખીશું, આપણે જંતુ, પ્રાણી રહીશું. ક્લેશદ આસ દેહ: એક જંતુ, પ્રાણી, સહન કરી શકે છે, અથવા તેને બળપૂર્વક સહન કરવું પડે છે. જેમ કે એક બળદને ગાડીમાં નાખવામાં આવે છે અને ચાબુક મારવામાં આવે છે. તેણે સહન કરવું જ પડે. તે તેનાથી બહાર ના નીકળી શકે. તેવી જ રીતે, જ્યારે તેમની હત્યા કરવા માટે તેમને કતલખાને લઈ જવામાં આવે છે, તેણે સહન કરવું જ પડે. કોઈ રસ્તો નથી. આને જંતુ કહેવાય છે.

તો જે લોકો ભૌતિક પ્રકૃતિને શરણાગત થયા છે, તેમણે સહન કરવું જ પડે. તેણે ભોગવવું જ પડે. કોઈ માર્ગ નથી. તમારે આ શરીર સ્વીકારવું જ પડે. તમારે ભોગવવું જ પડે. ક્લેશદ આસ દેહ: આ ભૌતિક શરીર મતલબ સહન કરવું. તો તે લોકો તે જાણતા નથી. તેઓ ઘણી બધી વ્યવસ્થા કરે છે અને સુખી થવા માટે યોજનાઓ બનાવે છે, કેવી રીતે દુખી અવસ્થા વગર શાંતિ મેળવવી, પણ ધૂર્તો, તેઓ જાણતા નથી કે જ્યાં સુધી તમારે આ ભૌતિક શરીર છે, ક્યાં તો રાજાનું શરીર અથવા કીડીનું શરીર - તમારે સહન કરવું જ પડે. તેઓ તે જાણતા નથી. તેથી કૃષ્ણ અહી કહે છે કે તમે આત્માની કાળજી રાખો. તસ્માદ એવમ. તસ્માદ એવમ વિદિત્વ (ભ.ગી. ૨.૨૫). માત્ર સમજવાનો પ્રયાસ કરો કે આત્મા મહત્વપૂર્ણ છે. તમારે આ શરીર મારે શોક કરવાનો નથી. તે પહેલેથી જ છે. આટલું દુખ, આટલું સુખ, તમને મળશે. જોકે શરીર, ભૌતિક શરીર... કારણકે ભૌતિક શરીર ત્રણ ગુણો પ્રમાણે રચવામાં આવ્યું છે. કારણમ ગુણ સંગો અસ્ય સદ અસદ જન્મ યોનીષુ (ભ.ગી. ૧૩.૨૨).