GU/Prabhupada 0522 - તમે જો નિષ્ઠાપૂર્વક આ મંત્રનો જપ કરશો, બધુ જ સ્પષ્ટ થઈ જશે

Revision as of 14:38, 1 August 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0522 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968

પ્રભુપાદ: હા.

વિષ્ણુજન: કેટલી બધી કથાઓ છે ભગવાન ચૈતન્યની કે જેમણે કેટલા બધા ધૂર્તોને પરિવર્તિત કર્યા. ફક્ત તેમની હાજરીથી, તેઓ હરે કૃષ્ણ જપ કરતાં. આપણે તેમની કૃપા કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ જેથી આપણે આપણી આજુબાજુના લોકોને હરે કૃષ્ણ જપ કરવા માટે મદદ કરી શકીએ?

પ્રભુપાદ: જો તમે નિષ્ઠાપૂર્વક આ મંત્ર જપ કરશો, બધુ જ સ્પષ્ટ થઈ જશે. આ સ્પષ્ટીકરણની વિધિ છે. જો તમારી પાસે કોઈ ધૂર્ત ખ્યાલો છે, ધૂર્ત સંગ, તેનો ફરક નથી પડતો. ફક્ત જો તમે જપ કરો.... તમે વ્યાવહારિક રીતે જુઓ છો, દરેક વ્યક્તિ, કે આ જપની વિધિ એક જ માર્ગ છે કે જે લોકોને ઉન્નત કરશે. તો આ વિધિ છે, જપ અને સાંભળવું. ભગવદ ગીતા અથવા શ્રીમદ ભાગવતમના પ્રવચન સાંભળો, સમજવાની કોશિશ કરો, અને જપ કરો, અને નીતિ અને નિયમોનું પાલન કરો. તો નીતિ અને નિયમો પછી છે. સૌ પ્રથમ, તમે સાંભળો અને જપ કરો. શ્રુણવતામ સ્વકથા: કૃષ્ણ: પુણ્ય શ્રવણ કીર્તન: પુણ્ય શ્રવણ કીર્તન: (શ્રી.ભા. ૧.૨.૧૭). જે કોઈ પણ હરે કૃષ્ણ સાંભળે છે, તે ફક્ત સાંભળવાથી પુણ્યશાળી બની જાય છે. તે શુદ્ધ બની જાય છે. તો એક સ્તર પર, તે સ્વીકાર કરશે. પણ લોકો વિચારે છે કે "આ હરે કૃષ્ણ જપ શું છે?" તમે જોયું? જો તમે તેમને કોઈક છેતરામણી આપો, કુંડલીની યોગ અને આ બધુ બનાવટી, તેઓ બહુ ખુશ થશે. તમે જોયું? તો તેમને છેતરાવું છે. અને અમુક ઠગ આવે છે, "હા, તમે આ મંત્ર લો, મને પાત્રીસ ડોલર આપો, અને છ મહિનામાં તમે ભગવાન બની જશો, તમને ચાર હાથ હશે." (હાસ્ય)

તો આપણે છેતરાવું છે. તે છે, છેતરપિંડી તે બદ્ધ જીવનની એક વિષયવસ્તુ છે. બદ્ધ જીવનની ચાર ખામીઓ હોય છે. એક ખામી છે આપણે ભૂલ કરીએ છીએ, અને બીજી ખામી છે કે આપણે કઈક સ્વીકાર કરીએ છીએ, જે હોતું નથી. જેમ કે ભૂલ કરવી, તે સમજવું બહુ મુશ્કેલ નથી. આપણે દરેક જાણીએ છીએ કે આપણે કેવી રીતે ભૂલ કરીએ છીએ, મોટી ભૂલો. મહાન માણસો પણ, તેઓ પણ મોટી ભૂલો કરે છે, તમે જોયું. જેમ કે કેટલા બધા કિસ્સાઓ છે રાજનેતાઓના, એક નાનકડી ભૂલ અથવા મોટી ભૂલ, મોટો ગોટાળો... તો ભૂલ, "ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે," ભૂલ તો હોય જ છે. તેવી જ રીતે, કોઈ વસ્તુને હકીકત સમજવી જે હકીકત નથી. તે કેવી રીતે છે? જેમ કે બદ્ધ જીવનમાં, દરેક વ્યક્તિ વિચારે છે કે "આ શરીર હું છું." પણ હું આ નથી. હું આ શરીર નથી. તો આને ભ્રમ કહેવાય છે, પ્રમાદ. શ્રેષ્ઠ ઉદાહરણ છે દોરડાને સાપ સમજવો. ધારોકે અંધારામાં આવું એક દોરડું હોય છે, અને તમે, "ઓહ, અહી સાપ છે." આ ભ્રમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કઈક સ્વીકારવું જે છે નહીં.

તો આ ખામી છે બદ્ધ જીવનમાં. અને ભૂલ કરવી, તે ખામી પણ છે. અને ત્રીજી ખામી છે કે આપણામાં છેતરવાની અને છેતરાવવાની વૃત્તિ છે. આપણે પણ નિપુણ છીએ. આપણે હમેશા વિચારીએ છીએ કે કેવી રીતે હું કોઈને છેતરું. અને સ્વાભાવિક રીતે, તે પણ મને છેતરવાનું વિચારે છે. તો આખું બદ્ધ જીવન ઠગ અને ઠગાયેલાઓનું છે, બસ તેટલું જ. તો આ બીજી ખામી છે. અને ચોથી ખામી છે કે આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે. તેથી બધુ જ્ઞાન આપણે મેળવીએ છીએ, તે અપૂર્ણ જ્ઞાન છે. એક માણસ ધારી શકે, પણ તે તેના મનથી ધારે છે. બસ તેટલું જ. પણ તેનું મન અપૂર્ણ છે. ગમે તેટલી ધારણા તે કરે, તે કઈક અર્થહીન બનાવશે, બસ. કારણકે તેનું મન અપૂર્ણ છે. તેનો ફરક નથી પડતો, જો તમે હજારો શૂન્ય લગાઓ, અને તે એક બની જાય. ના. તે છતાય શૂન્ય જ છે. તો આ કાલ્પનિક પદ્ધતિ, પરમ ભગવાનને સમજવા માટે, તે બીજું કહી નહીં પણ શૂન્ય જ છે. તેથી આ બધી બદ્ધ જીવની ખામીઓ સાથે, વાસ્તવિક જીવન પર આવવું શક્ય નથી. તેથી આપણે કૃષ્ણ જેવી વ્યક્તિ પાસેથી સ્વીકાર કરવો પડે અને તેમના પ્રમાણિક પ્રતિનિધિ. તે વાસ્તવિક જ્ઞાન છે. તો તમે પૂર્ણતા પ્રાપ્ત કરશો.