GU/Prabhupada 0530 - વ્યક્તિ દુખોમાથી મુક્ત થઈ શકે જ્યારે તે વિષ્ણુ પાસે જાય છે

Revision as of 15:00, 1 August 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0530 - in all Languages Category:GU-Quotes - 1971 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Radhastami, Srimati Radharani's Appearance Day -- London, August 29, 1971

અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આ જીવન બ્રહ્મ વિશે પૃચ્છા કરવા માટે છે. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. આ પૃચ્છાઓ થવી જોઈએ. જિજ્ઞાસુ. તેમને જિજ્ઞાસુ કહેવાય છે, બ્રહ્મ જિજ્ઞાસા, જિજ્ઞાસુ, પૃચ્છા. જેમ આપણે સવારે પૂછીએ છીએ, "આજે સમાચાર શું છે?" તરત જ આપણે અખબાર ઉપાડીએ છીએ. તે જિજ્ઞાસા છે. પણ આપણે ખૂબ નિમ્ન વસ્તુઓ વિશે જ પૃચ્છા કરીએ છીએ. સર્વોચ્ચ શક્યતા, બ્રહ્મ જિજ્ઞાસા, વિશે પૃચ્છા કરવાની કોઈ ઈચ્છા નથી. તે આધુનિક સમાજની ખામી છે. કેવી રીતે ધન કમાવવું તેની પૃચ્છા કરવી: દિવા ચાર્થેહયા રાજન કુટુંબ ભરણેન (શ્રી.ભા. ૨.૧.૩). આ યુગમાં જ નહીં... આ યુગમાં તે પ્રધાન વસ્તુ બની ગઈ છે, પણ આ ભૌતિક જગતમાં, દરેક વ્યક્તિ ફક્ત આ જીવનની શારીરિક જરૂરિયાતો માટે જ પ્રવૃત છે. નિદ્રયા હ્રીયતે નક્તમ: રાત્રે તે લોકો ઊંઘી જાય છે, ઘાઢ નિદ્રામાં, નસકોરાં બોલાવતા. અથવા મૈથુન જીવન. નિદ્રયા હ્રીયતે નક્તમ વ્યવાયેણ ચ વા વય: (શ્રી.ભા. ૨.૧.૩). આ રીતે તે લોકો સમય બરબાદ કરી રહ્યા છે. અને દિવસના સમયે, દિવા ચાર્થેહયા રાજન... અને દિવસે, "ધન ક્યાં છે? ધન ક્યાં છે? ધન ક્યાં છે?" અર્થ ઈહાય. કુટુંબ ભરણેન વા. અને જેવુ ધન મળે છે, પછી તે કુટુંબ માટે વસ્તુઓ ખરીદે છે, બસ તેટલું જ. ખરીદી, સંગ્રહ. આ ભૌતિક જીવનની પ્રવૃતિ છે. તેમાથી, જે વ્યક્તિ વાસ્તવમાં બુદ્ધિશાળી છે... મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે (ભ.ગી. ૭.૩). ઘણા બધા મૂર્ખ વ્યક્તિઓ કે જેઓ ઊંઘવું, પ્રજનન, ધન કમાવવા, માં લાગેલા છે, અને કુટુંબને સુંદર ઘર અને ભોજન આપવામાં... આ સામાન્ય કાર્ય છે. તો આવા ઘણા હજારો માણસોમાથી, એક આ મનુષ્ય જીવનને પૂર્ણ બનાવાવા માટે જિજ્ઞાસુ હોય છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે.

સિદ્ધયે. સિદ્ધિ એટ્લે પૂર્ણતા. તો આ જીવન પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે છે. પૂર્ણતા શું છે? પૂર્ણતા મતલબ કે આપણને જીવનની અત્યંત દુખી અવસ્થા નથી જોઈતી, અને આપણે તેનાથી બહાર આવવું પડે. તે પૂર્ણતા છે. દરેક જીવનની દુખી અવસ્થામાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે. પણ તેઓ જાણતા નથી કે જીવનની વાસ્તવિક દુખી અવસ્થા શું છે. જીવનની દુખી અવસ્થા: ત્રિ તાપ યંતન: તો આને મુક્તિ કહેવાય છે... આત્યંતિક દુખ નિવૃત્તિ: દુખ, દુખ મતલબ પરેશાનીઓ. તો દરેક વ્યક્તિ પરેશાનીઓમાથી બહાર આવવા પ્રયત્ન કરે છે. પણ તે પરેશાનીઓમાથી બહાર આવવાનો અંતિમ ધ્યેય જાણતો નથી. ન તે વિદુ: તેઓ જાણતા નથી. ન તે વિદુ: સ્વાર્થ ગતિમ હી વિષ્ણુમ (શ્રી.ભા. ૭.૫.૩૧). વ્યક્તિ દુખમાથી બહાર આવી શકે છે જ્યારે તે વિષ્ણુ પાસે આવે છે. તદ વિષ્ણુમ પરમમ પદમ સદા પશ્યંતી સુરય: (ઋગ્વેદ ૧.૨૨.૨૦). તદ વિષ્ણો પરમમ પદમ. વિષ્ણુલોક... જેમ કે અહિયાં ભૌતિક જગતમાં તેઓ ચંદ્ર ગ્રહ પર જવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ મૂર્ખ લોકો જાણતા નથી, તેઓ ચંદ્ર ગ્રહ પર જઈને શું મેળવશે. તે ભૌતિક ગ્રહોમાનો એક છે. કૃષ્ણે ભગવદ ગીતામાં પહેલેથી જ કહ્યું છે, આબ્રહ્મભુવનાલ્લોકાન (ભ.ગી. ૮.૧૬). ચંદ્ર ગ્રહની શું વાત કરવી - તે બહુ જ નજીક છે - જો તમે સર્વોચ્ચ ગ્રહ પર જાઓ, જે બ્રહ્મલોક તરીકે જાણીતો છે... તે તમારી સમક્ષ છે, તમે રોજ જોઈ શકો છો, દિવસ અને રાત્રે, કેટલા લોકો અને ગ્રહો છે. પણ તમે ત્યાં જઈ ના શકો. તમે ફક્ત સૌથી નજીકના ગ્રહ પર જવાનો પ્રયત્ન કરો છો. તે પણ નિષ્ફળ છે. તો તમારી વૈજ્ઞાનિક પ્રગતિ શું છે? પણ શક્યતા છે. આબ્રહ્મભુવનાલ્લોકન. તમે જઈ શકો છો. ભૌતિક વૈજ્ઞાનિકોની ગણતરી છે કે જો કોઈ વ્યક્તિ ચાલ્યો જાય, ચાલીસ હજાર વર્ષો માટે પ્રકાશની ગતિથી, પ્રકાશવર્ષની ગતિથી, તો તે આ ભૌતિક જગતના સર્વોચ્ચ ગ્રહ પર પહોંચી શકે. તો ઓછામાં ઓછું આધુનિક વૈજ્ઞાનિક ગણતરી પ્રમાણે, તે અશક્ય છે. પણ વ્યક્તિ જઈ શકે છે; વિધિ છે. તે અમે અમારી નાની પુસ્તક 'અન્ય ગ્રહોની સરળ યાત્રા' માં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. યોગક્રિયાથી વ્યક્તિ જે પણ ગ્રહ પર ઈચ્છા થાય ત્યાં જઈ શકે છે. તે યોગસિદ્ધિ છે. જ્યારે એક યોગી પૂર્ણ અથવા સિદ્ધ બને છે, તે ગમે તે ગ્રહ પર જઈ શકે છે, અને યોગ અભ્યાસ ચાલુ રહે છે, જ્યાં સુધી યોગીને લાગે છે કે તે તેણે પોતાની જાતને સિદ્ધ બનાવી લીધી છે કોઈ પણ ગ્રહ પર જવા લાયક. તે યોગ અભ્યાસની પૂર્ણતા છે. તો, આ જીવનની પૂર્ણતા, તે નજીવું, ઉડતું અવકાશયાન નથી. (હાસ્ય) તે લોકો જાણતા નથી કે જીવનની પૂર્ણતા શું છે. તમે ગમે ત્યાં જઈ શકો છો.