GU/Prabhupada 0534 - કૃષ્ણને કૃત્રિમ રીતે જોવાનો પ્રયત્ન ના કરો

Revision as of 23:01, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Radhastami, Srimati Radharani's Appearance Day -- London, August 29, 1971

પ્રભુપાદ: તો આપણે ગોસ્વામીઓના પદચિહ્નોનું અનુસરણ કરવું પડે, કેવી રીતે કૃષ્ણ અને રાધારાણીને શોધવા, વૃંદાવનમાં, અથવા તમારા હ્રદયમાં. આ ચૈતન્ય મહાપ્રભુના ભજનની વિધિ છે: વિરહની લાગણી, વિપ્રલંભ, વિપ્રલંભ સેવા. જેમ કે ચૈતન્ય મહાપ્રભુ, કૃષ્ણ વિરહનો અનુભવ. તેઓ દરિયામાં પડી જતાં હતા. તેઓ તેમના ઓરડામાંથી નીકળતા અને મધ્યરાત્રે જતાં રહેતા. કોઈને ખબર ન પડતી તેઓ ક્યાં ગયા. તો તે તેમની શોધ હતી. આ ભકિતમય સેવાની વિધિ ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આપવામાં આવેલી છે. એવું નથી કે બહુ જ સરળતાથી, "અમે કૃષ્ણને અથવા રાધારાણીને રાસ-લીલામાં જોયા છે." ના, એવું નહીં. વિરહનો અનુભવ. જેવો તમે કૃષ્ણ વિરહ વધુ અનુભવો, તમારે સમજવું જોઈએ કે તમે પ્રગતિ કરી રહ્યા છો. કૃષ્ણને કૃત્રિમ રીતે જોવાનો પ્રયત્ન ના કરો. વિરહની લાગણીમાં ઉન્નત થાઓ, અને પછી તે પૂર્ણ થશે. તે ભગવાન ચૈતન્યની શિક્ષા છે. કારણકે આપણી ભૌતિક આંખોથી આપણે કૃષ્ણને જોઈ ના શકીએ. અત: શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેદ ગ્રહયમ ઇન્દ્રિયૈ: (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૩૬). આપણી ભૌતિક ઇન્દ્રિયોથી આપણે કૃષ્ણને જોઈ ના શકીએ, આપણે કૃષ્ણનું નામ સાંભળી ના શકીએ. પણ સેવોનમુખે હી જિહવાદૌ. જ્યારે તમે પોતાને ભગવાનની સેવામાં જોડો... સેવા ક્યાંથી શરૂ થાય છે? જિહવાદૌ. સેવા જીભથી શરૂ થાય છે. પગ, આંખો કે કાનથી નહીં. તે જીભથી શરૂ થાય છે. સેવોનમુખે હી જિહવાદૌ. જો તમે સેવાની શરૂઆત જીભ દ્વારા કરો... કેવી રીતે? હરે કૃષ્ણ જપ કરો. તમારી જીભનો ઉપયોગ કરો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે. અને કૃષ્ણ પ્રસાદ ગ્રહણ કરો. જીભને બે કાર્યો છે. સ્પષ્ટ ધ્વનિ ઉચ્ચારણ, હરે કૃષ્ણ; અને પ્રસાદ ગ્રહણ કરો. આ વિધિથી તમે કૃષ્ણનો સાક્ષાત્કાર કરશો.

ભક્તો: હરિબોલ!

પ્રભુપાદ: કૃષ્ણને જોવાનો પ્રયત્ન ના કરો. તમે તમારી ભૌતિક આંખોથી કૃષ્ણને જોઈ ના શકો. કે ન તો તમે તમારા ભૌતિક કાનથી તેમના વિશે સાંભળી શકો. ન તો તમે સ્પર્શ કરી શકો. પણ જો તમે તમારી જીભને ભગવાનની સેવામાં જોડશો, તો તેઓ સ્વયમ પોતાને તમારી સમક્ષ પ્રકટ કરશે: "આ રહ્યો હું." તેની જરૂર છે. તો રાધારાણીની જેમ કૃષ્ણ વિરહ અનુભવો, જેમ ભગવાન ચૈતન્ય આપણને શીખવાડે છે, અને તમારી જીભને ભગવાનની સેવામાં જોડો; પછી, એક દિવસ, જ્યારે તમે પરિપક્વ થશો, તમે કૃષ્ણને પ્રત્યક્ષ જોશો.

આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.