GU/Prabhupada 0545 - વાસ્તવિક સમાજ કલ્યાણનું કાર્ય મતલબ આત્માના હિતને જોવું

Revision as of 23:03, 6 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


His Divine Grace Srila Bhaktisiddhanta Sarasvati Gosvami Prabhupada's Appearance Day, Lecture -- Mayapur, February 21, 1976

પ્રભુપાદ: તો જ્યારે ચૈતન્ય મહાપ્રભુએ થોડો પર ઉપકાર કરવો હતો...

ભારત ભૂમિતે મનુષ્ય જન્મ હઇલ યાર
મનુષ્ય જન્મ સાર્થક કરી કર પર ઉપકાર
(ચૈ.ચ. આદિ ૯.૪૧)

આ કલ્યાણ કાર્યોનો મતલબ નથી કે આ શરીરનું કલ્યાણ. તેનો મતલબ હતો આત્માનું કલ્યાણ, તે જ વસ્તુ જે કૃષ્ણે અર્જુનને કહી હતી, કે "તું આ શરીર નથી. તું આત્મા છું." અંતવંત ઈમે દેહ: નિત્યસ્યોક્તા: શરીરિણા:, ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦). તો સાચું કલ્યાણ કાર્ય મતલબ આત્માના હિતને જોવું. તો આત્માનું હિત શું છે? આત્માનું હિત છે, કે આત્મા કૃષ્ણ, ભગવાન, નો અભિન્ન અંશ છે. જેમ કે અગ્નિનો એક નાનકડો તણખલો એક મોટી અગ્નિનો અંશ છે, તેવી જ રીતે, આપણે જીવો, આપણે ખૂબ જ સૂક્ષ્મ છીએ, સર્વોચ્ચ બ્રહ્મ, પરબ્રહ્મ, અથવા કૃષ્ણ, ના સૂક્ષ્મ તણખલા. તો જેમ તણખલું અગ્નિની મધ્યમાં ખૂબ સુંદર લાગે છે, અગ્નિ પણ સુંદર લાગે છે, અને તણખલું પણ સુંદર લાગે છે, પણ જેવુ તણખલું અગ્નિથી નીચે પડી જાય છે, તે બુઝાઇ જાય છે. તો આપણી સ્થિતિ છે, કે...

આપણી વર્તમાન સ્થિતિ છે કે આપણે સંપૂર્ણ અગ્નિ, કૃષ્ણ, માથી નીચે પડી ગયા છીએ. આને એક સરળ બંગાળી ભાષામાં સમજાવવામાં આવ્યું છે:

કૃષ્ણ ભૂલીયા જીવ ભોગ વાંછા કરે
પસતે માયા તારે જાપટિયા ધારે

માયા મતલબ અંધકાર, અજ્ઞાન. તો આ ઉદાહરણ બહુ જ સરસ છે. અગ્નિના તણખલા અગ્નિની મધ્યમાં બહુ જ સરસ રીતે નાચી રહ્યા છે, તે પણ પ્રકાશિત છે. પણ જેવા તે જમીન પર પડે છે, તે રાખ બની જાય છે, કાળો અંગારો, કોઈ અગ્નિનો ગુણ નથી. તેવી જ રીતે, આપણે પણ નાચવા માટે છીએ, અને રમવા અને ચાલવા અને કૃષ્ણ સાથે જીવવા માટે. તે આપની સાચી અવસ્થા છે. તે વૃંદાવન છે. દરેક વ્યક્તિ... દરેક વ્યક્તિ કૃષ્ણ સાથે જોડાયેલું છે. ત્યાં વૃક્ષો, ત્યાં ફૂલો, પાણી, ગાયો, વાછરડા, ગોપાળો, અથવા વૃદ્ધ ગોપાળો, નંદ મહારાજ, તેમની આયુના બીજા લોકો, પછી યશોદામાયી, માતા, પછી ગોપીઓ - આ રીતે, વૃંદાવન જીવન, વૃંદાવન ચિત્ર. કૃષ્ણ પૂર્ણ વૃંદાવન ચિત્ર સાથે આવે છે, અને તેઓ તેમનું વૃંદાવન જીવન બતાવે છે, ચિંતામણી પ્રકાર સદ્મશુ, ફક્ત આપણને આકર્ષિત કરવા માટે, કે "તું આ ભૌતિક જગતમાં આનંદ માણવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પણ અહિયાં તું આનંદ માણી નહીં શકે કારણકે તું શાશ્વત છે. અહી તને શાશ્વત જીવન ના મળી શકે. તો તું મારી પાસે આવો. તું મારી પાસે આવ. ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ કૌંતેય (ભ.ગી. ૪.૯). આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. (બાજુમાં:) કૃપા કરીને તેમને પ્રસાદમ માટે રાહ જોવાનું કહો. ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ. આ આમંત્રણ છે. મામ એતિ: "તે ભગવદ ધામ પાછો જાય છે." આ ભગવદ ગીતાની સંપૂર્ણ શિક્ષા છે. અને અંતમાં તેઓ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ (ભ.ગી. ૧૮.૬૬). તમે કેમ તમારી આટલી બધી ચિંતા કરો છો, ભૌતિક જીવનને વ્યવસ્થિત કરવા આટલા બધી યોજનાઓ બનાવીને? તે શક્ય નથી. અહી તે શક્ય નથી. જ્યાં સુધી તમે આ ભૌતિક સંસર્ગમાં છો, તો તમારે શરીર બદલવું પડશે. પ્રકૃતે ક્રિયમાણાની... (ભ.ગી. ૩.૨૭). પ્રકૃતિ-સ્થો. શું શ્લોક છે? પુરુષ: પ્રકૃતિ-સ્થો અપિ...

હ્રદયાનંદ: ભૂંજતે પ્રકૃતિ જાન ગુણાન.

પ્રભુપાદ: હા. ભૂંજતે પ્રકૃતિ જાન ગુણાન.