GU/Prabhupada 0567 - મારે આ સંસ્કૃતિ દુનિયાને આપવી છે

Revision as of 13:03, 4 August 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0567 - in all Languages Category:GU-Quotes - 1968 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Press Interview -- December 30, 1968, Los Angeles

પત્રકાર: તમે અહી કેટલા સમયથી છો, શ્રીમાન?

પ્રભુપાદ: હું અહી સપ્ટેમ્બર ૧૯૬૫માં આવ્યો હતો, અને પછી હું મે ૧૯૬૭ માં થોડો અસ્વસ્થ હતો, મને લાગે છે. પછી હું ભારત જતો રહેલો. પછી હું ફરીથી ડિસેમ્બર ૧૯૬૭માં આવ્યો, બસ એક વર્ષ પહેલા.

પત્રકાર: હા, અચ્છા. તમે અહી કેમ આવ્યા?

પ્રભુપાદ: કારણકે મારે આ સંસ્કૃતિ આખી દુનિયાને આપવી હતી, અને મારો ખ્યાલ છે કે અમેરિકા ઉન્નત દેશ છે. જો તેઓ સ્વીકાર કરશે, તો સમસ્ત સંસારમાં આ ખ્યાલનો પ્રચાર કરવો શક્ય બનશે. તે મારો ખ્યાલ છે. પણ હવે મને આશા છે, કારણકે આ શિક્ષિત યુવાન અમેરિકનો, તેઓ આ આંદોલનમાં ગંભીર રુચિ લઈ રહ્યા છે. અને અમે સામાયિકો, પુસ્તકો પ્રકાશિત કરી રહ્યા છે, અને તેઓ ખૂબ જ સરસ રીતે લખી રહ્યા છે. તો હું એક વૃદ્ધ માણસ છું, હું મૃત્યુ પામી શકું છું, પણ મે મારા ખ્યાલનું રોપણ કરી દીધું છે. તે ચાલતું રહેશે. તે ચાલતું રહેશે, અને તે લોકોનો સ્વીકાર થશે. તે પ્રયોગ થઈ ગયો છે. જો તેને સરસ રીતે વિસ્તારીત કરવામાં આવશે, તો તે કોઈ પણ નિષ્ફળતા વગર સ્વીકૃત થશે જ. અને આ છોકરાઓ જે મારી પાસે આવ્યા છે, તેમણે ગંભીરતાથી સ્વીકાર કર્યુ છે. તો મને આશા છે.

પત્રકાર: મે તમારું સામાયિક જોયું છે. એક સુંદર સામાયિક છે.

પ્રભુપાદ: બેક ટુ ગોડહેડ (ભગવદ દર્શન)?

પત્રકાર: ઓહ હા. એક સુંદર સામાયિક.

પ્રભુપાદ: આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.

પત્રકાર: સુંદર વસ્તુ. તે ત્યાં ક્યાં થાય છે? પ્રભુપાદ: તે ન્યુયોર્કમાથી પ્રકાશિત થાય છે.

પત્રકાર: ન્યુયોર્કમાં. મે છેલ્લો અંક જોયો હતો... સુંદર સામાયિક. આહ, આંદોલનમાં આશરે કેટલા લોકો છે?

પ્રભુપાદ: મારે આશરે એક સો કરતાં થોડા વધુ શિષ્યો છે જે ચુસ્તપણે મારા નીતિ નિયમોનું પાલન કરે છે.

પત્રકાર: એક સો.

પ્રભુપાદ: હા. અલગ અલગ શાખાઓમાં. મારે આશરે તેર શાખાઓ છે. અમુક શિષ્યો લંડનમાં કામ કરી રહ્યા છે.

પત્રકાર: લંડનમાં?

પ્રભુપાદ: હા, તેઓ ખૂબ જ સરસ કરી રહ્યા છે. તે બધા વિવાહિત યુગલો છે. મે તેમના વિવાહ કરાવેલા. હા. મે તમના લગ્ન કરાવેલા. તે લોકો યુવાન છોકરાઓ છે, બધા ત્રીસ વર્ષ સુધીના. મારો સૌથી મોટો શિષ્ય છે ૨૮ વર્ષનો. નહિતો ૨૫, ૨૪, વધુમાં વધુ ૩૦. અને તેવી જ રીતે, છોકરીઓ, તમે આ છોકરીને જોઈ છે. તમે જુઓ. તો હું તેમને લગ્ન જીવનમાં સુખી બનાવું છું. તેમની માનસિકતા છે.. તેઓ આ કહેવાતા ગર્વિત જીવનની પાછળ નથી. તેઓ બહુ જ સાદું જીવન જીવી શકે છે જીવનની ઓછામાં ઓછી જરૂરિયાતોથી, પણ કૃષ્ણ ભાવનામૃતના ઉચ્ચ વિચારો સાથે. તો મને ખૂબ જ આશા છે કે જો હું મૃત્યુ પણ પામીશ... કારણકે હું વૃદ્ધ માણસ છું, ૭૩ વર્ષનો. હું કોઈ પણ ક્ષણે મૃત્યુ પામી શકું છું. પણ હવે હું આશ્વસ્ત છું કે મારુ આંદોલન ચાલતું રહેશે. આ છોકરાઓ તેને ચલાવશે. તે, મારો ઉદેશ્ય, તે રીતે સફળ છે. હું આ ખ્યાલ સાથે અહી આવેલો, કે આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન અમેરિકાથી શરૂ થવું જોઈએ. કારણકે જે કઈ પણ અમેરિકામાં સ્વીકૃત થશે, લોકો અનુસરશે કારણકે અમેરિકાને ગણવામાં આવે છે... વાસ્તવમાં અમેરિકા ગરીબ દેશ નથી. તો તે લોકો ખૂબ જ સરળતાથી સમજી શકે છે, તેઓ સ્વીકાર કરી શકે છે. અને ઘણા ગૂંચવાયેલા યુવાનો છે.