GU/Prabhupada 0578 - કૃષ્ણ જે કહે છે ફક્ત તે જ બોલો

Revision as of 13:41, 4 August 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0578 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.19 -- London, August 25, 1973

જો તમે રોકશો, જો તમારે આ જન્મ અને મૃત્યુ રોકવું છે, ઇન્દ્રિય તૃપ્તિમાં સંલગ્ન ના થાઓ. પછી ફરીથી બંધન.

નૂનમ પ્રમત્ત: કુરુતે વિકર્મ
યદ ઇન્દ્રિય પ્રીતાય આપૃણોતી
ન સાધુ મન્યે યત આત્મનો અયમ
અસન્ન અપિ ક્લેષદ આસ દેહ:
(શ્રી.ભા. ૫.૫.૪)

"ઠીક છે, આ શરીર અમુક વર્ષો માટે છે, તેનો અંત થશે." અને તે ઠીક છે. તેનો અંત થશે, પણ તમારે બીજું શરીર સ્વીકારવું પડશે. શરીર, શરીરનો સ્વીકાર, તમારે કરવો જ પડશે કારણકે તમને ઈચ્છા છે, ઇન્દ્રિય તૃપ્તિ. તો ઇન્દ્રિય તૃપ્તિ મતલબ તમારે ભૌતિક ઇન્દ્રિયો હોવી જ જોઈએ પૂર્તિ માટે. તો કૃષ્ણ બહુ જ પ્રસન્ન છે, ખૂબ જ દયાળુ, પ્રસન્ન નહીં, પણ તેઓ ખૂબ જ દયાળુ છે, "ઠીક છે, આ ધૂર્તને આમ જોઈએ છે. તેને આ સુવિધા આપો. ઠીક છે. આ ધૂર્તને મળ ખાવું છે. ઠીક છે. તેને ભૂંડનું શરીર આપો." આ ચાલી રહ્યું છે, પ્રકૃતિનો નિયમ.

તો આ જ્ઞાન, ભગવદ ગીતા જ્ઞાન, માનવ સમાજ માટે એકદમ પૂર્ણ છે. અને કૃષ્ણ ઈચ્છે છે કે આ જ્ઞાનનો પ્રચાર થાય કારણકે દરેક વ્યક્તિ, સર્વ યોનીશુ કૌંતેય સંભવન્તિ મૂર્તય:... (ભ.ગી. ૧૪.૪). તેઓ બીજ આપવાવાળા પિતા છે. પિતા સ્વાભાવિક રીતે હિતેચ્છુ હોય છે કે: "આ ધૂર્તો, તેઓ પીડાઈ રહ્યા છે, પ્રકૃતિસ્થાની. મન: શષ્ઠાનીન્દ્રિયાણી પ્રકૃતિસ્થાની કર્ષતી (ભ.ગી. ૧૫.૭). ફક્ત, માનસિક તર્કથી દોરાઈને, મન:, અને ઇન્દ્રિયોની મદદથી, તેઓ ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા છે. અને જો તેઓ મારી પાસે આવે તેઓ ખૂબ જ સરસ રીતે રહી શકે, મારા મિત્ર તરીકે, મારા પ્રેમી તરીકે, મારા પિતા તરીકે, મારી માતા તરીકે, વૃંદાવન. તો ફરીથી દાવો કરો, તેમને બોલાવો." કે... તેથી, કૃષ્ણ આવે છે. યદા યદા હી ધર્મસ્ય (ભ.ગી. ૪.૭). કારણકે આખું જગત ઇન્દ્રિય તૃપ્તિના ખોટા પ્રભાવ હેઠળ દોડી રહ્યું છે, તેથી તેઓ આવે છે અને સલાહ આવે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય (ભ.ગી. ૧૮.૬૬) "તું ધૂર્ત, આ બધી પ્રવૃત્તિઓ છોડી દે. તું વૈજ્ઞાનિક રીતે વિકસિત છું તેનું અભિમાન ના કર. તમે બધા ધૂર્તો છો. આ બધો બકવાસ છોડી દે. મારી પાસે આવ. હું તને સુરક્ષા આપીશ." આ કૃષ્ણ છે. કેટલા દયાળુ છે તેઓ. અને તે જ કાર્ય કૃષ્ણના સેવક દ્વારા થવું જોઈએ. એક મોટા યોગી, જાદુગર થવું નહીં. ના, તેની જરૂર નથી. ફક્ત કૃષ્ણએ જે કહ્યું તેને કહો. તો તમે ગુરુ બની જાઓ છો. કઈ બકવાસ ના બોલો. ચૈતન્ય મહાપ્રભુએ પણ કહ્યું છે, યારે દેખ તારે કહ 'કૃષ્ણ'-ઉપદેશ (ચૈ.ચ. મધ્ય ૭.૧૨૮). ફક્ત કૃષ્ણના ઉપદેશોનો પ્રચાર કરો, જેને પણ તમે મળો. તો તમે ગુરુ બનો છો. બસ. બહુ જ સરળ વસ્તુ.

આપનો ખૂબ ખૂબ આભાર. (અંત)