GU/Prabhupada 0581 - જો તમે કૃષ્ણની સેવામાં જોડાશો, તમને નવો ઉત્સાહ મળશે

Revision as of 13:51, 4 August 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0581 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.21-22 -- London, August 26, 1973

યન મૈથુનાદિ ગૃહમેધિ સુખમ હી તુચ્છમ (શ્રી.ભા. ૭.૯.૪૫) તો આ ભૌતિક જીવન મતલબ મૈથુન જીવન. ખૂબ ખૂબ જ, દુખમય, તુચ્છમ. જો કોઈ વ્યક્તિ આ સમજી ગયો છે, તો તે મુક્ત છે. પણ જો, જ્યારે વ્યક્તિ હજુ ય આકર્ષિત છે, તો તે સમજવું જોઈએ કે તેની મુક્તિમાં હજુ વિલંબ છે. અને જે સમજી ગયો છે અને જેણે છોડી દીધું છે, આ શરીરમાં પણ તે મુક્ત છે. તેને જીવનમુક્ત: સ ઉચ્યતે કહેવાય છે.

ઈહા યસ્ય હરેર દાસ્યે
કર્મણા મનસા ગિરા
નિખીલાસ્વ અપિ અવસ્થાસુ
જીવનમુક્ત: સ ઉચ્યતે

તો કેવી રીતે આપણે આ ઈચ્છામાથી મુક્ત થઈ શકીએ? ઈહા યસ્ય હરેર દાસ્યે, જો તમે ફક્ત કૃષ્ણની સેવા કરવાની ઈચ્છા કરો, તો અમે બહાર આવી શકો. નહિતો, નહીં. તે શક્ય નથી. જો તમે ભગવાનની સેવા સિવાયની બીજી કોઈ પણ ઈચ્છા કરો, તો માયા તમને પ્રલોભન આપશે, "આનો આનંદ કેમ ના માણવો?" તેથી યમુનાચાર્ય કહે છે,

યદ અવધિ મમ ચેત: કૃષ્ણ પદારવિન્દે
નવ નવ રસ ધામની ઉદ્યતમ રંતુમ આસિત
તદ અવધિ બટ નારી સંગમે સ્મર્યમાને
ભવતિ મુખ વિકાર: સષ્ઠુ નિષ્ઠિવનમ ચ

"યદ-અવધિ, જે સમયથી, મમ ચેત:, મે મારા જીવન અને આત્માથી જોડ્યા છે, મારી ચેતના, કૃષ્ણના ચરણકમળની સેવામાં..." આ શ્લોક યમુનાચાર્યે આપ્યો છે. તેઓ એક મહાન રાજા હતા, અને રાજાઓ, તેઓ સામાન્ય રીતે સ્વછંદી હોય છે, પણ તેઓ પછીથી એક સંત ભક્ત બની ગયા હતા. તો તેમનો વ્યક્તિગત અનુભવ, તેઓ કહી રહ્યા છે, કે "જ્યારેથી મે મારા મનને કૃષ્ણના ચરણકમળની સેવામાં જોડ્યુ છે, યદ-અવધિ મમ ચેત: કૃષ્ણ પદારવિન્દે..." નવ નવ... અને સેવા, આધ્યાત્મિક સેવા મતલબ દરેક ક્ષણે નવું. તે ક્ષુલ્લક નથી. જેઓ આધ્યાત્મિક રીતે ઉન્નત છે, તેઓ જોશે કે કૃષ્ણની સેવા મતલબ નવો પ્રકાશ, નવું જ્ઞાન. નવ નવ રસ ધામની ઉદ્યતમ રંતુમ આસિત. અહી, આ ભૌતિક જગતમાં, તમે આનંદ માણો, તે જૂનું થઈ જાય છે. પુન: પુનસ ચર્વિત (શ્રી.ભા. ૭.૫.૩૦) તેથી તમે નિરાશ થાઓ છો. પણ જો તમે પોતાને કૃષ્ણની સેવામાં જોડો છો, તમને નવો અને નવો ઉત્સાહ મળશે. તે આધ્યાત્મિક છે. જો તમે ઉત્સાહ ના થાય, તો તમારે જાણવું જ જોઈએ કે તમે હજુ આધ્યાત્મિક રીતે સેવા નથી કરતાં, તમે ભૌતિક રીતે સેવા કરો છો. ઔપચારિકતા. પણ જો તમે નવી અને નવી શક્તિ મેળવો, તો તમે જાણો છો કે તમે આધ્યાત્મિક રીતે સેવા કરો છો. તે કસોટી છે. તમારો ઉત્સાહ વધશે, ઘટશે નહીં.