GU/Prabhupada 0584 - આપણે ચ્યુત બનીએ છીએ, પતિત, પણ કૃષ્ણ અચ્યુત છે

Revision as of 14:00, 4 August 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0584 - in all Languages Category:GU-Quotes - 1972 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.20 -- Hyderabad, November 25, 1972

તો આત્માની હત્યા ના થઈ શકે. ન હન્યતે હન્યમાને શરીરે (ભ.ગી. ૨.૨૦) અને આત્માને કોઈ જન્મ નથી, કોઈ મૃત્યુ નથી. જેમ કૃષ્ણ શાશ્વત છે, કૃષ્ણને કોઈ જન્મ અને મૃત્યુ નથી... અજો અપિ સન્ન અવ્યયાત્મા (ભ.ગી. ૪.૬). કૃષ્ણ કહે છે ચોથા અધ્યાયમાં. અજ. કૃષ્ણનું બીજું નામ અજ છે. અથવા વિષ્ણુ-તત્ત્વ. અજ. આપણે પણ અજ છીએ. અજ મતલબ જે જન્મ નથી લેતું. તો બંને કૃષ્ણ, અથવા ભગવાન, અને જીવો, તેઓ શાશ્વત છે. નિત્યો નિત્યાનામ ચેતનસ ચેતનાનામ (કઠ ઉપનિષદ ૨.૨.૧૩). માત્ર અંતર છે કે કારણકે આપણે નાના અંશ છીએ, તેથી આપણે ભૌતિક પ્રકૃતિ દ્વારા આવરિત થઈ શકીએ છીએ. આ અંતર છીએ. આપણે 'ચ્યુત' બનીએ છીએ, પતિત. પણ કૃષ્ણ અચ્યુત છે. તેઓ ક્યારેય પતિત નથી થતાં. તે અંતર છે. તો જેમ કે વાદળ. વાદળ સૂર્યપ્રકાશના એક ભાગને ઢાંકી શકે છે. એવું નથી કે વાદળ બધા જ સૂર્યપ્રકાશને ઢાંકી શકે. તે શક્ય નથી. ધારોકે અત્યારે આકાશ વાદળથી ઘેરાયેલું છે, કદાચ સો માઈલ, બસો માઈલ, અથવા પાંચ સો માઈલ. પણ પાંચસો માઈલ તે સૂર્ય, લાખો અને કરોડો માઈલ, ની સાપેક્ષમાં શું છે? તો વાદળ આપણી આંખોને ઢાંકી શકે છે, સૂર્યને નહીં. તેવી જ રીતે, માયા જીવની આંખોને ઢાંકી શકે છે. માયા પરમ પુરુષને ઢાંકતી નથી. તે શક્ય નથી.

તો આ કહેવાતા જન્મ અને મૃત્યુ તે માયાના આવરણને કારણે છે. તટસ્થ શક્તિ. આપણે... કૃષ્ણને ઘણી શક્તિઓ છે. પરાસ્ય શક્તિર વિવિધૈવ શ્રુયતે (ચૈ.ચ. મધ્ય ૧૩.૬૫, તાત્પર્ય). તે વેદિક ઉપદેશ છે. પરમ ભગવાનને ઘણી શક્તિઓ છે. જે પણ આપણે જોઈએ છીએ... પરસ્ય બ્રહ્મણ: શક્તિસ તથેદમ અખિલમ જગત (વિષ્ણુ પુરાણ ૧.૨૨.૫૩). જે પણ થોડું ઘણું આપણે જોઈ રહ્યા છે, તે ફક્ત ભગવાનની શક્તિનું વિતરણ છે. બિલકુલ તે જ રીતે: સૂર્યપ્રકાશ અને સૂર્ય-ગોળો, અને સૂર્યદેવ. સૂર્યદેવ, તેમનામાથી.... સૂર્યદેવ જ નહીં, ત્યાં જીવો પણ છે. તેમના શરીર ચમકે છે. તેમને અગ્નિયુક્ત શરીરો છે. જેમ આપણને પૃથ્વીયુક્ત શરીર છે... આ ગ્રહ પર પૃથ્વી પ્રધાન છે. તેવી જ રીતે સૂર્ય ગ્રહમાં, અગ્નિ પ્રધાન છે. જેમ પૃથ્વી પાંચમાથી એક ઘટક છે, અગ્નિ પણ પાંચમાથી એક ઘટક છે. આ વસ્તુઓ સમજાવવામાં આવશે કે આત્મા અગ્નિથી ક્યારેય બળતો નથી.