GU/Prabhupada 0633 - આપણે બસ કૃષ્ણના ઝગમગતા તણખલા જેવા છીએ: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0633 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:GU-Quotes - in United Kingdom]]
[[Category:GU-Quotes - in United Kingdom]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|Gujarati|GU/Prabhupada 0632 - જો હું સાક્ષાત્કાર કરું કે હું આ શરીર નથી, તો હું પ્રકૃતિનો ત્રણ ગુણોને લાંઘી જાઉં છું|0632|GU/Prabhupada 0634 - કૃષ્ણને ભ્રામક શક્તિની ક્યારેય અસર નથી થતી|0634}}
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<div class="center">
<div class="center">
Line 14: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|2VJnzGgH4YQ|આપણે બસ કૃષ્ણના ઝગમગતા તણખલા જેવા છીએ<br /> - Prabhupāda 0633}}
{{youtube_right|xnHlWXS2Gwc|આપણે બસ કૃષ્ણના ઝગમગતા તણખલા જેવા છીએ<br /> - Prabhupāda 0633}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:18, 6 October 2018



Lecture on BG 2.28 -- London, August 30, 1973

તો દુનિયાની પરિસ્થિતી, આત્માના અજ્ઞાનને કારણે તેઓ ઘણા બધા પાપમય કાર્યો ઉત્પન્ન કરી રહ્યા છે અને બદ્ધ થઈ રહ્યા છે. પણ તેમને કોઈ જ્ઞાન નથી કેવી રીતે તેઓ બદ્ધ થઈ રહ્યા છે. આ માયાની છે, પ્રક્ષેપાત્મિકા શક્તિ, આવરણાત્મિકા. જોકે તે બદ્ધ થઈ રહ્યો છે, પણ તે વિચારે છે કે તે વિકાસ કરી રહ્યો છે, વૈજ્ઞાનિક જ્ઞાનમાં વિકાસ. આ તેમનું જ્ઞાન છે. સજ્જન વાત કરી રહ્યા હતા કે તેઓ ખાણના ઇજનેર છે. તો ખાણના ઇજનેર, તેમનું કાર્ય છે ખાણની અંદરના વાતાવરણને આરામદાયક બનાવવું. જરા વિચારો, તે પૃથ્વીની અંદર બસ એક ઉંદરના દરની જેમ ગયા છે, અને તે ઉંદરના દરને સુધારી રહ્યા છે. શિક્ષિત થયા પછી, ઉપાધિઓ પ્રાપ્ત કર્યા પછી, તેની સ્થિતિ અંધકારમાં પ્રવેશ કરવો, મારા કહેવાનો મતલબ, પૃથ્વીના કાણામાં, અને તે ખાણની અંદર હવાને સ્વચ્છ કરીને વૈજ્ઞાનિક પ્રગતિ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેનો તિરસ્કાર થયેલો છે કે તેને બળપૂર્વક બાહ્ય આકાશ, સ્વચ્છ હવા છોડવું પડે છે. તેને પૃથ્વીની અંદર જવા માટે તિરસ્કાર કરવામાં આવ્યા છે, અને તે વૈજ્ઞાનિક પ્રગતિ પર ગર્વ કરે છે. આ ચાલી રહ્યું છે. આ વૈજ્ઞાનિક પ્રગતિ છે.

તો મનુતે અનર્થમ (શ્રી.ભા. ૧.૭.૫). તે વ્યાસદેવ છે. વ્યાસદેવ, શ્રીમદ ભાગવતમ લખ્યા પહેલા, નારદની શિક્ષા હેઠળ, તેમણે તેમનું પદ શું છે તેના માટે ધ્યાન કર્યું. ભક્તિયોગેન મનસી સમ્યક પ્રણિહિતે અમલે, અપશ્યત પુરુષમ પૂર્ણમ માયામ ચ તદ અપાશ્રયમ (શ્રી.ભા. ૧.૭.૪). તેમણે જોયું, સાક્ષાત્કાર કર્યો, બે વસ્તુઓ છે: માયા અને કૃષ્ણ. માયામ ચ તદ અપાશ્રયમ. કૃષ્ણની શરણ ગ્રહણ કરીને. આ માયા કૃષ્ણ વગર ઊભી ના રહી શકે. પણ કૃષ્ણ માયાથી પ્રભાવિત નથી થતાં. કારણકે કૃષ્ણ પ્રભાવિત નથી થતાં. પણ જીવો, યયા સમ્મોહિતો જીવ, જીવો, તેઓ માયાની ઉપસ્થિતિથી પ્રભાવિત થાય છે. કૃષ્ણ પ્રભાવિત નથી થતાં. જેમ કે સૂર્ય અને સૂર્યપ્રકાશ. સૂર્યપ્રકાશ મતલબ બધા જ તેજસ્વી કિરણોનું સંયોજન. તે સૂર્યપ્રકાશ. તે વૈજ્ઞાનિક રીતે સાબિત છે. કિરણો, નાના સૂક્ષ્મ કિરણો, પ્રકાશિત કિરણો. તો તેવી જ રીતે, આપણે પણ કૃષ્ણના પ્રકાશિત કિરણો જેવા છીએ. કૃષ્ણની સરખામણી સૂર્ય સાથે કરવામાં આવી છે - સૂર્ય-સમ, માયા હય અંધકાર (ચૈ.ચ. મધ્ય ૨૨.૩૧). હવે જ્યારે વાદળ છે, માયા, સૂર્ય પ્રભાવિત નથી થતો. પણ નાના અણુઓ, સૂર્યપ્રકાશ, તે પ્રભાવિત થાય છે. જરા સમજવાનો પ્રયત્ન કરો. અહી સૂર્ય છે, અને નીચે, લાખો લાખો માઈલ નીચે, વાદળ છે. અને વાદળ સૂર્યપ્રકાશના ભાગને આચ્છાદિત કરે છે જે તેજસ્વી કિરણોનું સંયોજન છે. તો માયા અથવા વાદળ સૂર્યને આચ્છાદિત ના કરી શકે, પણ તે સૂક્ષ્મ તેજસ્વી કણોને આવરિત કરી શકે. તો આપણે પ્રભાવિત થઈએ છીએ. કૃષ્ણ પ્રભાવિત નથી થતાં.