GU/Prabhupada 0638 - તે પ્રથમ વર્ગનો યોગી છે, જે હમેશા કૃષ્ણ વિશે વિચારે છે

Revision as of 13:57, 1 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0638 - in all Languages Category:GU-Quotes - 1973 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.30 -- London, August 31, 1973

તો દરેક વસ્તુમાં તે કૃષ્ણને જુએ છે. પ્રેમાંજનચ્છુરિત ભક્તિ વિલોચનેન સંત: સદૈવ હ્રદયેષુ વિલોકયંતી (બ્ર.સં. ૫.૩૮). સદૈવ. તે લોકો ક્યારેક પૂછે છે, "તમે ભગવાનને જોયા છે?" જે લોકો વાસ્તવમાં ભક્તો છે, ઉન્નત ભક્તો, તેઓ ફક્ત કૃષ્ણને જુએ છે, બીજું કશું જ નહીં. પ્રેમાંજનચ્છુરિત ભક્તિ વિલોચનેન સંત: સદૈવ હ્રદયેષુ (બ્ર.સં. ૫.૩૮). સદૈવ મતલબ હમેશા. હ્રદયેષુ વિલોકયંતી. યમ શ્યામસુંદરમ અચિંત્ય ગુણ સ્વરુપમ ગોવિંદમ આદિ પુરુષમ તમ અહમ ભજામિ. તો આ છે.... જેવા તમે કૃષ્ણ ભાવનામૃતમાં વધુ ઉન્નત થાઓ છો, તમે ફક્ત કૃષ્ણને જોશો. અને જો તમે હમેશા કૃષ્ણને જોવાના અભ્યાસુ બની જાઓ છો, સદા તદ ભાવ ભાવિત: યમ યમ વાપિ સ્મરણ લોકે ત્યજતિ અંતે કલેવરમ (ભ.ગી. ૮.૬). યદ યદ ભાવમ. તો જો તમે હમેશા કૃષ્ણ વિશે વિચારો... તે કૃષ્ણનો ઉપદેશ પણ છે. મન્મના ભવ મદભકતો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫). "હમેશા મારા વિશે વિચારો." તે પ્રથમ વર્ગનો યોગી છે, જે કૃષ્ણ વિશે વિચારે છે. યોગીનામ અપિ સર્વેષામ મદ ગતેનાંતર આત્મના ભજતે યો મામ સ મે યુક્તતમો મત: (ભ.ગી. ૬.૪૭). તે પ્રથમ વર્ગનો યોગી છે. અને ભક્ત પણ.

આપણે પહેલેથી જ... નહિતો, કેમ તેણે કૃષ્ણ વિશે વિચારવું જોઈએ? મન્મના ભવ મદભકતો મદ્યાજી. ફક્ત ભક્તો જ હમેશા કૃષ્ણ વિશે વિચારી શકે. મન્મના ભવ મદભક્ત: "કારણકે તું મારો ભક્ત છે તારું કર્તવ્ય છે હમેશા મારા વિશે વિચારવું." શું તે ખૂબ જ મુશ્કેલ કાર્ય છે? તમે મંદિરમાં કૃષ્ણને જુઓ છો. જેટલું વધુ તમે જુઓ છો કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ ભાવનામૃતમાં ચોવીસ કલાક પ્રવૃત્તિ મતલબ તમે કૃષ્ણને હમેશા જોવા માટે અભ્યાસુ બનશો. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન છે. તમે એક ક્ષણ માટે પણ કૃષ્ણને ભૂલી ના શકો. અને તે ઉપદેશ છે. મન્મના ભવ મદભકતો મદ્યાજી મામ નમસ્કુરુ (ભ.ગી. ૧૮.૬૫). આ ચાર વસ્તુઓ. જ્યારે મંદિરમાં વિગ્રહ હોય છે, તમે જુઓ અને તમે છબી યાદ રાખો છો. જ્યારે મંદિરની બહાર પણ તમે તમારા હ્રદયમાં જોઈ શકો છો, કે શું તમે કૃષ્ણ પ્રત્યે પ્રેમ કેળવ્યો છે. નહિતો, ઔપચારિક રીતે, તમે મંદિરે આવો અને જેવુ... "ચિંતા, મને ભૂલી જવા દો." તે બીજી વસ્તુ છે. પણ આખી પદ્ધતિ કૃષ્ણ પ્રત્યે પ્રેમ કેળવવા માટે છે. સ વૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિર અધોક્ષજે (શ્રી.ભા. ૧.૨.૬). ભક્તિર અધોક્ષજે. તે પ્રથમ વર્ગની ધાર્મિક પદ્ધતિ છે. આ પ્રથમ વર્ગની ધાર્મિક પદ્ધતિ છે. આ કૃષ્ણ ભાવનામૃત પ્રથમ વર્ગની, શ્રેષ્ઠ ધાર્મિક પદ્ધતિ છે. કેમ? તે લોકોને હમેશા કૃષ્ણ, પરમ ભગવાન, વિશે વિચારવાનું શીખવાડે છે. પ્રેમ. ફક્ત વિચારવું નહીં. આપણે કોઈ વિશે પ્રેમ કર્યા વગર વિચારી ના શકીએ. જો તમે કોઈને પ્રેમ કરો, તો તમે તેના વિશે હમેશા વિચારી શકો. જેમ કે બંને પ્રેમી અને પ્રેમિકા. કહો કે એક છોકરો, બીજી છોકરી. તો તેઓ પ્રેમમાં છે. તો બંને હમેશા એકબીજા વિશે વિચારે છે. "ક્યારે અમે ફરીથી મળીશું, ક્યારે અમે ફરીથી મળીશું?" તો તેવી જ રીતે, મન્મના ભવ મદભક્ત: તમે કૃષ્ણના એક ભક્ત બની શકો છો, તમે કૃષ્ણ વિશે હમેશા વિચારી શકો છો, જો તમે કૃષ્ણ વિશે પ્રેમ કેળવ્યો હોય તો. પ્રેમાંજનચ્છુરિત ભક્તિ વિલોચનેન (બ્ર.સં. ૫.૩૮). ભક્તિ દ્વારા, તમે તમારો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ વિકસિત કરી શકો છો. તેની જરૂર છે.