GU/Prabhupada 0641 - એક ભક્તને કોઈ માંગ નથી હોતી

Revision as of 14:12, 1 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0641 - in all Languages Category:GU-Quotes - 1969 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 6.1 -- Los Angeles, February 13, 1969

ભક્ત: અધ્યાય છ. સાંખ્ય યોગ. શ્લોક પહેલો. "ભગવાને કહ્યું, 'જે વ્યક્તિ તેના કર્મોના ફળોથી આસક્ત નથી અને તેના કર્તવ્ય પ્રમાણે કાર્યો કરે છે, તે સન્યાસજીવનમાં છે અને તે સાચો યોગી છે. એ નહીં કે જે કોઈ અગ્નિ પ્રગટાવતો નથી અને કોઈ કાર્ય નથી કરતો.' " (ભ.ગી. ૬.૧) તાત્પર્ય. આ અધ્યાયમાં ભગવાન સમજાવે છે કે અષ્ટાંગ યોગ પદ્ધતિની વિધિ મન અને ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવું તે છે. જોકે, આ બહુ જ મુશ્કેલ છે સામાન્ય લોકો માટે કરવું, ખાસ કરીને આ કલિયુગમાં. ભલે આ અધ્યાયમાં અષ્ટાંગયોગ પદ્ધતિની ભલામણ કરેલી છે, ભગવાન ભાર આપે છે કે કર્મ યોગ અથવા કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરવું વધુ સારું છે. આ જગતમાં દરેક વ્યક્તિ તેના પરિવારના ભરણપોષણ માટે કાર્ય કરે છે, પણ કોઈ પણ વ્યક્તિ કોઈ સ્વાર્થ વગર કાર્ય નથી કરતું, કોઈ વ્યક્તિગત સંતુષ્ટિ, ભલે તે નિજી અથવા વિસ્તૃત હોય. પૂર્ણતાનો માપદંડ છે કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરવું અને કર્મના ફળોને ભોગવવા માટે નહીં. કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરવું દરેક જીવનું કર્તવ્ય છે, કારણકે આપણે બંધારણીય રીતે પરમ ભગવાનના અભિન્ન અંશ છીએ. શરીરના ભાગો આખા શરીરની સંતુષ્ટિ માટે કાર્ય કરે છે. શરીરના ભાગો આત્મ-સંતુષ્ટિ માટે કાર્ય નથી કરતાં પણ સંપૂર્ણ શરીરની સંતુષ્ટિ માટે કાર્ય કરે છે. તેવી જ રીતે જીવ, પરમ ભગવાનની સંતુષ્ટિ માટે કાર્ય કરતો અને પોતાની વ્યક્તિગત સંતુષ્ટિ માટે નહીં, પૂર્ણ સન્યાસી છે, પૂર્ણ યોગી.

"સન્યાસીઓ ક્યારેક કૃત્રિમ રીતે વિચારે છે કે તેઓ બધા ભૌતિક કાર્યોમાથી મુક્ત થઈ ગયા છે, અને તેથી તેઓ અગ્નિ-હોત્ર યજ્ઞો કરવાનું બંધ કરી દે છે."

પ્રભુપાદ: અમુક યજ્ઞો હોય છે જે દરેક વ્યક્તિએ શુદ્ધિકરણ માટે કરવાના હોય છે. તો એક સન્યાસીને યજ્ઞો કરવાની જરૂર નથી. તો ક્યારેક તે યજ્ઞોના રિવાજને બંધ કરીને, તેઓ વિચારે છે કે તેઓ મુક્ત થઈ ગયા છે. પણ વાસ્તવમાં, જ્યાં સુધી તે કૃષ્ણ ભાવનામૃતના પ્રમાણભૂત સ્તર પર નથી આવતો, મુક્તિનો કોઈ પ્રશ્ન જ નથી. આગળ વધો.

ભક્ત: "પણ વાસ્તવમાં, તેઓ સ્વાર્થી છે કારણકે તેમનું લક્ષ્ય છે નિરાકાર બ્રહ્મમાં લીન થવું."

પ્રભુપાદ: હા. માંગ હોય છે. નિરાકરવાદીઓ, તેમને એક માંગ હોય છે, કે પરમ નિરાકાર સાથે એક થવું. પણ એક ભક્તને કોઈ માંગ નથી હોતી. તે ફક્ત પોતાને કૃષ્ણની સંતુષ્ટિ માટે કૃષ્ણની સેવામાં જોડે છે. તેમને બદલામાં કશું જોઈતું નથી. તે શુદ્ધ ભક્તિ છે. જેમ કે ભગવાન ચૈતન્ય કહે છે, ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે: (ચૈ.ચ. અંત્ય ૨૦.૨૯, શિક્ષાષ્ટક ૪ "મારે કોઈ સંપત્તિ નથી જોઈતી, મારે કોઈ અનુયાયીઓ નથી જોઈતા, મારે કોઈ સુંદર પત્ની નથી જોઈતી. ફક્ત મને તમારી સેવામાં પ્રવૃત્ત થવા દો." બસ તેટલું જ. તે ભક્તિયોગ પદ્ધતિ છે. જ્યારે ભગવાન નરસિંહદેવે પ્રહલાદ મહારાજને કહ્યું, "મારા પ્રિય પુત્ર, તે ઘણા કષ્ટો સહન કર્યા છે, તો તારે જે પણ જોઈએ, તું તે માંગ." તો તેમણે ઈનકાર કર્યો. "મારા પ્રિય સ્વામી, હું તમારી સાથે વેપાર નથી કરી રહ્યો, કે હું મારી સેવા માટે કોઈ વળતર લઇશ." આ શુદ્ધ ભક્તિ છે. તો યોગીઓ અથવા જ્ઞાનીઓ, તેઓ માંગ કરે છે કે તેઓ પરબ્રહ્મ સાથે એક થવા જોઈએ. કેમ પરબ્રહ્મ સાથે એકાકાર? કારણકે તેમને કડવો અનુભવ થયો છે, ભૌતિક પાશના વિરહથી. પણ એક ભક્તને આવી કોઈ વસ્તુ નથી. ભક્ત રહે છે, જોકે ભગવાનથી વિરક્ત, તે ભગવાનની સેવામાં પૂર્ણ આનંદ લે છે. આગળ વધો.

ભક્ત: "આવી ઈચ્છા કોઈ પણ ભૌતિક ઈચ્છા કરતાં વધુ સારી હોય છે. પણ તે પણ સ્વાર્થરહિત નથી. તેવી જ રીતે ગૂઢ યોગી જે યોગ પદ્ધતિનો અર્ધ-ખુલ્લી આંખે અભ્યાસ કરે છે, બધા ભૌતિક કાર્યોને રોકીને, તેના પોતાની સંતૃપ્તિ માટે કઈ ઈચ્છા કરે છે. પણ વ્યક્તિ...

પ્રભુપાદ: "વાસ્તવમાં યોગીઓને કોઈ ભૌતિક શક્તિ જોઈતી હોય છે. તે યોગની સિદ્ધિ છે. સિદ્ધિ નહીં, તે ઘણી રીતોમાની એક રીત છે. જેમ કે જો તમે વાસ્તવમાં યોગના નીતિ નિયમોનું પાલન કરતાં હોવ, તો તમને આઠ પ્રકારની સિદ્ધિઓ મળી શકે. તમે રૂના પૂમડા કરતાં હલકા થઈ શકો. તમે પથ્થર કરતાં ભારે થઈ શકો. તમે કઈ પણ, જે પણ તમે ઈચ્છા કરો, તરત જ, પ્રાપ્ત કરી શકો. ક્યારેક તમે એક ગ્રહની રચના પણ કરી શકો. આવા શક્તિશાળી યોગીઓ હોય છે. વિશ્વામિત્ર યોગી, તેમણે વાસ્તવમાં કર્યું હતું. તેમને નાળિયેરીના વૃક્ષમાથી માણસ બનાવવા હતા. "કેમ માણસે દસ મહિના માતાના ગર્ભમાં રહેવું જોઈએ? તે બસ એક ફળની જેમ બનશે." તેમણે એવું કર્યું હતું. તો ક્યારેક યોગીઓ એટલા શક્તિશાળી હોય છે, તેઓ કરી શકે છે. તો આ બધી ભૌતિક શક્તિઓ છે. આવા યોગીઓ, તેઓ પણ હારી જાય છે. તમે આ ભૌતિક શક્તિ પર કેટલો સમય રહી શકો? તો ભક્તિયોગીઓ, તેમને આવું કશું નથી જોઈતું. આગળ વધો. હા.

ભક્ત: "પણ એક વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતમાં કાર્ય કરીને નિસ્વાર્થપણે પરમ ભગવાનની સંતુષ્ટિ માટે કાર્ય કરે છે. એક કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિને આત્મ-સંતુષ્ટિની કોઈ ઈચ્છા નથી. તેનો સફળતાનો માપદંડ છે કૃષ્ણની સંતુષ્ટિ. અને તેથી તે પૂર્ણ સન્યાસી અથવા પૂર્ણ યોગી છે. ભગવાન ચૈતન્ય, કૃષ્ણ ભાવનામૃતના સર્વોચ્ચ સિદ્ધ ચિહ્ન, આ રીતે પ્રાર્થના કરે છે: "હે સર્વશક્તિમાન ભગવાન, મને કોઈ સંપત્તિનો સંગ્રહ કરવાની ઈચ્છા નથી, કે નથી કોઈ સુંદર નારીનો ભોગ કરવાની. કે નથી મારે કોઈ અનુયાયીઓ જોઈતા. મને મારા જીવનમાં માત્ર જન્મ જન્માંતર સુધી તમારી ભક્તિમય સેવાની અકારણ કૃપા જોઈએ છે."

પ્રભુપાદ: તો એક ભક્ત મુક્તિ પણ નથી ઈચ્છતો. કેમ ભગવાન ચૈતન્ય કહે છે "જન્મ જન્માંતર"? મુક્તિવાદીઓ, તેમણે રોકવું છે, શૂન્યવાદીઓ, તેમણે આ ભૌતિક જીવનને રોકવું છે. પણ ચૈતન્ય મહાપ્રભુ કહે છે, "જન્મ જન્માંતર." તેનો મતલબ તેઓ જન્મ જન્માંતર સુધી બધા જ પ્રકારના ભૌતિક પાશમાં જકડાવા માટે તૈયાર છે. પણ તેમને શું જોઈએ છે? તેમને ફક્ત ભગવાનની સેવામાં પ્રવૃત્ત થવું છે. તે પૂર્ણતા છે. હું માનું છું તમે અહી અટકી શકો છો. અહી થોભી જાઓ.