GU/Prabhupada 0646 - યોગ પદ્ધતિ એ નથી કે તમે તમારો બધો બકવાસ કરતાં રહો

Revision as of 14:28, 1 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0646 - in all Languages Category:GU-Quotes - 1969 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 6.2-5 -- Los Angeles, February 14, 1969

પ્રભુપાદ: કોણ વાંચી રહ્યું છે?

ભક્ત: શ્લોક ક્રમાંક બે. "જેને સન્યાસ કહેવામા આવે છે તે યોગ જ છે, અથવા વ્યક્તિને પરમ ભગવાન સાથે જોડવું, અને કોઈ પણ વ્યક્તિ યોગી ના બની શકે જ્યાં સુધી તે ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાનો ત્યાગ ના કરે (ભ.ગી. ૬.૨)."

પ્રભુપાદ: અહી યોગ અભ્યાસનો મુદ્દો છે. યોગ મતલબ જોડાવું. હવે આપણા બદ્ધ સ્તર પર, જોકે આપણે ભગવાનના અંશ છીએ, પણ અત્યારે આપણે વિરક્ત છીએ. તે જ ઉદાહરણ. આ આંગળી તમારા શરીરનો ભાગ છે, પણ જો તે અલગ છે, કાપી નાખેલી, તેનું કોઈ મૂલ્ય નથી. પણ જ્યાં સુધી તે આ શરીર સાથે જોડાયેલી છે, તેનું મૂલ્ય લાખો ડોલર અથવા તેનાથી પણ વધુ છે. જો કોઈ રોગ હોય તો તમે તેને સાજી કરવા ખર્ચી શકો છો. તેવી જ રીતે આપણે... વર્તમાન સમયમાં, ભૌતિક અસ્તિત્વની બદ્ધ અવસ્થામાં, આપણે ભગવાનથી અલગ થયેલા છીએ. તેથી આપણે ખચકાઈએ છીએ ભગવાન વિશે બોલવામાં, ભગવાન વિશે સમજવામાં, આપણો ભગવાન સાથેનો સંબંધ. આપણે સમજીએ છીએ કે તે સમયનો બગાડ છે. આ સભામાં, દરેક વ્યક્તિ જાણે છે, આ મંદિર, કૃષ્ણ ભાવનામૃત મંદિર, ભગવાન વિશે બોલે છે. અથવા કોઈ ચર્ચ. લોકો બહુ રુચિ ધરાવતા નથી. તેઓ વિચારે છે કે તે એક પ્રકારનું, શું કહેવાય છે, મનોરંજન, આધ્યાત્મિક પ્રગતિના નામે છે, નહિતો તે ફક્ત સમયનો બગાડ છે. વધુ સારું છે કે આ સમયનો ઉપયોગ થઈ શકે થોડું ધન કમાવવામાં. અથવા એક ક્લબ અથવા હોટેલમાં મજા કરવામાં, ઇન્દ્રિય તૃપ્તિ.

તો ભગવાનથી વિમુખ થવું મતલબ ઇન્દ્રિય તૃપ્તિ. જે લોકો ઇન્દ્રિય આનંદથી બહુ જ આસક્ત છે, તેઓ નથી, મારા કહેવાનો મતલબ, યોગ પદ્ધતિ માટે લાયક. યોગ પદ્ધતિ એવી નથી કે, તમે ઇન્દ્રિય તૃપ્તિ માટે બધુ બકવાસ કરતાં જાઓ અને ફક્ત ધ્યાન કરવા બેસી જાઓ. તે ફક્ત મોટી મશ્કરી છે. તેનો કોઈ અર્થ નથી. યોગ પદ્ધતિમાં સૌ પ્રથમ ઇન્દ્રિય નિયંત્રણ છે, યમ, નિયમ. યોગ અભ્યાસના આઠ અલગ અલગ સ્તરો હોય છે. યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણ, પ્રાણાયામ, પ્રત્યાહાર, સમાધિ. તો શરૂઆતમાં સૌ પ્રથમ આપણે આ અધ્યાયમાંથી બોલીશુ, ભગવાન કૃષ્ણ તમને શીખવાડશે યોગ પદ્ધતિ શું છે. તેથી શરૂઆતમાં કૃષ્ણ કહે છે કે કોઈ પણ યોગી ના બની શકે, જ્યાં સુધી તે ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાનો ત્યાગ ના કરે. તો કોઈ પણ વ્યક્તિ જે ઇન્દ્રિય તૃપ્તિમાં સંલગ્ન છે, તે અર્થહીન છે. તે યોગી નથી. તે યોગી ના હોઈ શકે. યોગ પદ્ધતિ છે કડક બ્રહ્મચર્ય, કોઈ મૈથુન જીવન નહીં. તે યોગ પદ્ધતિ છે. કોઈ પણ યોગી ના બની શકે જો તે મૈથુન જીવનમાં પ્રવૃત્ત છે. કહેવાતા યોગીઓ તમારા દેશમાં આવે છે અને કહે છે, "હા, તમને જે પણ ગમે તે તમે કરી શકો. તમે ધ્યાન કરો, હું તમને કોઈ મંત્ર આપું છું." આ બધુ બકવાસ છે. અહી તે અધિકૃત વિધાન છે, કે કોઈ પણ વ્યક્તિ યોગી ના બની શકે જ્યાં સુધી તે ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાનો ત્યાગ ના કરે. તે પ્રથમ શરત છે. આગળ વધો.

ભક્ત: શ્લોક ક્રમાંક ત્રણ. "જે વ્યક્તિ અષ્ટાંગ યોગ પદ્ધતિમાં નવો છે, (તેના માટે) કર્મને સાધન કહેવામા આવે છે. અને જેણે યોગ પ્રાપ્ત કરી લીધો છે, બધા જ ભૌતિક કાર્યોની નિવૃત્તિને સાધન કહેવામા આવે છે (ભ.ગી. ૬.૩)."

પ્રભુપાદ: હા. બે પ્રકારના સ્તર હોય છે. જે વ્યક્તિ યોગનો અભ્યાસ કરે છે પૂર્ણ સ્તર પર પહોંચવા માટે, અને વ્યક્તિ કે જેણે પૂર્ણતાનું સ્તર પ્રાપ્ત કરી લીધું છે. તો, જ્યાં સુધી વ્યક્તિ પૂર્ણતાના સ્તર પર નથી, ફક્ત કરવાનો પ્રયાસ કરે છે, તે સમયે ઘણા બધા કાર્યો હોય છે. તે આસન પદ્ધતિ, યમ, નિયમ. તો સામાન્ય રીતે તમારા દેશમાં ઘણી બધી યોગની સંસ્થાઓ છે. તેઓ આ આસન પદ્ધતિનું પ્રદર્શન કરે છે. કેવી રીતે બેસવું, અલગ અલગ આસનો. તે મદદ કરે છે. પણ તે ફક્ત વિધિ છે વાસ્તવિક સ્તર પર પહોંચવા માટે. તે બધા ફક્ત સાધનો છે. વાસ્તવિક યોગ પદ્ધતિની પૂર્ણતા તે શારીરિક કસરતોની ક્રિયાઓથી અલગ છે. બે સ્તરો હોય છે. એક સ્તર છે પૂર્ણતાના સ્તર પર પહોંચવાનો પ્રયાસ, અને બીજું સ્તર છે વ્યક્તિ કે જે પૂર્ણતાના સ્તર પર પહોંચી ગયો છે.