GU/Prabhupada 0701 - જો તમને ગુરુ માટે લાગણી હોય, તો તમારું કાર્ય આ જીવનમાં જ પૂરું કરો

Revision as of 19:55, 4 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0701 - in all Languages Category:GU-Quotes - 1969 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969

પ્રભુપાદ: હા?

તમાલ કૃષ્ણ: પ્રભુપાદ, મે તે કહેતા સાંભળ્યુ છે કે ગુરુ હમેશા, પાછા આવશે, જ્યાં સુધી તેમના શિષ્યોએ, ભગવદ સાક્ષાત્કાર મેળવી લીધો નથી. શું તમે તેને સમજાવી શકો?

પ્રભુપાદ: હા. પણ તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન ના કરશો. (હાસ્ય) તમારા ગુરુને તેવી રીતે કષ્ટ આપવાનો પ્રયત્ન ના કરતાં. આ જીવનમાં જ તમારું કાર્ય સમાપ્ત કરો. તે વિશેષ કરીને તેમના માટે છે કે જે શાંત છે. તેમનો શિષ્ય ગુરુની સેવા કરવા માટે ગંભીર હોવો જોઈએ. જો તે બુદ્ધિશાળી છે તો તેણે જાણવું જોઈએ કે "મારે શા માટે આ રીતે કાર્ય કરવું જોઈએ કે મારા ગુરુએ મને ફરીથી પાછા લઈ જવા માટે આવવાનું કષ્ટ લેવું પડે? મને આ જીવનમાં જ મારુ કાર્ય સમાપ્ત કરવા દે." તેવી સાચી વિચારધારા હોવી જોઈએ. એવું નહીં કે "મને ખાત્રી છે કે મારા ગુરુ આવશે, મને બધુ જ બકવાસ કરવો દો." ના. તો જો તમને, મારા કહેવાનો મતલબ, તમારા ગુરુ પ્રત્યે થોડી પણ લાગણી છે, તો તમારા આ જીવનમાં જ તમારું કાર્ય સમાપ્ત કરવું જોઈએ કે તેમણે તમને પાછા લઈ જવા માટે ફરીથી આવવું ના પડે. શું તે ઠીક છે? આનો ફાયદો ઉઠાવશો નહીં. ઊલટું, તમારું કાર્ય સમાપ્ત કરવામાં ગંભીર બનો. તે હકીકત છે.

બિલ્વમંગલ ઠાકુરનો એક કિસ્સો છે. બિલ્વમંગલ ઠાકુર, તેમના પૂર્વ જન્મમાં, લગભગ પ્રેમ-ભક્તિ સુધી ઉન્નત હતા, ભક્તિમય સેવાનું સર્વોચ્ચ સ્તર. પણ પતનનો હમેશા અવકાશ હોય છે. તો એક યા બીજી રીતે તેઓ પતન પામ્યા. અને પછીના જીવનમાં તેઓ એક ખૂબ જ ધનવાન પરિવારમાં જન્મ્યા જેમ ભગવદ ગીતામાં કહેલું છે: શુચિનામ શ્રીમતામ ગેહે (ભ.ગી. ૬.૪૧). તો તેઓ એક ખૂબ જ ધનવાન બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા, પણ તેઓ બન્યા, જેમ સ્વાભાવિક રીતે ધનવાન છોકરાઓ આસક્ત બને છે... સ્ત્રી-શિકારી. તો તે કહ્યું છે કે તેના ગુરુએ તેને એક વેશ્યા દ્વારા શિક્ષા આપી હતી. યોગ્ય સમયે, ગુરુએ, તે વેશ્યા દ્વારા, કહ્યું, "ઓહ, તું આ માંસ અને હાડકાંથી ખૂબ જ આસક્ત છે. જો તું કૃષ્ણ સાથે આસક્ત થયો હોત, તો તે કેટલું સારું પ્રાપ્ત કર્યું હોત." તેણે તરત જ તે સ્થિતિ ગ્રહણ કરી. તો તે જવાબદારી ગુરુની છે. પણ આપણે તેનો ફાયદો ના ઉઠાવવો જોઈએ. તે બહુ સારું નથી. આપણે પ્રયત્ન કરવો જોઈએ: યસ્ય પ્રસાદાદ ભગવત પ્રસાદ: આપણે આપણા ગુરુને તેવી સ્થિતિમાં મૂકવાનો પ્રયત્ન ના કરવો જોઈએ કે તેમણે મને એક વેશ્યાઘરથી પાછો લઈ જવો પડે. પણ તેમણે તે કરવું પડે છે. કારણકે તેઓ શિષ્યનો સ્વીકાર કરે છે, તેમની તેવી જવાબદારી હોય છે.