GU/Prabhupada 0726 - સવારે વહેલા ઉઠો અને હરે કૃષ્ણ જપ કરો

Revision as of 17:19, 8 September 2017 by Pathik (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Gujarati Pages with Videos Category:Prabhupada 0726 - in all Languages Category:GU-Quotes - 1975 Category:GU-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


750304 - Lecture CC Adi 01.15 - Dallas

નારદ મુનિ સલાહ આવે છે, શ્રીમદ ભાગવતમ દ્વારા, કહે છે, કે "તમને આ મનુષ્ય જીવન છે. હવે તમને તે શોધવાની કોઈ જરૂર નથી કે તમારું ભોજન ક્યાં છે, તમારૂ આશ્રય ક્યાં છે, તમારી મૈથુન સંતુષ્ટિ ક્યાં છે, અને તમારું રક્ષણ ક્યાં છે. તે તમારી સમસ્યા નથી. તમારે તે વસ્તુ માટે પ્રયાસ કરવો જોઈએ, મતલબ વસ્તુ કે જે તમને આ જીવનની ભૌતિક જરૂરિયાતોથી રાહત આપશે." તે સલાહ છે. આપણે ભૂલ કરીએ છીએ. આપણે... આજે સવારે ચાલતા આપણે જોયું કે આટલો મોટો દેશ, પણ સમસ્યા છે ખોરાકની સમસ્યા. વહેલી સવારે છ વાગ્યામાં, તેઓ કામ પર જાય છે. તેઓ કામ પર જાય છે. શા માટે? જીવનની જરૂરીયાતો પૂરી કરવા.

તો આ સમાજ શું છે? સવારે વહેલા, છ વાગ્યે... વેદિક સંસ્કૃતિ પ્રમાણે, વ્યક્તિએ સવારે વહેલું ઊઠવું જોઈએ અને હરે કૃષ્ણ જપ કરવો જોઈએ, મંગલા આરતી કરવી જોઈએ, અર્ચવિગ્રહનું પૂજન કરવું જોઈએ. આ સવારનું કાર્ય છે. પણ દુનિયાનો સૌથી ધનવાન દેશ, તેઓ સવારના સાડા છ વાગ્યે તેમનો રોટલો કમાવવા કામ કરવા જઈ રહ્યો છે. શું તે જીવનનો સારો વિકાસ છે? અને આખો દિવસ તેમણે કામ કરવું પડે. અહિયાં જ નહીં, દરેક જગ્યાએ, તેમની રોજીરોટી કમાવવા માટે, તેમણે ઘરથી પચાસ માઈલ, સો માઈલ દૂર જવું પડે. અને દરેક શહેર... ભારતમાં પણ, તે જ વસ્તુ - બોમ્બેમાં, તેઓ સો માઈલ દૂર આવે છે, અને દૈનિક લોકલ ટ્રેનમાં લટકતા, બહુ જ ગંભીર સ્થિતિ. અને તે શ્રીમદ ભાગવતમમાં કહેલું છે કે એક મનુષ્યે કલિયુગના અંત સુધીમાં કામ કરવું પડશે... તેઓ પહેલેથી જ ગધેડાની જેમ કામ કરી રહ્યા છે, અને વાસ્તવમાં તેમણે ગધેડાની જેમ કામ કરવું પડશે ફક્ત તેમનો રોટલો કમાવવા. વિકાસ આ જ હશે. અને ફક્ત તેટલું જ નહીં, આહાર, વિશેષ કરીને સાત્ત્વિક આહાર જેમ કે ફળો અને શાકભાજી, દૂધ, ભાત, ઘઉં, ખાંડ, આ વસ્તુઓ મળશે નહીં - સંપૂર્ણપણે બંધ. તો ધીમે ધીમે આપણે આવી પ્રગતિ કરીશું. મે તે વ્યાવહારિક રીતે જોયું છે. હું મોસ્કોમાં ગયો હતો, અને ઓછામાં ઓછું અમારા માટે, ત્યાં રહેવું ખૂબ જ મુશ્કેલ હતું. કોઈ ભાતનો પુરવઠો નથી. કોઈ ઘઉંનો પુરવઠો નથી. બહુ જ દુર્લભ.... કોઈ શાકભાજી નહીં, કોઈ ફળ નહીં, અમુક બગડેલા ફળો જેમ કે રાસબરી અને... તો ઓછામાં ઓછું અમારા માટે તે બહુ જ મુશ્કેલ હતું. અવશ્ય, દૂધ હતું ત્યાં, અને માંસ. ઓહ, તે તમે ખાઈ શકો છો, જેટલું જોઈએ એટલું.

તો તે મનુષ્ય જીવન નથી. મનુષ્ય જીવન છે... અહી તે વર્ણવ્યું છે, જેમ કે કવિરાજ ગોસ્વામીએ, મત સર્વસ્વ પદાભોજૌ રાધા મદન મોહનૌ (ચૈ.ચ. આદિ ૧.૧૫). આપણી એક માત્ર સંપત્તિ હોવી જોઈએ રાધારાણી સહિત કૃષ્ણના ચરણકમળ. મદનમોહન. કૃષ્ણ એટલા સુંદર છે કે તેઓ કામદેવ કરતાં પણ વધુ આકર્ષક છે. મદનમોહન. મદન મતલબ કામદેવ. કામદેવ બ્રહ્માણ્ડમાં સૌથી સુંદર વ્યક્તિ છે, પણ કૃષ્ણ તેમના કરતાં પણ વધુ સુંદર છે. કંદર્પ કોટી કમનીય વિશેષ શોભમ (બ્ર.સં. ૫.૩૦). તે શાસ્ત્રમાં વર્ણિત છે. અને જ્યારે કૃષ્ણ ઉપસ્થિત હતા, આપણે શાસ્ત્ર અથવા પ્રમાણોથી જાણીએ છીએ કે કૃષ્ણ ઘણી બધી ગોપીઓને આકર્ષિત કરતાં. ગોપીઓ સૌથી સુંદર નારીઓ હતી, અને કૃષ્ણ તેમને આકર્ષિત કરતાં. તો જરા વિચારો કૃષ્ણ કેટલા સુંદર હતા. ફક્ત ગોપીઓ જ નહીં; કૃષ્ણની ૧૬,૧૦૮ રાણીઓ હતી. તેથી તેમનું નામ કૃષ્ણ છે. તેઓ દરેક માટે આકર્ષક છે. જયતમ સુરતૌ પંગોર મમ (ચૈ.ચ. આદિ ૧.૧૫). તો શા માટે તેઓ આપણા જેવા પતિત જીવો માટે આકર્ષક ના હોય? તો તે કૃષ્ણનું પદ છે.